GU/Prabhupada 0630 - પસ્તાવાનું કોઈ કારણ નથી કારણકે આત્મા તો રહેશે જ



Lecture on BG 2.28 -- London, August 30, 1973

ભક્ત: અનુવાદ: "બધા જીવો તેમની શરૂઆતમાં અપ્રકટ થાય છે, તેમના મધ્ય કાળે પ્રકટ થાય છે, અને જ્યારે તેમનો વિનાશ થાય છે ત્યારે ફરીથી અપ્રકટ થાય છે . તો પસ્તાવાની જરૂર શું છે?"

પ્રભુપાદ: તો આત્મા શાશ્વત છે. તો પસ્તાવાનું કોઈ કારણ નથી, કારણકે આત્મા રહેવાનો જ છે. શરીરના વિનાશ છતાં પણ, પસ્તાવાનું કોઈ કારણ નથી. અને જે લોકો વિશ્વાસ નથી કરતાં કે "કોઈ આત્મા નથી; શરૂઆતમાં બધુ શૂન્ય હતું,..." તો શરૂઆતમાં શૂન્ય હતું અને મધ્યમાં તે પ્રકટ થયું. પછી ફરીથી શૂન્ય. તો શૂન્યમાથી શૂન્ય, તો પસ્તાવો ક્યાં છે? આ દલીલ કૃષ્ણ આપી રહ્યા છે. બંને રીતે તું પસ્તાઈ ના શકે. પછી?

પદ્યુમ્ન: (તાત્પર્ય) "ભલે તો પણ, દલીલ ખાતર, જો આપણે નાસ્તિક સિદ્ધાંત સ્વીકારીએ, છતાં પણ પસ્તાવાનું કોઈ કારણ નથી. આત્માના અલગ અસ્તિત્વ સિવાય, ભૌતિક ઘટકો રચના પહેલા અપ્રાકટ્ય રૂપે રહે છે. આ અપ્રાકટ્યના સૂક્ષ્મ સ્તર પરથી પ્રાકટ્ય થાય છે. બિલકુલ જેમ આકાશમાથી, વાયુ ઉત્પન્ન થાય છે; વાયુમાથી અગ્નિ ઉત્પન્ન થાય છે; અગ્નિમાથી જળ ઉત્પન્ન થાય છે; અને જળમાથી, પૃથ્વી ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાથી, ઘણા વિવિધ પ્રાકટયો..."

પ્રભુપાદ: આ રચનાની ક્રિયા છે. આકાશમાથી, પછી આકાશ, પછી વાયુ, પછી અગ્નિ, પછી જળ, પછી પૃથ્વી. આ રચનાની ક્રિયા છે. હા.

પ્રદ્યુમ્ન: "ઉદાહરણ તરીકે એક મોટી ગગનચુંબી ઈમારત પૃથ્વી પર પ્રકટ થાય છે. જ્યારે તેને ઉખાડી નાખવામાં આવે છે, પ્રાકટ્ય ફરીથી અપ્રકટ થાય છે અને અંતિમ સ્તર સુધી અણુઓ તરીકે રહે છે. શક્તિના સંરક્ષણનો નિયમ રહે છે, પણ સમયના પ્રભાવમાં વસ્તુઓ પ્રકટ અને અપ્રકટ થાય છે. આ ફરક છે. તો પ્રાકટ્ય અથવા અપ્રાકટ્યના સ્તરમાં પસ્તાવાનું કારણ શું છે? એક યા બીજી રીતે, અપ્રાકટ્ય સ્તર પર પણ, વસ્તુઓ ખોવાઈ નથી જતી. બંને શરૂઆતમાં અને અંતમાં બધા જ ઘટકો અપ્રાકટ્ય રીતે રહે છે, અને ફક્ત મધ્યમાં તેઓ પ્રકટ થાય છે, અને આનાથી કોઈ વાસ્તવિક ભૌતિક ફરક નથી પડતો. અને જો આપણે વેદિક નિષ્કર્ષ સ્વીકારીએ જેમ ભગવદ ગીતામાં કહ્યું છે (ભ.ગી. ૨.૧૮)(અંતવંત ઈમે દેહા:) કે આ ભૌતિક શરીરો સમયના પ્રભાવમાં નાશ પામે છે (નિત્યસ્યોક્તા: શરીરીણા:) પણ તે આત્મા શાશ્વત છે, તો આપણે હમેશા યાદ રાખવું જોઈએ કે શરીર એક વસ્ત્ર જેવુ છે. તેથી એક વસ્ત્રના બદલાવા પર કેમ પસ્તાવું? ભૌતિક શરીરનું શાશ્વત આત્માના સંબંધમાં કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી. તે એક સ્વપ્ન જેવુ છે. એક સ્વપ્નમાં આપણે આકાશમાં ઉડવા વિશે વિચારી શકીએ છીએ કે એક રાજાની જેમ રથમાં બેસવાનું, પણ જ્યારે આપણે જાગીએ છીએ આપણે જોઈએ છીએ કે ન તો આપણે આકાશમાં છીએ કે ન તો આપણે રથમાં બેઠેલા છીએ. વેદિક જ્ઞાન આત્મ-સાક્ષાત્કારનું અને ભૌતિક શરીરનું અસ્તિત્વ નથી તે સિદ્ધાંતનું પ્રોત્સાહન આપે છે. તેથી કોઈ પણ કિસ્સામાં, જો વ્યક્તિ આત્માના અસ્તિત્વમાં માનતો હોય અથવા ના માનતો હોય, શરીરના ગુમાવવા પર પસ્તાવાનું કોઈ કારણ નથી."