GU/Prabhupada 0712 - કૃષ્ણએ મને નિર્દેશ આપ્યો 'તું પાશ્ચાત્ય દેશોમાં જા. તેમને શીખવાડ'

From Vanipedia


કૃષ્ણએ મને નિર્દેશ આપ્યો 'તું પાશ્ચાત્ય દેશોમાં જા. તેમને શીખવાડ'
- Prabhupāda 0712


Lecture on SB 1.16.22 -- Hawaii, January 18, 1974

જ્યારે તમે કૃષ્ણ ભાવનામૃતમાં આવો છો, ત્યારે તમારું જીવન પૂર્ણ છે. અને પૂર્ણ રીતે કૃષ્ણ ભાવનાભાવિત, પછી તમે, આ શરીરને છોડયા પછી - ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯) પછી કોઈ ભૌતિક શરીર નહીં. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. અને તે વાલી જેમ કે, ગુરુ, પિતા, રાજ્ય, નું કર્તવ્ય છે, તેમણે જે લોકો તેમના આધીન છે તેમાં રુચિ લેવી જોઈએ, કે શું તે કૃષ્ણ ભાવનામૃત સરસ રીતે વિકસિત કરી રહ્યો છે. તે કર્તવ્ય છે. તો જ્યારે તે કર્તવ્ય નથી થતું... જેમ કે... અમને આટલું દૂર આવવાનું કોઈ કાર્ય હતું જ નહીં. વૃંદાવનમાં હું બહુ જ શાંતિથી રહી શક્યો હોત, હજુ પણ રાધા-દામોદર મંદિરમાં બે ઓરડા છે. પણ કારણકે કૃષ્ણ ભાવનામૃત છે... કૃષ્ણ ભાવનામૃત મતલબ ભગવાનની સેવા કરવી. તે કૃષ્ણ ભાવનામૃત છે. તો કૃષ્ણે નિર્દેશ આપ્યો કે "તું અહી કોઈ ચિંતા વગર બહુ જ શાંતિથી બેસી રહ્યો છે. ના, તું પાશ્ચાત્ય દેશોમાં જા. તેમને શીખવાડ." તો તે છે કૃષ્ણ ભાવનામૃત, વિકસિત કૃષ્ણ ભાવનામૃત, તે લોકોની સેવા કરવી જે કૃષ્ણ ભાવનામૃતથી અજ્ઞાન છે. તે વધુ સારું છે, કારણકે વ્યાસદેવે જોયું કે માયા, ભ્રામક શક્તિ, અથવા પડછાયો, અંધકાર... યયા સમ્મોહિતો જીવ. આખી દુનિયા, જીવ, બદ્ધ જીવ, તેઓ આ માયા દ્વારા મોહિત છે. યયા સમ્મોહિતો જીવ આત્માનમ ત્રિગુણાત્મકમ (શ્રી.ભા. ૧.૭.૫) આ શરીરને સ્વયમ ગણીને, મૂર્ખ, ધૂર્ત. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩).

જે વ્યક્તિ વિચારે છે કે "હું આ શરીર છું," તે એક કુતરા અને બિલાડીથી વધુ કઈ નથી. ગમે તેટલો સરસ રીતે તે સજ્જ હોય, તે એક કૂતરો છે, તે એક બિલાડી છે. બસ તેટલું જ. પશુ કરતાં વધુ નહીં. કારણકે તેને આત્માનું કોઈ જ્ઞાન નથી. (બાજુમાં:) તે ના કરો. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે... (બાજુમાં:) શું તમે આવી રીતે બેસી ના શકો? હા. સ્વધિ: કલત્રાદીશુ ભૌમ ઈજ્ય ધિ: આ ચાલી રહ્યું છે. લોકો મૂંઝવાયેલા છે, વિચારે છે "હું આ શરીર છું," જેમ કે બિલાડીઓ અને કુતરાઓ. "અને શરીરની સમસ્યાઓ અથવા શરીર સાથેની સમસ્યાઓ, તે મારી છે." સ્વધિ: કલત્રાદીશુ. "મારે કોઈ સંબંધ છે, શારીરિક સંબધ, સ્ત્રી સાથે. તેથી તે મારી પત્ની છે અથવા મારાથી રક્ષિત છે," કઈક એવું. બાળકો, પણ - તે જ વસ્તુ, શારીરિક. તેમને આત્માનો કોઈ ખ્યાલ જ નથી, ફક્ત શરીર. "તો શરીર કોઈ એક ચોક્કસ ભૂમિથી જન્મેલું છે. તેથી હું તે દેશનો છું." ભૌમ ઈજ્ય ધિ: તે લોકો એટલું બલિદાન આપે છે, તેમની શક્તિ, ચોક્કસ જમીન માટે કારણકે અકસ્માતથી, તે આ જીવનમાં તે જમીન પર જન્મ્યો છે. દરેક વસ્તુ ભાગવતમાં વર્ણિત છે. યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે સ્વધિ: કલત્રાદીશુ ભૌમ ઈજ્ય ધિ: (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). ભૌમ મતલબ જમીન. તો આ ચાલી રહ્યું છે. આને ભ્રમ કહેવાય છે. તેને આ બધી વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. જ્યારે વ્યક્તિ જાણે છે કે "મારે આ શરીર, આ દેશ, સાથે કોઈ સંબંધ નથી, આ પત્ની, આ બાળકો, આ સમાજ... તે બધુ ભ્રામક છે," તેને મુક્તિ કહેવાય છે.