GU/Prabhupada 0621 - કૃષ્ણ ભાવનામૃત અધિકારીને શરણાગત થવાનું શીખવાડે છે



Lecture on BG 13.1-2 -- Miami, February 25, 1975

તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને સત્તાને શરણાગત થવાનું શીખવાડે છે. તે જ્ઞાનની શરૂઆત છે. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા (ભ.ગી. ૪.૩૪). જો તમારે દિવ્ય વિષય વસ્તુ શીખવી છે, જે તમારા વિચારવા, અનુભવવા અને ઈચ્છા કરવાના અવકાશથી પરે છે... માનસિક તર્ક મતલબ વિચારવું, અનુભવવું અને ઈચ્છા કરવી, મનોવિજ્ઞાન. પણ વિષય વસ્તુ જે આપણા વિચારોથી પરે છે. તો ભગવાન અથવા ભગવાન વિશે કઈ પણ આપણા તાર્કિક વિચારોની સીમાથી પરે છે. તેથી, આપણે તેને વિનમ્રતાપૂર્વક શીખવું પડે. તદ વિધિ પ્રણિપાતેન, પ્રણિપાત મતલબ વિનમ્રતાપૂર્વક શરણાગતિ. પ્રકૃષ્ટ રુપેણ નિપાત. નિપાત મતલબ શરણાગતિ. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન. સૌ પ્રથમ તેવી વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરો જેને તમે પૂર્ણ રૂપે શરણાગત થઈ શકો. પછી તમે દિવ્ય વિષય વસ્તુ વિશે પૂછો.

જેમ કે અર્જુન ચુસ્તપણે પાલન કરી રહ્યો છે. તે સૌ પ્રથમ કૃષ્ણને શરણાગતિ થયો. શિષ્યસ તે અહમ સાધી મામ પ્રપન્નમ: (ભ.ગી. ૨.૭) "મારા પ્રિય કૃષ્ણ, આપણે મિત્રતાપૂર્વક વાત કરી રહ્યા છીએ, એક સમાન સ્તર પર. તો તમે કઈ બોલો છો, અને હું કઈ બોલું છું. આ રીતે આપણે ફક્ત આપણો સમય નષ્ટ કરીશું, અને કોઈ નિષ્કર્ષ નહીં આવે. તેથી, હું એક શિષ્ય તરીકે શરણાગતિ કરું છું. જે પણ તમે કહેશો, હું સ્વીકાર કરીશ."

આ સૌ પ્રથમ શરત છે. સૌ પ્રથમ એવા વ્યક્તિને શોધો જેના ઉપર તમને પૂર્ણ વિશ્વાસ છે કે જે પણ તે કહેશે, તમે સ્વીકાર કરશો. તે ગુરુ છે. જો તમે વિચારો કે તમે તમારા ગુરુ કરતાં વધુ જાણો છો, તો તેનો કોઈ ફાયદો નથી. સૌ પ્રથમ તમે એવા વ્યક્તિને શોધો કે જે તમારા કરતાં શ્રેષ્ઠ છે. પછી તમે શરણાગત થાઓ. તેથી નીતિ અને નિયમો છે કે કોઈ પણ વ્યક્તિએ અંધ બનીને કોઈને ગુરુ સ્વીકારવા ના જોઈએ, અને કોઈએ પણ અંધ બનીને કોઈ પણ શિષ્યને સ્વીકારવો ના જોઈએ. તેમણે, એક બીજાને ઓછામાં ઓછા, એક વર્ષ સુધી જાણવા જોઈએ જેથી ઇચ્છુક શિષ્ય પણ સમજી શકે, "શું હું આ વ્યક્તિને મારા ગુરુ તરીકે સ્વીકાર કરી શકીશ," અને ઇચ્છુક ગુરુ પણ સમજી શકે, "શું આ વ્યક્તિ મારો શિષ્ય બની શકે." આ શિક્ષા સનાતન ગોસ્વામી દ્વારા તેમના હરિ ભક્તિ વિલાસમાં આપવામાં આવી છે.

તો અહી અર્જુન કૃષ્ણનો ગુરુ તરીકે સ્વીકાર કરે છે. અને તે વિનમ્રતાપૂર્વક કહે છે કે પ્રકૃતિમ પુરુષમ ચૈવ. પ્રકૃતિ, પ્રકૃતિ મતલબ પ્રકૃતિ, અને પુરુષ મતલબ પ્રકૃતિનો ભોગ કરવાવાળો. જેમ કે અહી આ ભૌતિક જગતમાં, ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં, તેઓ અવિકસિત દેશોને વિકસિત કરવાના ખૂબ શોખીન છે. તેનો મતલબ ભોગ કરવો, અથવા પુરુષ, ભોક્તા બનવું. તમે અમેરિકનો, તમે યુરોપમાં આવ્યા, અને હવે તમે આખું અમેરિકા વિકસિત કર્યું, ઘણા સારા શહેરો, નગરો, અને ખૂબ વિકસિત. તેને કહેવાય છે સાધનોનું શોષણ.

તો પ્રકૃતિ, અને આપણે, જીવો, ખાસ કરીને મનુષ્યો, તેઓ પુરુષ છે. પણ વાસ્તવમાં આપણે ભોક્તા નથી. આપણે ખોટા ભોક્તા છે. આપણે ભોક્તા નથી આ અર્થમાં: ધારોકે તમે અમેરિકનો છો. તમે આ ભૂમિ, જેને અમેરિકા કહેવાય છે, બહુ જ સારી રીતે વિકસિત કરી છે. પણ તમે ભોગ ના કરી શકો. તમે વિચારો છો કે તમે ભોગ કરો છો, પણ તમે ભોગ ના કરી શકો. થોડા સમય પછી તમને કાઢી મૂકવામાં આવશે, "જતાં રહો." તો તમે કેવી રીતે ભોક્તા છો? તમે વિચારી શકો છો કે "ઓછામાં ઓછું પચાસ વર્ષો કે સો વર્ષો માટે હું ભોગ કરી રહ્યો છું." પણ તમે કહી શકો છો કે તમે ભોગ કરો છો, કહેવાતો ભોગ. પણ તમે કાયમી ભોક્તા ના બની શકો. તે શક્ય નથી.