GU/Prabhupada 0694 - ફરીથી તે સેવાભાવમાં સ્થિત થવું. તે પૂર્ણ ઈલાજ છે



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

ભક્ત: "આનું પાલન ના કરવાથી, તે પતન પામે છે. ભાગવતમ આની આ રીતે પુષ્ટિ કરે છે: 'જે પણ વ્યક્તિ સેવા નથી કરતો અને તેના આદિ ભગવાન પ્રતિ કર્તવ્યની અવગણના કરે છે, જે દરેક જીવોના સ્ત્રોત છે, તે ચોક્કસપણે તેની બંધારણીય સ્થિતિથી નીચે પતન પામે છે."

પ્રભુપાદ: હા.

ય એશામ પુરુષમ સાક્ષાદ
આત્મ-પ્રભવમ ઈશ્વરમ
ન ભજન્તિ અવજાનંતી
સ્થાનાદ ભ્રષ્ટા: પતંતી અધ:
(શ્રી.ભા. ૧૧.૫.૩)

આ પણ બહુ જ સરસ ઉદાહરણ છે. ભાગવત કહે છે કે આપણે બધા પરમ ભગવાનના અંશ છીએ. જો આપણે પરમ ભગવાનની સેવા નહીં કરીએ, તો આપણે આપણા ચોક્કસ સ્થાનેથી નીચે પતન પામી છીએ. તે શું છે? તે જ ઉદાહરણ આપી શકાય છે, કે આ આંગળી, જો તે રોગી થાય અને આખા શરીરની સેવા ના કરી શકે, તો તે ફક્ત પીડા આપે છે. અંશનું બીજું પાસું - સમજવાનો પ્રયત્ન કરો. જો અંશ અથવા ભાગ નિયમિત રીતે સેવા ના આપી શકે, તેનો મતલબ તે કષ્ટદાયી છે. તો જે પણ વ્યક્તિ પરમ ભગવાનની સેવા નથી કરતો, તે ફક્ત પરમ ભગવાનને પીડા આપે છે. તે ફક્ત પીડા આપે છે. તેથી તેણે સહન કરવું પડે. જેમ કે કોઈ માણસ જે રાજ્યના કાયદાનું પાલન નથી કરતો, તે ફક્ત સરકારને પીડા આપે છે અને તે અપરાધી બનવા પાત્ર છે. તે વિચારી શકે છે કે "હું બહુ જ સારો માણસ છું" પણ કારણકે તે રાજ્યના કાયદાઓનું ઉલ્લંઘન કરે છે, તે ફક્ત સરકારને પીડા આપે છે. આ સરળ છે.

તો જે પણ વ્યક્તિ સેવા નથી આપતો, જે પણ જીવ ભગવાનની સેવા નથી કરતો, તે પીડા આપે છે. કારણકે તે પીડા આપે છે, તેથી કૃષ્ણ આવે છે. તેઓ (ભગવાન) પીડા અનુભવે છે. તે પાપમય છે, જો આપણે પીડા આપીએ. તે જ ઉદાહરણ. સ્થાનાદ ભ્રષ્ટા: પતંતી અધ: અને એક વસ્તુ છે બહુ જ પીડાકારક... જેમ કે સરકાર આ બધા પીડાકારક નાગરિકોને જેલમાં રાખે છે. ભેગા કરીને. "તમે અહી રહો, તમે બધા અર્થહીન, તમે અપરાધીઓ. અહી રહો. ખુલ્લી જગ્યાએ રહો નહીં." તેવી જ રીતે આ બધા અપરાધીઓ જેમણે ભગવાનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેમણે ફક્ત ભગવાનને પીડા આપી છે, તે લોકોને આ ભૌતિક જગતમાં મૂકવામાં આવે છે. આ બધા. અને, સ્થાનાદ ભ્રષ્ટા: પતંતી અધ:, તે ચોક્કસ જગ્યાથી નીચે પતન પામે છે. જેમ કે તે જ ઉદાહરણ, જો તમારી આંગળી ફક્ત કષ્ટદાયી જ હોય, અને ડોક્ટર સલાહ આપે છે, "ઓહ, શ્રીમાન, તમારી આંગળીને હવે કાપવી પડશે. નહિતો તે આખા શરીરને દૂષિત કરી દેશે." તો સ્થાનાદ ભ્રષ્ટા:, તે ચોક્કસ જગ્યાએથી પતન પામે છે.

તો આપણે પતન પામેલા છીએ. ભગવદ ભાવનામૃતના સિદ્ધાંતોની સામે વિદ્રોહ કરીને, આપણે પતન પામેલા છીએ. તો જો આપણને આપણી મૂળ સ્થિતિ પાછી મેળવવી હોય, આપણે ફરીથી આ સેવાભાવમાં સ્થિત થવું પડે. તે પૂર્ણ ઈલાજ છે. નહિતો આપણે પીડા ભોગવવી પડશે, અને ભગવાન આપણા કારણે પીડા ભોગવશે. જેમ કે જો તમારો પુત્ર સારો નથી, તમે પીડાઓ છો અને પુત્ર પીડાય છે. તેવી જ રીતે, આપણે ભગવાનના પુત્રો છીએ. તો જ્યારે આપણે પીડા ભોગવીએ છીએ, ભગવાન પણ પીડા ભોગવે છે. શ્રેષ્ઠ વસ્તુ છે આપણી મૂળ કૃષ્ણ ભાવના પ્રાપ્ત કરવી અને ભગવાનની સેવામાં પ્રવૃત્ત થવું. તે સ્વાભાવિક જીવન છે, અને તે આધ્યાત્મિક આકાશ અથવા ગોલોક વૃંદાવનમાં જ શક્ય છે. આગળ વધો.