GU/Prabhupada 0676 - મન દ્વારા નિયંત્રિત હોવું મતલબ ઇન્દ્રિયો દ્વારા નિયંત્રિત હોવું



Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969

વિષ્ણુજન: શ્લોક છવ્વીસ: "જેમાથી પણ અને જ્યાથી પણ મન ભટકતું હોય તેના વિચલિત અને અશાંત સ્વભાવને કારણે, વ્યક્તિએ ચોક્કસપણે તેને પાછું ખેંચવું જોઈએ અને તેને આત્માના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ (ભ.ગી. ૬.૨૬)."

પ્રભુપાદ: આ વિધિ છે. આ યોગ પદ્ધતિ છે. ધારોકે તમે તમારા મનને કૃષ્ણમાં કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો છો, અને તમારું મન વિચલિત છે, બીજે કશે જાય છે, કોઈ સિનેમાઘરમાં. તો તમારે પાછું ખેંચવું જોઈએ, "ત્યાં નહીં, કૃપા કરીને, અહિયાં." આ યોગનો અભ્યાસ છે. મનને કૃષ્ણની દૂર જવા દેવું નહીં. જો તમે કરી શકો, ફક્ત આનો અભ્યાસ કરો. કૃષ્ણને તમારા મનથી દૂર જવા ન દો. અને કારણકે આપણે આપણું મન સ્થિર નથી કરી શકતા, એક જગ્યાએ બેસીને, કૃષ્ણમાં... તેને ઉચ્ચ પ્રશિક્ષણની જરૂર છે. એક જગ્યાએ બેસવું, અને હમેશા કૃષ્ણમાં સ્થિર રાખવું, મનને, તે બહુ સરળ કાર્ય નથી. જે વ્યક્તિ તેના માટે અભ્યાસુ નથી, જે ફક્ત અનુકરણ કરે છે, તો પછી તે ગૂંચવાઈ જાય છે. આપણે હમેશા પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવૃત્ત રાખવા પડે. આપણે જે કઈ પણ કરીએ તે કૃષ્ણ સાથે બંધબેસતું હોવું જ જોઈએ. આપણા રોજિંદા કાર્યો તે રીતે ઘડાવા જોઈએ, કે બધુ જ કૃષ્ણ માટે જ થવું જોઈએ. પછી તમારું મન કૃષ્ણમાં સ્થિર થાય છે. કૃત્રિમ રીતે જ્યારે તમે ઉન્નત નથી જો તમે તમારું મન કૃષ્ણમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરો, તે યોગ પદ્ધતિની અહી ભલામણ કરેલી છે, કે તમારે આ રીતે બેસવું પડે, ટટ્ટાર, તમારે તમારી આંખોની દ્રષ્ટિને નાકની ટોચ પર કેન્દ્રિત કરવી પડે, એક એકાંત પવિત્ર જગ્યામાં... પણ આ અવસરો ક્યાં છે? વર્તમાન સમયમાં, આ સુવિધાઓનો અવસર ક્યાં છે?

તેથી આ એક જ પદ્ધતિ છે. કે તમે મોટેથી જપ (કીર્તન) કરો અને સાંભળો. હરે કૃષ્ણ. જો તમારું મન બીજી વસ્તુઓમાં છે તો તે "કૃષ્ણ" ના શબ્દ ધ્વનિ પર કેન્દ્રિત થવા માટે મજબૂર થશે. તમારે તમારા મનને બીજી વસ્તુઓમાથી કાઢવાની જરૂર નથી, આપમેળે તે નીકળી જશે કારણકે ધ્વનિ છે. (બાજુમાં જતી ગાડીનો ધ્વનિ) જેમ કે મોટર ગાડીનો ધ્વનિ આવી રહ્યો છે. આપમેળે તમારું ધ્યાન ત્યાં જાય છે. તેવી જ રીતે જો આપણે કૃષ્ણનો જપ કરીશું, તો આપમેળે મારૂ મન સ્થિર થશે. નહિતો મને મારા મનને બીજી ઘણી બધી વસ્તુઓમાં સ્થિર કરવાની આદત છે. તો યોગ પદ્ધતિ મતલબ મનને પાછું ખેંચવું અને ફરીથી કૃષ્ણમાં સ્થિર કરવું. તો આ જપ આપણને તે યોગ પદ્ધતિમાં આપમેળે મદદ કરશે. આગળ વધો.

વિષ્ણુજન: "તાત્પર્ય: મનનો સ્વભાવ વિચલિત અને અશાંત છે. પણ એક આત્મ-સાક્ષાત્કારી યોગીએ મનનું નિયંત્રણ કરવું પડે; મન તેનું નિયંત્રણ કરતું ના હોવું જોઈએ."

પ્રભુપાદ: હા. તે યોગ પદ્ધતિ છે. વર્તમાન સમયે મન આપણને નિયંત્રિત કરે છે, ગો-દાસ. મન મને નિર્દેશ આપે છે કે, "કૃપા કરીને, કેમ પેલી સુંદર છોકરીને જોતો નથી," અને હું જાઉં છું અને... "કેમ પેલું સરસ દારૂ નથી પીતો?" "હા." "કેમ આ સરસ સિગારેટ નથી પીતો?" "હા." "કેમ પેલી સરસ હોટેલ પર નથી જતો?" "આ કેમ નથી કરતો?" ઘણી બધી વસ્તુઓનો નિર્દેશ કરે છે, અને આપણે પાલન કરીએ છીએ. તો વર્તમાન સ્તર છે... હું મનથી નિયંત્રિત છું. ભૌતિક જીવન મતલબ વ્યક્તિ મનથી અથવા ઇન્દ્રિયોથી નિયંત્રિત છે. મન બધી ઇન્દ્રિયોનું કેન્દ્ર છે. તો મનથી નિયંત્રિત થવું મતલબ ઇન્દ્રિયોથી નિયંત્રિત થવું. ઇન્દ્રિયો આધીન સેવક છે સ્વામી, મન, ની. સ્વામી મન નિર્દેશ કરે છે, "જાઓ અને તે જુઓ." મારી આંખો જુએ છે. તેથી મારી આંખો, આંખની ઇન્દ્રિય મનના નિર્દેશ હેઠળ છે. મારા પગ પણ. તેથી મારૂ ઇન્દ્રિય અંગ, પગ, મનના નિર્દેશન હેઠળ છે. તો મનના નિર્દેશન હેઠળ હોવું મતલબ ઇન્દ્રિયોના નિર્દેશન હેઠળ હોવું. તો જો તમે મનને નિયંત્રિત કરશો તો તમે ઇન્દ્રિયોના નિયંત્રણ હેઠળ નહીં રહો.