GU/Prabhupada 0657 - આ યુગ માટે મંદિર એક માત્ર એકાંત સ્થળ છે
Lecture on BG 6.6-12 -- Los Angeles, February 15, 1969
ભક્ત: "યોગ અભ્યાસ માટે, વ્યક્તિએ એકાંત સ્થળે જવું જોઈએ... (ભ.ગી. ૬.૧૧)."
પ્રભુપાદ: આ નિર્દેશ છે, કેવી રીતે યોગનો અભ્યાસ કરવો. તમાર દેશમાં, યોગ અભ્યાસ બહુ જ લોકપ્રિય છે. ઘણી બધી કહેવાતી યોગની સંસ્થાઓ છે. પણ અહી પરમ ભગવાન દ્વારા નિર્દેશ છે, કેવી રીતે યોગનો અભ્યાસ કરવો. આગળ વધો.
તમાલ કૃષ્ણ: "વ્યક્તિએ એકાંત સ્થળે જવું જોઈએ અને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું જોઈએ, અને પછી તેને એક મૃગત્વચા અને એક મુલાયલ કપડાથી આવરિત કરવું જોઈએ. બેઠક બહુ ઊંચી અથવા બહુ નીચી ના હોવી જોઈએ, અને એક પવિત્ર જગ્યાએ હોવી જોઈએ. યોગીએ પછી ખૂબ જ ટટ્ટાર રીતે બેસવું જોઈએ અને તેના મન અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખીને યોગનો અભ્યાસ કરવો જોઈએ, હ્રદયને શુદ્ધ કરીને અને મનને એક બિંદુ પર કેન્દ્રિત કરીને."
પ્રભુપાદ: પહેલો નિર્દેશ છે કેવી રીતે બેસવું અને ક્યાં બેસવું. બેસવાની મુદ્રા. તમારે એક સ્થળ પસંદ કરવું પડે જ્યારે તમે બેસશો અને યોગ અભ્યાસ કરશો. તે પહેલો નિર્દેશ છે. આગળ વધો.
તમાલ કૃષ્ણ: "તાત્પર્ય: પવિત્ર સ્થળોનો મતલબ છે તીર્થ સ્થળો. ભારતમાં, યોગીઓ, આધ્યાત્મવાદીઓ અથવા ભક્તો ઘર છોડે છે, અને પવિત્ર સ્થળો જેમ કે પ્રયાગ, મથુરા, વૃંદાવન, ઋષિકેશ, હરિદ્વારમાં રહે છે, અને ત્યાં યોગ અભ્યાસ કરે છે."
પ્રભુપાદ: હવે, ધારો કે તમારે એક પવિત્ર સ્થળ શોધવાનું છે. આ યુગમાં, કેટલા લોકો તૈયાર છે એક પવિત્ર સ્થળ શોધવા? તેની આજીવિકા માટે તેણે એક ભીડવાળા શહેરમાં રહેવું પડે છે. પવિત્ર સ્થળનો પ્રશ્ન જ ક્યાં છે? તો જો તમે પવિત્ર સ્થળ ના શોધો, તો તમે યોગનો અભ્યાસ કેવી રીતે કરી શકો? આ પહેલો નિર્દેશ છે. તેથી, આ ભક્તિયોગ પદ્ધતિ, પવિત્ર સ્થળ છે આ મંદિર. તમે અહી રહો, તે નિર્ગુણ છે, તે દિવ્ય છે. વેદિક વિધાન છે કે શહેર રજોગુણનું સ્થાન છે. અને જંગલ સત્વગુણનું સ્થાન છે. અને મંદિર દિવ્ય છે. જો તમે શહેર અથવા નગરમાં રહો, તે રજોગુણનું સ્થળ છે. અને જો તમારે રજોગુણના સ્થળમાં રહેવું ના હોય, તો તમે વનમાં જાઓ. તે સત્વગુણનું સ્થળ છે. પણ મંદિર, એક ભગવાનનું મંદિર, રજોગુણ અને સત્વગુણથી ઉપર છે. તેથી આ યુગ માટે મંદિર એકમાત્ર એકાંત સ્થળ છે. તમે જંગલમાં એકાંત સ્થળે ના જઈ શકો. તે અશક્ય છે. અને જો તમે કહેવાતા વર્ગોમાં યોગ પદ્ધતિનો દેખાડો કરો, અને બધા જ પ્રકારની બકવાસ વસ્તુઓમાં પ્રવૃત્ત થાઓ, તે યોગ પદ્ધતિ નથી. અહી નિર્દેશ છે કેવી રીતે યોગનો અભ્યાસ કરવો. આગળ વધો. હા.
તમાલ કૃષ્ણ: "તેથી, બ્રહન નારદીય પુરાણમાં તે કહ્યું છે કે કલિયુગમાં, વર્તમાન યુગ, જ્યારે લોકો સામાન્ય રીતે ઓછું જીવે છે, આધ્યાત્મિક સાક્ષાત્કારમાં ધીમા છે, અને હમેશા અલગ અલગ ચિંતાઓથી વિચલિત છે, આધ્યાત્મિક સાક્ષાત્કારનું શ્રેષ્ઠ સાધન છે ભગવાનના પવિત્ર નામનો જપ. લડાઈ અને દ્વંદ્વના યુગમાં, મુક્તિનું એક માત્ર સાધન છે ભગવાનના પવિત્ર નામનું કીર્તન. સફળતાનો બીજો કોઈ માર્ગ નથી."
પ્રભુપાદ: હા. તે બ્રહન નારદીય પુરાણમાં નિર્દેશ છે.
- હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ
- કલૌ નાસ્તિ કલૌ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિર અન્યથા
- (ચૈ.ચ. આદિ ૧૭.૨૧)
હરેર નામ, ફક્ત ભગવાનના પવિત્ર નામનો જપ. તે એક માત્ર વિધિ છે આત્મ-સાક્ષાત્કારની અથવા ધ્યાનની. અને બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ બીજો વિકલ્પ નથી, કોઈ બીજો વિકલ્પ નથી. બીજી પદ્ધતિઓ શક્ય નથી. અને તે એટલું સરસ છે કે એક બાળક પણ તેમાં ભાગ લઈ શકે છે. આ સાર્વત્રિક છે. (અંત)