GU/Prabhupada 0678 - એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હમેશા સમાધિમાં હોય છે
Lecture on BG 6.25-29 -- Los Angeles, February 18, 1969
વિષ્ણુજન: શ્લોક ૨૭: "યોગી કે જેનું મન મારામાં સ્થિર છે તે ખરેખર સર્વોચ્ચ સુખને પામે છે. તેની બ્રહ્મ ઓળખને કારણે, તે મુક્ત છે, તેનું મન શાંત છે, તેનો આવેગ શાંત છે, અને તે પાપમાથી મુક્ત છે (ભ.ગી. ૬.૨૭)."
અઠાવીસ: "આત્મામાં સ્થિર, બધા જ ભૌતિક દૂષણોથી મુક્ત થઈને, યોગી સુખનું સર્વોચ્ચ સિદ્ધ સ્તર મેળવે છે, પરમ ચેતનાના સંપર્કમાં (ભ.ગી. ૬.૨૮)"
પ્રભુપાદ: તો અહી તે પૂર્ણતા છે, "યોગી કે જેનું મન મારામાં સ્થિર છે." મારામાં મતલબ કૃષ્ણ. કૃષ્ણ બોલી રહ્યા છે. જો હું બોલી રહ્યો છું, "મને એક પાણીનો પ્યાલો આપો." તેનો મતલબ એવું નથી કે પાણી બીજા કોઈને આપવું જોઈએ. તેવી જ રીતે, ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવી રહી છે અને તેઓ કહે છે "મને". "મને" મતલબ કૃષ્ણ. આ સ્પષ્ટ સમજ છે. પણ ઘણા ટીકાકારો છે, તેઓ કૃષ્ણથી વિચલિત થાય છે. હું જાણતો નથી કેમ. તે તેમનો અધમ સ્વાર્થ છે. ના. "મને" મતલબ કૃષ્ણ. તો કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ હમેશા યોગસમાધિમાં હોય છે. આગળ વધો.