GU/Prabhupada 0637 - કૃષ્ણની ઉપસ્થિતિ વગર કશું જ અસ્તિત્વમાં ના રહી શકે



Lecture on BG 2.30 -- London, August 31, 1973

તો કૃષ્ણ વસ્તુને સમજાવે છે, અપરેયમ ઇતસ તુ વિદ્ધિ મે પ્રકૃતિમ પરામ યયેદમ ધાર્યતે. જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત (ભ.ગી. ૭.૫). તો આત્મા ધારણ કરે છે. દરેક વસ્તુ ભગવદ ગીતામાં સમજાવેલી છે. વિશાળકાય મોટા, મોટા ગ્રહો, કેવી રીતે તે વજનરહિત રીતે હવામાં તરી રહ્યા છે? તે પણ સમજાવેલું છે. ગામ આવિષ્ય અહમ ઓજસા ધારયામિ (ભ.ગી. ૧૫.૧૩). તે, માત્ર સમજવાનો પ્રયાસ કરો. એક મોટું ૭૪૭ વિમાન, પાંચસો, છસો યાત્રીઓને લઈને તરે છે, આકાશમાં કોઈ મુશ્કેલી વગર તરે છે. કેમ? કારણકે વિમાનચાલક છે. યંત્ર નહીં. એવું ના વિચારો કે તે વિશાળકાય મશીન છે; તેથી તે ઊડી રહ્યું છે. ના. વિમાનચાલક છે. યંત્ર પણ છે, પણ ઉડવું યાંત્રિક વ્યવસ્થા પર આધારિત નથી, પણ વિમાનચાલક પર આધારિત છે. શું કોઈ મતભેદ છે? જો વિમાનચાલક ના હોય, આખું યંત્ર તરત જ નીચે પડી જશે. તરત જ. તેવી જ રીતે, ભગવદ ગીતામાં વિધાન, ગામ આવિષ્ય અહમ ઓજસા. કૃષ્ણ વિશાળકાય ગ્રહમાં પ્રવેશે છે. તેઓ... અંડાન્તરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ. તે બ્રહ્મસંહિતામાં કહેલું છે.

એકો અપિ અસૌ રચયિતુમ જગદઅંડ કોટીમ
યછ છક્તિર અસ્તિ જગદ અંડ ચયા યદ અંત:
અંડાન્તરસ્થ પરમાણુ ચયાંતરસ્થમ
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ
(બ્ર.સં. ૫.૩૫)

કૃષ્ણના પદાર્થમાં પ્રવેશ કર્યા વગર, કશું કામ ના કરી શકે. અંડાન્તરસ્થ. આ બ્રહ્માણ્ડમાં, તેઓ ગર્ભોદકશાયી વિષ્ણુ તરીકે છે. તેથી બ્રહ્માણ્ડ અસ્તિત્વમાં છે. અંડાન્તરસ્થ. અને બ્રહ્માણ્ડમાં ઘણા બધા ભૌતિક અસ્તિત્વો છે. આ અણુ પણ. શાસ્ત્ર કહે છે કે દરેક અણુમાં, તેઓ, પરમાત્મા તરીકે, તેઓ દરેક વસ્તુમાં છે. ફક્ત જીવિત શરીરોમાં જ નહીં, પણ તેઓ પરમાણુમાં પણ છે. હવે તે લોકો પરમાણુ શક્તિનો અભ્યાસ કરી રહ્યા છે. છતાં તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. વિભાજન, વિભાજન, વિભાજન. કારણકે તેઓ જોતાં નથી કે ત્યાં ભગવાન છે, કૃષ્ણ છે.

તો કૃષ્ણ વગર, મારા કહેવાનો મતલબ, હાજરી વગર, કશું અસ્તિત્વમાં ના રહી શકે. તેથી, જે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત છે, તે ફક્ત કૃષ્ણને જ જુએ છે. બહારનું આવરણ નહીં. કારણકે કૃષ્ણ વગર કશું જ અસ્તિત્વમાં ના રહી શકે. ચૈતન્ય ચરિતામૃતમાં, તે કહ્યું છે: સ્થાવર જંગમ દેખે બે પ્રકારની વસ્તુઓ હોય છે: ચળ અને અચળ. ચળ મતલબ જંગમ. સ્થાવર જંગમ. અને સ્થાવર મતલબ અચળ. તો બે પ્રકારની વસ્તુઓ છે. તો તમે આ બે પ્રકારની વસ્તુઓ જોઈ શકો છો, અમુક ચળ છે અને અમુક અચળ છે. પણ મહાભાગવત બંને વસ્તુઓને જુએ છે, ચળ અને અચળ, પણ તે ચળ અને અચળને નથી જોતો. તે કૃષ્ણને જુએ છે. કારણકે તે જાણે છે કે ચળ મતલબ જીવનશક્તિ. તો જીવનશક્તિ, તે પણ કૃષ્ણની શક્તિ છે. અને અચળ ભૌતિક છે. તે પણ કૃષ્ણની શક્તિ છે.