GU/Prabhupada 0602 - પિતા પરિવારનો નેતા છે



Lecture on SB 1.16.21 -- Hawaii, January 17, 1974

આ પ્રશ્ન મે પ્રોફેસર કોટોવ્સ્કીને પૂછ્યો હતો. મે તેમને પૂછ્યું કે "ક્યાં અંતર છે સિદ્ધાંતમાં તમારા સામ્યવાદી સિદ્ધાંતમાં અને અમારા કૃષ્ણ ભાવનામૃત સિદ્ધાંતમાં? તમારે એક મુખ્ય માણસને સ્વીકરવો પડે છે, તે લેનીન અથવા સ્ટેલિન, અને અમે એક મુખ્ય માણસ પસંદ કર્યા છે, અથવા ભગવાન, કૃષ્ણ. તો તમે લેનીન, અથવા સ્ટેલિન, અથવા મોલોટોવ અથવા આના અથવા તેના સંદેશનું પાલન કરી રહ્યા છો. અમે કૃષ્ણના સિદ્ધાંતનું અથવા શિક્ષાનું પાલન કરી રહ્યા છે. તો સૈદ્ધાંતિક રીતે, અંતર ક્યાં છે? કોઈ અંતર નથી." તો પ્રોફેસર તેનો જવાબ ના આપી શક્યા. તમે તમારા રોજિંદા કાર્યો કોઈના નિર્દેશન વગર ના કરી શકો. તેનો સ્વીકાર કરવો જ પડે.

તો તે પ્રકૃતિનો નિયમ છે. તો નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). તો તમે પરમ સત્તાનો સ્વીકાર કેમ નથી કરતાં? આ નીચેની સત્તા... આપણે કોઈકને તો આપણા નેતા તરીકે સ્વીકારવા જ પડે. કોઈ પણ નેતૃત્વ વગર આપણું રહેવું શક્ય નથી. તે શક્ય નથી. શું કોઈ દળ છે, કોઈ શાળા, અથવા કોઈ સંસ્થા, કે જે લોકો કોઈ મુખ્ય નેતા કે નિર્દેશ વગર કાર્ય કરી રહ્યા હોય? શું તમે આખી દુનિયામાં કોઈ એક પણ કિસ્સો બતાવી શકો? શું કોઈ કિસ્સો છે? ના. જેમ કે આપણા દળમાથી કોઈ છોડીને જતું રહ્યું, પણ તેણે ગૌરસુંદર અથવા સિદ્ધસ્વરૂપ મહારાજને મુખ્ય તરીકે સ્વીકાર કર્યા છે. સિદ્ધાંત તે જ છે, કે તમારે એક વ્યક્તિને મુખ્ય તરીકે સ્વીકાર કરવો જ પડે. પણ બુદ્ધિશાળી તે છે જે, કયા પ્રકારનું નેતૃત્વ આપણે સ્વીકારીશું. તે જ્ઞાન છે. આપણે કોઈ વ્યક્તિનું દાસત્વ તો સ્વીકારવું જ પડે. તો બુદ્ધિ છે કે "કોનું આપણે સ્વીકારીશું?" તે, ત્યાં બુદ્ધિ રહે છે: "કયા પ્રકારનો નેતા આપણે સ્વીકારીશું?"

તો આપણો સિદ્ધાંત છે કે કૃષ્ણનો નેતા તરીકે સ્વીકાર થવો જોઈએ, કારણકે કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, મત્ત: પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય (ભ.ગી. ૭.૭7.7). કૃષ્ણ પરમ નેતા છે. એકો બહુ... નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો યો બહુનામ વિદધાતી (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). નેતા મતલબ તે હોવો જ જોઈએ... જેમ કે પિતા. પિતા પરિવારનો નેતા છે. અને કેમ પિતા નેતા છે? કારણકે તે કમાય છે, તે બાળકોનું, પત્નીનું, નોકરોનું ભરણપોષણ કરે છે અને વ્યવસ્થા કરે છે; તેથી સ્વાભાવિક રીતે, તેનો પરિવારના નેતા તરીકે સ્વીકાર થાય છે. તેવી જ રીતે, તમે રાષ્ટ્રપતિ નિકસોનને તમારા દેશના નેતા તરીકે સ્વીકાર કરો છો કારણકે સંકટના સમયમાં તે નિર્દેશન આપે છે, શાંતિના સમયમાં તે નિર્દેશન આપે છે. તે હમેશા વ્યસ્ત છે કેવી રીતે તમને ખુશ રાખવા, કેવી રીતે તમને ચિંતામુક્ત રાખવા. તે રાષ્ટ્રપતિનું કર્તવ્ય છે. નહિતો, તમે એક રાષ્ટ્રપતિની પસંદગી કેમ કરો છો? કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ વગર રહી શકે છે, પણ ના, તેની જરૂર છે.

તો તેવી જ રીતે, વેદ કહે છે, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. બે પ્રકારના જીવો હોય છે. એક... બંને નિત્ય છે. નિત્ય મતલબ શાશ્વત. અને ચેતન મતલબ જીવ. તો નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ. આ ભગવાનનું વર્ણન છે, કે ભગવાન પણ એક જીવ છે જેમ કે તમે અને હું. તે પણ જીવ છે. જેમ કે તમે કૃષ્ણને જુઓ છો. કૃષ્ણ (અને તમારી) વચ્ચે અંતર શું છે? તેમને બે હાથ છે; તમારે બે હાથ છે. તેમને એક માથું છે; તમારે એક માથું છે. તમારે... તેમને બે પગ છે; તમારે બે પગ છે. તમે થોડી ગાયો રાખી શકો અને તેમની સાથે રમી શકો; કૃષ્ણ પણ. પણ અંતર છે. તે અંતર શું છે? એકો યો બહુનામ વિદધાતી કામાન. તે એક કૃષ્ણ, જો કે તેઓ ઘણી બધી રીતે તમારી સાથે એક સમાન છે; સમાનતા, પણ એક અંતર છે - તેઓ આપણા બધાનું પાલન કરી રહ્યા છે, અને આપણું પાલન થઈ રહ્યું છે. તેઓ નેતા છે. જો કૃષ્ણ તમને ખોરાક નહીં પૂરો પાડે, તમે કોઈ અન્ન ના મેળવી શકો. જો કૃષ્ણ તમને પેટ્રોલ પૂરું ના પાડે, તમે તમારી ગાડી ના ચલાવી શકો. તો એકો બહુનામ યો વિદધાતી. આપણે જીવનની જે પણ જરૂરિયાતો હોય છે - આપણને ઘણી બધી વસ્તુઓ જોઈએ છે - તે પૂરું પાડવામાં આવે છે એક, તે એક જીવ દ્વારા. તે અંતર છે. આપણે એક નાના પરિવારનું પણ પાલન ના કરી શકીએ, આપણી શક્તિ એટલી બધી સીમિત છે. વર્તમાન સમયે ખાસ કરીને, આ યુગમાં, એક પુરુષને લગ્ન કરવા નથી ગમતા કારણકે તે પરિવાર, પત્ની અને બાળકોનું પાલન કરવામાં પણ અસમર્થ છે. તે તેમનું પાલન નથી કરી શકતો, એક ચાર કે પાંચ જીવ વાળા પરિવારનું પણ નહીં.