GU/Prabhupada 0671 - આનંદ મતલબ બે - કૃષ્ણ અને તમે
Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969
ભક્ત: "આનું લક્ષણ છે વ્યક્તિની શુદ્ધ મનથી પોતાને જોવાની ક્ષમતા અને આનંદ લેવો..."
પ્રભુપાદ: શુદ્ધ મન. આ શુદ્ધ મન છે. શુદ્ધ મન મતલબ પોતાને સમજવું કે "હું કૃષ્ણનો છું." તે શુદ્ધ મન છે. મન, વર્તમાન સમયે મારૂ મન દૂષિત છે. કેમ? હું વિચારું છું કે હું આનો છું, હું તેનો છું, હું આનો છું. પણ જ્યારે મારૂ મન સ્થિર થશે, "હું કૃષ્ણનો છું." તે મારી પૂર્ણતા છે. હા.
ભક્ત: "... અને પોતાનામાં આનંદિત રહેવું. તે આનંદમય સ્થિતિમાં તે સ્થિર થાય છે...."
પ્રભુપાદ: આ પોતાનામાં આનંદ, તેનો મતલબ, કૃષ્ણ પરમાત્મા છે. યોગ પદ્ધતિ. કે હું વ્યક્તિગત આત્મા છું. જ્યારે હું વિષ્ણુ, પરમાત્મા, સાથે સમાધિમાં છું, તે મારા મનની સ્થિરતા છે. તો પરમાત્મા અને આત્મા, જ્યારે તેઓ આનંદ કરે છે. આનંદ એકલા ના હોઈ શકે. બે વ્યક્તિઓ હોવા જ જોઈએ. શું તમને એકલા આનંદનો કોઈ અનુભવ છે? ના. તો એકલા આનંદ લેવો શક્ય નથી. આનંદ મતલબ બે - કૃષ્ણ અને તમે. આત્મા અને વ્યક્તિગત આત્મા. તે રીત છે. તમે એકલા આનંદ ના કરી શકો, તે તમારી સ્થિતિ નથી. હા, આગળ વધો.
ભક્ત:... વ્યક્તિ અસીમિત દિવ્ય સુખમાં સ્થિત થાય છે, અને દિવ્ય ઇન્દ્રિયોથી પોતાનામાં આનંદ કરે છે. આવી રીતે સ્થાપિત થઈને, વ્યક્તિ સત્યથી ક્યારેય વિમુખ નથી થતો, અને આ મેળવીને, તે વિચારે છે કે આનાથી વધુ મહાન કોઈ લાભ નથી. આ અવસ્થામાં સ્થિત થઈને, વ્યક્તિ ક્યારેય વિચલિત નથી થાઓ, મોટામાં મોટી મુશ્કેલીની મધ્યમાં પણ નહીં. આ...
પ્રભુપાદ: "મોટામાં મોટી મુશ્કેલીમાં. જો તમે આશ્વસ્ત હોવ, કે "હું કૃષ્ણનો અંશ છું," તો ભલે તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલ ઘડી હોય, તે શરણાગતિ છે. તમે જાણો છો કે કૃષ્ણ સુરક્ષા આપશે. તમે તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો, તમે તમારી બુદ્ધિ વાપરો, પણ કૃષ્ણમાં વિશ્વાસ રાખો. બાલસ્ય નેહ પિતરૌ નૃસિંહ (શ્રી.ભા. ૭.૯.૧૯). જો કૃષ્ણ તરછોડે છે, કોઈ બીજો ઉપાય તમને સુરક્ષા પ્રદાન ના કરી શકે. કોઈ બીજો ઉપાય તમને બચાવી ના શકે. એવું ના વિચારો... ધારોકે કોઈ રોગી છે. ઘણા નિષ્ણાત ડોક્ટર તેનો ઈલાજ કરી રહ્યા છે. સારી દવા અપાઈ રહી છે. શું તે તેના જીવનની ખાતરી છે? ના. તે ખાતરી નથી. જો કૃષ્ણ તરછોડે, આ બધા સારા ડોક્ટર અને દવા હોવા છતાં તે મૃત્યુ પામશે. અને જો કૃષ્ણ તેને સુરક્ષા આપશે, ભલેને કોઈ નિષ્ણાત સારવાર ના હોય, તે બચી જશે. તો જે વ્યક્તિ કૃષ્ણમાં સ્થિર છે, પૂર્ણ રીતે શરણાગત... અને શરણાગતિનો એક મુદ્દો છે કે કૃષ્ણ મારી રક્ષા કરશે. પછી તમે ખુશ છો. જેમ કે એક બાળક. તે પૂર્ણ રીતે માતપિતાને શરણાગત છે અને તેને વિશ્વાસ છે કે "મારા પિતા અહિયાં છે, મારી માતા અહિયાં છે." તો તે ખુશ છે. કદાહમ ઐકાંતિક નિત્ય કિંકર: (સ્તોત્ર રત્ન ૪૩/ચૈ.ચ. મધ્ય ૧.૨૦૬). જો તમે જાણો કે કોઈ વ્યક્તિ છે જે મારા આશ્રય છે, મારા તારણહાર છે, તમે ખુશ નહીં રહો? પણ જો તમે બધી જ વસ્તુ પોતાની રીતે કરો, તમારી જવાબદારીએ, તમે ખુશ રહેશો? તેવી જ રીતે, જો તમે કૃષ્ણ ભાવનામૃતમાં આશ્વસ્ત છો, કે "કૃષ્ણ મને સુરક્ષા આપશે" અને જો તમે કૃષ્ણ પ્રતિ સાચા છો, તે સુખનું ધોરણ છે. તમે બીજી કોઈ રીતે સુખી ના રહી શકો. તે શક્ય નથી. એકો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩).
તે હકીકત છે. તમારી વિદ્રોહની સ્થિતિમાં પણ કૃષ્ણ તમને સુરક્ષા આપે છે. કૃષ્ણની સુરક્ષા વગર તમે એક સેકંડ પણ જીવી ના શકો. તેઓ તેટલા દયાળુ છે. પણ જ્યારે તમે સ્વીકાર કરો, જ્યારે તમે જાણો, ત્યારે તમે સુખી થાઓ છો. હવે કૃષ્ણ તમને સુરક્ષા આપે છે પણ તમે જાણતા નથી કારણકે તમે તમારા જીવનને પોતાના જોખમે લઈ લીધું છે. તેથી તેઓ તમને સ્વતંત્રતા આપે છે, "ઠીક છે, જેવુ તને ઠીક લાગે તે તું કાર. જ્યાં સુધી શક્ય છે હું તને સુરક્ષા આપીશ." પણ જ્યારે તમે પૂર્ણપણે શરણાગત થાઓ છો, આખો ભાર કૃષ્ણ પર છે. તે વિશેષ છે. તે વિશેષ સુરક્ષા છે. જેમ કે એક પિતા. એક બાળક જે મોટો થઈ ગયેલો છે તે પિતાની પરવાહ નથી કરતો, તે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. પિતા શું કરી શકે? "ઠીક છે, જે કરવું હોય તે કર." પણ બાળક જે પૂર્ણપણે પિતાની સુરક્ષા હેઠળ છે, તે વિશેષ કાળજી રાખે છે.
તે ભગવદ ગીતામાં કહેલું છે તમે જોશો: સમો અહમ સર્વ ભૂતેશુ (ભ.ગી. ૯.૨૯) "હું બધા પ્રત્યે એક સમાન છું." ન મે દ્વેષ્ય: "કોઈ મારો શત્રુ નથી." કેવી રીતે તેઓ શત્રુતા કરી શકે? દરેક વ્યક્તિ કૃષ્ણની સંતાન છે. તે કેવી રીતે કૃષ્ણનો શત્રુ બની શકે? તે પુત્ર છે. તે શક્ય નથી. તેઓ દરેકના મિત્ર છે. પણ આપણે તેમની મિત્રતાનો લાભ ઉઠાવીએ છીએ. તે આપણો રોગ છે. તે આપણો રોગ છે. તે દરેક વ્યક્તિના મિત્ર છે. સમો અહમ સર્વ ભૂતેશુ. પણ જે વ્યક્તિ જાણે છે, તે સમજી શકે છે કે "કૃષ્ણ મને આ રીતે સુરક્ષા આપી રહ્યા છે." આ સુખી થવાનો માર્ગ છે. આગળ વધો.