GU/Prabhupada 0692 - યોગ પદ્ધતિઓનું સર્વોચ્ચ સ્તર છે ભક્તિયોગ



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

ભક્ત: "એક યોગી એક વૈરાગી, એક અનુભવશાસ્ત્રી અને એક સકામ કર્મી કરતાં વધુ મહાન છે. તેથી, હે અર્જુન, બધી જ પરિસ્થિતિઓમાં, એક યોગી બન (ભ.ગી. ૬.૪૬)."

પ્રભુપાદ: યોગી, તે જીવનની સર્વોચ્ચ પૂર્ણ ભૌતિક સ્થિતિ છે. આ ભૌતિક જગતમાં જીવનના વિભિન્ન સ્તર છે, પણ જો વ્યક્તિ પોતાને યોગ સિદ્ધાંતમાં સ્થાપિત કરે છે, ખાસ કરીને આ ભક્તિયોગ સિદ્ધાંતમાં, તેનો મતલબ તે જીવનના સૌથી પૂર્ણ સ્તર પર જીવી રહ્યો છે. તો કૃષ્ણ અર્જુનને ભલામણ કરે છે, "મારા પ્રિય મિત્ર અર્જુન, બધા જ સંજોગોમાં, એક યોગી બન, એક યોગી બનીને રહે." હા, આગળ વધો.

ભક્ત: "અને બધા જ યોગીઓમાં, જે વ્યક્તિ હમેશા મારામાં મહાન શ્રદ્ધાથી સ્થિત છે, દિવ્ય પ્રેમમય સેવાથી મારી પૂજા કરતો, તે યોગમાં મારી સાથે સૌથી વધુ ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે અને તે બધામાં શ્રેષ્ઠ છે."

પ્રભુપાદ: હવે, અહી તે સ્પષ્ટપણે કહેલું છે કે બધા જ યોગીઓમાં - વિભિન્ન પ્રકારના યોગીઓ હોય છે. અષ્ટાંગયોગી, હઠયોગી, જ્ઞાનયોગી, કર્મયોગી, ભક્તિયોગી. તો ભક્તિયોગ તે યોગ સિદ્ધાંતોનું શ્રેષ્ઠ સ્તર છે. તો કૃષ્ણ અહી કહે છે, "અને બધા યોગીઓમાં." વિભિન્ન પ્રકારના યોગીઓ હોય છે. "બધા યોગીઓમાં, જે હમેશા મારામાં રહે છે," - કૃષ્ણમાં. મારામાં મતલબ, કૃષ્ણ કહે છે "મારામાં." તેનો મતલબ જે વ્યક્તિ હમેશા કૃષ્ણ ભાવનામૃતમાં રહે છે. "મહાન શ્રદ્ધા સાથે મારામાં રહે છે, અને દિવ્ય પ્રેમમય સેવાથી મારી પૂજા કરે છે, તે યોગમાં મારી સાથે સૌથી ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે, અને તે બધામાં શ્રેષ્ઠ છે." તે આ અધ્યાયની મુખ્ય શિક્ષા છે, સાંખ્યયોગ, કે જો તમારે સર્વોચ્ચ સ્તરનું સિદ્ધ યોગી બનવું હોય, તો પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં રાખો અને તમે પ્રથમ વર્ગના યોગી બનો છો. આગળ વધો.

ભક્ત: "તાત્પર્ય: "સંસ્કૃત શબ્દ, ભજતે, તે અહી મહત્વપૂર્ણ છે."

પ્રભુપાદ: આ શબ્દ ભજતે મૂળ સંસ્કૃત શ્લોકમાં આવે છે,

યોગીનામ અપિ સર્વેશામ
મદ ગતેનાંતર આત્મના
શ્રદ્ધાવાન ભજતે યો મામ
સ મે યુક્તતમો મત:
(ભ.ગી. ૬.૪૭)

આ ભજતે, આ ભજતે, આ શબ્દ, સંસ્કૃત શબ્દ, તે ભજ મૂળમાથી આવે છે, ભજ-ધાતુ. તે ક્રિયાપદ છે, ભજ-ધાતુ. ભજ મતલબ સેવા આપવી. ભજ. તો આ શબ્દનો આ શ્લોકમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, ભજ-ધાતુ. તેનો મતલબ જે ભક્ત છે. જ્યાં સુધી તે ભક્ત ના હોય કોણ કૃષ્ણની સેવા કરે છે? ધારોકે તમે અહી સેવા આપો છો. કેમ? તમે કોઈ પણ જગ્યાએ સેવા આપી શકો છો, તમને મહિને એક હજાર અથવા બે હજાર ડોલર મળે. પણ તમે અહી આવો છો અને કોઈ પણ મહેનતાણા વગર સેવા આપો છો. શા માટે? કૃષ્ણના પ્રેમને કારણે. તેથી આ ભજ, આ સેવા, પ્રેમમય સેવા, તે ભગવાનના પ્રેમ પર આધારિત છે. નહિતો વ્યક્તિએ કોઈ કારણ વગર તેનો સમય કેમ બગાડવો જોઈએ? અહી આ વિદ્યાર્થીઓ, તેઓ ઘણી બધી વસ્તુઓમાં પ્રવૃત્ત છે. કોઈ માળીનું કામ કરે છે, કોઈ લખે છે, કોઈ રાંધે છે, કોઈ બીજું કઈ કરે છે, કઈ પણ. પણ તે કૃષ્ણના સંબંધે છે. તેથી કૃષ્ણ ભાવનામૃત રહે છે, હમેશા, ચોવીસ કલાક. તે સર્વોચ્ચ પ્રકારનો યોગ છે. યોગ મતલબ તમારી ચેતનાને વિષ્ણુ અથવા કૃષ્ણ, પરમ ભગવાન, સાથે રાખવી. તે યોગની સિદ્ધિ છે. અહી તે આપમેળે છે - એક બાળક પણ તે કરી શકે છે. બાળક આવે છે તેની માતા સાથે અને પ્રણામ કરે છે, "કૃષ્ણ, હું પ્રણામ કરું છું." તો તે પણ કૃષ્ણ ભાવનાભાવિત છે. એક નાનો બાળક, તે તાળી વગાડે છે. શા માટે? "હે કૃષ્ણ." તો કોઈ પણ રીતે, દરેક વ્યક્તિ હમેશા કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ ભાવનામૃતમાં રહેતા. અહી એક બાળક પણ સિદ્ધ યોગી છે. તે આપણી બડાઈ નથી. તે અધિકૃત શાસ્ત્ર જેમ કે ભગવદ ગીતામાં કહેલું છે. આપણે નથી કહેતા કે આપણે આ શબ્દો આપણી બડાઈ માટે બનાવેલા છે. ના, તે હકીકત છે. આ મંદિરમાં એક બાળક પણ યોગ પદ્ધતિના સર્વોચ્ચ સ્તર પર રહી શકે છે. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનની તે સર્વોચ્ચ ભેટ છે. આગળ વધો.