GU/Prabhupada 0682 - ભગવાન મારા આજ્ઞાકારી નથી



Lecture on BG 6.30-34 -- Los Angeles, February 19, 1969

વિષ્ણુજન: "તે આત્મ-સાક્ષાત્કાર પછીનું સ્તર છે, જ્યાં ભક્ત કૃષ્ણ સાથે એક બની જાય છે એવા અર્થમાં કે કૃષ્ણ ભક્ત માટે સર્વસ્વ બની જાય છે, અને ભક્ત કૃષ્ણના પ્રેમમાં પૂર્ણ બની જાય છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો ઘનિષ્ઠ સંબંધ પછી રહે છે. તે સ્તર પર એવો કોઈ અવકાશ નથી કે જીવનો વિનાશ થાય, કે નથી તે અવકાશ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ક્યારેય ભક્તની દ્રષ્ટિથી દૂર થાય."

પ્રભુપાદ: કેવી રીતે તેઓ દ્રષ્ટિની બહાર જઈ શકે? તે કૃષ્ણમાં દરેક વસ્તુ જોઈ રહ્યો છે અને દરેક વસ્તુમાં કૃષ્ણને જોઈ રહ્યો છે. કૃષ્ણમાં દરેક વસ્તુ અને દરેક વસ્તુમાં કૃષ્ણ. તો તે કૃષ્ણને દ્રષ્ટિથી દૂર કેવી રીતે કરી શકે? હા.

વિષ્ણુજન: "કૃષ્ણમાં એક થવું આધ્યાત્મિક વિનાશ છે. ભક્ત આવું કોઈ જોખમ નથી લેતો. બ્રહ્મસંહિતામાં કહેલું છે: 'હું આદિ ભગવાન, ગોવિંદની પૂજા કરું છું, જે હમેશા ભક્ત દ્વારા જોવામાં આવે છે જેમની આંખો પ્રેમના આંજણથી યુક્ત છે. તેઓ તેમના શાશ્વત રૂપ, શ્યામસુંદર, માં ભક્તના હ્રદયમાં વિરાજમાન છે."

પ્રભુપાદ: શ્યામસુંદર, આ છે શ્યામસુંદર, તે કર્તમસી. શ્યામસુંદર.

પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન
સંત: સદૈવ હ્રદયેશ વિલોકયંતી
યમ શ્યામસુંદરમ અચિંત્ય ગુણ સ્વરુપમ
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ
(બ્ર.સં. ૫.૩૮)

તો જે વ્યક્તિએ આ કૃષ્ણપ્રેમ વિકસિત કર્યો છે, તે શ્યામસુંદરને જુએ છે, કર્તમસી, હમેશા તેના હ્રદયમાં. તે યોગની સિદ્ધિ છે. કર્તમસી, મે તે નામ આપ્યું છે, અવશ્ય. તે શ્યામસુંદર છે, હા. ઠીક છે, પછી? પછીનો ફકરો.

વિષ્ણુજન: "આ સ્તર પર, ભગવાન કૃષ્ણ ભક્તની દ્રષ્ટિથી ક્યારેય ઓઝલ નથી થતાં, કે નથી ભક્ત ભગવાનની દ્રષ્ટિથી ઓઝલ થતો. યોગી કે જે ભગવાનને પરમહંસ તરીકે હ્રદયમાં જુએ છે, તે જ વસ્તુ લાગુ પડે છે. આવો યોગી એક શુદ્ધ ભક્તમાં પરિવર્તિત થાય છે અને પોતાનામાં ભગવાનને એક ક્ષણ માટે પણ જોયા વગર જીવી નથી શકતો."

પ્રભુપાદ: બસ. આ છે ભગવાનને જોવાની વિધિ. (હસે છે) નહિતો, ભગવાન મારા આજ્ઞાકારી નથી, "કૃપા કરીને આવો અને હું જોઈશ." તમારે ભગવાનને દરેક ક્ષણે, દરેક જગ્યાએ, જોવા માટે પોતાને યોગ્ય બનાવવા પડે. અને આ યોગ્યતા સરળ છે. તે બહુ મુશ્કેલ નથી.

વિષ્ણુજન: "યોગી જે જાણે છે કે હું અને... યોગી જે જાણે છે કે હું અને દરેક જીવોમાં પરમાત્મા એક છે, મારી પૂજા કરે છે અને હમેશા દરેક સંજોગોમાં મારામાં રહે છે."

પ્રભુપાદ: હમ્મ. તાત્પર્ય છે, આગળ વધો.

વિષ્ણુજન: તાત્પર્ય: "એક યોગી કે જે પોતાનામાં પરમાત્માના ધ્યાનનો અભ્યાસ કરે છે, આ કૃષ્ણના પૂર્ણ વિસ્તાર, વિષ્ણુ, ને જુએ છે - ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત."

પ્રભુપાદ: આ ચિત્ર, વિષ્ણુ ચિત્ર. તે યોગીઓના ધ્યાનનું કેન્દ્ર છે. તે વાસ્તવિક યોગ છે. અને આ વિષ્ણુ પ્રાકટ્ય છે કૃષ્ણના પૂર્ણ અંશ. બ્રહ્મસંહિતામાં તે કહ્યું છે

ય: કારણર્ણવજલે ભજતિ સ્મ યોગ
નિદ્રામ અનંત જગદંડ સરોમ કૂપ:
વિષ્ણુર મહાન સ ઈહ યસ્ય કલા વિશેષો
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ
(બ્ર.સં. ૫.૪૭)

"હું ગોવિંદની પૂજા કરું છું, આદિ ભગવાન." ગોવિંદમ આદિ-પુરુષમ. પુરુષમ મતલબ ભગવાન પુરુષ છે, ભોક્તા, આદિ, મૂળ. ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. અને તે ગોવિંદ કોણ છે? જેમના ફક્ત એક પૂર્ણ અંશ છે મહા વિષ્ણુ. અને મહા વિષ્ણુનું કાર્ય શું છે? યસ્યૈક નીશ્વસિત કાલમ અથાવલંબ્ય જીવંતી લોમ વિલજા જગદંડ નાથા: (બ્ર.સં. ૫.૪૮). દરેક બ્રહ્માણ્ડમાં એક મુખ્ય જીવ છે જેને બ્રહ્મા કહેવાય છે. બ્રહ્મા દરેક બ્રહ્માણ્ડમાં મૂળ વ્યક્તિ છે. તો બ્રહ્માનું જીવન, અથવા એક બ્રહ્માણ્ડનું જીવન, મહાવિષ્ણુના શ્વાસકાળ જેટલું જ હોય છે. મહાવિષ્ણુ કારણ સમુદ્રમાં વિશ્રામ કરે છે અને જ્યારે તેઓ ઉચ્છવાસ કરે છે, લાખો બ્રહ્માણ્ડો બહાર આવે છે પરપોટાની જેમ અને તે ફરીથી વિકસિત થાય છે. અને જ્યારે તેઓ શ્વાસ અંદર લે છે, લાખો બ્રહમાંડો તેમની અંદર પ્રવેશ કરે છે. તો તે આ ભૌતિક જગતની સ્થિતિ છે. તે બહાર આવે છે અને ફરીથી અંદર જાય છે. ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯). ભગવદ ગીતામાં તે પણ કહ્યું છે, કે આ ભૌતિક બ્રહમાંડોની રચના થઈ રહી છે એક ચોક્કસ અવધિ પર અને ફરીથી વિનાશ થઈ રહ્યો છે. હવે આ રચના અને વિનાશ આધાર રાખે છે મહાવિષ્ણુના શ્વાસોછ્વાસ પર. જરા વિચારો કે તે મહાવિષ્ણુની ક્ષમતા શું હશે.

પણ તે મહાવિષ્ણુ, અહી કહ્યું છે: યસ્યૈક નીશ્વસિત કાલમ અથાવલંબ્ય જીવંતી લોમ વિલજા જગદંડ નાથા: વિષ્ણુર મહાન સ ઈહ યસ્ય કલા વિશેષ: (બ્ર.સં. ૫.૪૮). આ મહાવિષ્ણુ કૃષ્ણના પૂર્ણ અંશના પૂર્ણ અંશ છે. કૃષ્ણ મૂળ છે. ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. તો આ મહાવિષ્ણુ ફરીથી પ્રવેશ કરે છે દરેક બ્રહ્માણ્ડમાં ગર્ભોદકશાયી વિષ્ણુ તરીકે. અને ગર્ભોદકશાયી વિષ્ણુમાથી ક્ષિરોદકશાયી વિષ્ણુ છે. તે ક્ષીરોદકશાયી વિષ્ણુ દરેક જીવના હ્રદયમાં પ્રવેશ કરે છે. આ રીતે વિષ્ણુ પ્રાકટ્ય આખી રચનામાં છે. તો યોગીઓના મનનું કેન્દ્ર આ વિષ્ણુ રૂપ છે, તે અહી સમજાવેલું છે. તે વિષ્ણુ, જે સર્વ-વ્યાપક છે. જે છે ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧) ભગવદ ગીતામાં તમે જોશો, કે મહાવિષ્ણુ, કે ક્ષીરોદકશાયી વિષ્ણુ, દરેક જીવના હ્રદયમાં વિરાજમાન છે. હવે યોગીએ તે શોધવાનું છે કે તેઓ ક્યાં બેઠેલા છે અને આ મનને ત્યાં કેન્દ્રિત કરવાનું. તે યોગ પદ્ધતિ છે. આગળ વધો. "યોગને જાણ હોવી જોઈએ," આગળ વધો.

વિષ્ણુજન: "યોગીને જ્ઞાન હોવું જોઈએ કે વિષ્ણુ કૃષ્ણથી અલગ નથી."

પ્રભુપાદ: હા.