GU/Prabhupada 0708 - માછલીના જીવન અને મારા જીવન વચ્ચેનો ફરક
Lecture on SB 3.26.32 -- Bombay, January 9, 1975
કારણકે હું આત્મા છું, મારે આ ભૌતિક વાતાવરણ સાથે કોઈ લેવા દેવા નથી. અસંગો અયમ પુરુષ: આ આત્માને કોઈ લેવા દેવા નથી. તેના ભૌતિક સંગને કારણે, વિભિન્ન, વિભિન્ન પદ્ધતિઓથી, આપણે, મારો કહેવાનો અર્થ, આપણે શરીર, ભૌતિક શરીર વિકસિત કર્યું છે, અને હવે આપણે... તે ફસાયેલું છે. જેમ કે એક માછલી જાળીમાં ફસાઈ જાય છે, તેવી જ રીતે ,આપણે, આપણે જીવો આપણે ફસાયેલા છીએ આ ભૌતિક ઘટકોની બનેલી જાળીમાં. તો બહુ જ મુશ્કેલ પરિસ્થિતી. જેમ કે એક માછલી એક માછીમારની જાળીમાં ફસાયેલી, અથવા માયાની, તેવી જ રીતે, આપણે ભૌતિક પ્રકૃતિથી રચાયેલી આ જાળીમાં ફસાયેલા છીએ. પ્રકૃતે: ક્રિયમાણાની ગૂણે: કર્માણી સર્વશ: (ભ.ગી. ૩.૨૭). કારણકે આપણે ભૌતિક પ્રકૃતિના ચોક્કસ ગુણનો સંગ કર્યો છે, તો હવે આપણે ફસાયેલા છીએ. જેમ કે માછલી ફસાયેલી હોય છે, તેવી જ રીતે, આપણે ફસાયેલા છીએ. આ ભૌતિક જગત એક મોટા મહાસાગર, ભવાર્ણવ, જેવુ છે. આર્ણવ મતલબ મહાસાગર, અને ભવ મતલબ પરિસ્થિતી જ્યાં જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન થાય છે. આને ભવાર્ણવ કહેવાય છે. અનાદિ કરમ ફલે પદી ભવાર્ણવ જલે. અનાદિ કર્મ ફલે: "રચના પહેલા મારે મારા કર્મોના ફળો હતા, અને એક યા બીજી રીતે, હું આ ભવાર્ણવના મહાસાગરમાં પડી ગયેલો છું, જન્મ અને મૃત્યુનું પુનરાવર્તન." તો માછલીની જેમ, ફસાયેલો, તે અસ્તિત્વ માટે સંઘર્ષ કરતો, કેવી રીતે જાળીમાથી બહાર આવવું... તે શાંત નથી. તમે જોશો, જેવી તે જાળીમાં ફસાય છે, "ફટ! ફટ! ફટ! ફટ! ફટ!" તેને બહાર આવવું છે. તો તે અસ્તિત્વનો સંઘર્ષ છે, કેવી રીતે બહાર આવવું. આપણે જાણતા નથી.
તો આમાથી બહાર આવવા માટે, ફક્ત કૃષ્ણની કૃપાથી. તેઓ બધુ જ કરી શકે છે. તે તરત જ તમને આ ફસામણીમાથી મુક્ત કરી શકે છે. નહીં તો કેવી રીતે તેઓ સર્વશક્તિમાન કહેવાય? હું બહાર ના આવી શકું. માછલી બહાર ના આવી શકે, પણ..., જો માછીમાર ઈચ્છે, તે તરત જ તેને બહાર લાવી શકે અને પાણીમાં નાખી શકે. તો તેને પાછું જીવન મળી જાય છે. તેવી જ રીતે, જો આપણે કૃષ્ણને શરણાગત થઈએ, તેઓ તરત જ આપણને બહાર કાઢી શકે છે. અને તેઓ કહે છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયીશ્યામિ મા શુચ: (ભ.ગી. ૧૮.૬૬). તમે ફક્ત શરણાગત થાઓ. જેમ માછીમાર જુએ છે, "ફટ! ફટ! ફટ!" પણ જો માછલી શરણાગત થાય... તેને શરણાગત થવું છે, પણ તે ભાષા નથી જાણતી. તેથી તે જાળીમાં રહે છે. પણ જો માછીમાર ઈચ્છે, તે તેને બહાર કાઢી શકે અને પાણીમાં નાખી શકે. તેવી જ રીતે, જો આપણે કૃષ્ણને શરણાગત થઈએ... તે શરણાગતિની ક્રિયા માટે જ મનુષ્ય જીવન છે. બીજા કોઈ જીવનમાં - માછલી ના કરી શકે, પણ હું કરી શકું. તે ફરક છે માછલીના જીવનમાં અને મારા જીવનમાં. માછલી જાળીમાં ફસાયેલી છે, તેની પાસે કોઈ શક્તિ નથી. તે પરાસ્ત છે.