GU/Prabhupada 0715 - ભગવાનના પ્રેમી બનો. આ પ્રથમ વર્ગનો ધર્મ છે



Lecture on SB 1.16.25 -- Hawaii, January 21, 1974

ભાવાન હી વેદ તત સર્વમ યન મામ ધર્માનુપૃચ્છસી (શ્રી.ભા. ૧.૧૬.૨૫). તો, ધર્મરાજ, અથવા યમરાજ, તેઓ બાર મહાજનમાના એક છે મનુષ્ય સમાજને યોગ્ય રીતે જાળવવા માટે. સિદ્ધાંત છે ધર્મ. ધર્મ મતલબ કોઈ ધાર્મિક લાગણી નથી. ધર્મ મતલબ વ્યાવસાયિક કર્તવ્ય. દરેક વ્યક્તિને કોઈ વ્યાવસાયિક કર્તવ્ય હોય છે. તો ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). તે વ્યાવસાયિક કર્તવ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા નક્કી કરવામાં આવે છે. તેન ત્યક્તેન ભૂંજીથા: (ઇશોપનિષદ આહવાન ૧). વાસ્તવમાં, ધર્મ સિદ્ધાંત, જેમ આપણે ભગવદ ગીતામાથી શિખીએ છીએ... કૃષ્ણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તમારા તાર્કિક ધર્મના સિદ્ધાંતનું નિર્માણ, રચના ના કરો. તે મુશ્કેલી છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). આપણે ઘણી વાર આ સમજાવેલું છે, કે ધર્મ મતલબ - ધર્મ, જેમ તે અંગ્રેજીમાં અનુવાદ કરાયેલું છે, "રિલીજીયન" - રિલીજીયન મતલબ ભગવાનના કાયદાઓનું પાલન કરવું. તે રિલીજીયન (ધર્મ) છે. આપણે નિર્મિત કરેલી એક લાગણીવેડાવાળી ધાર્મિક પદ્ધતિ નહીં. તે પ્રકારનો ધર્મ આપણને મદદ નહીં કરે. તેથી, શ્રીમદ ભાગવતમમાં, શરૂઆતમાં જ તે કહેલું છે, ધર્મ: પ્રોઝ્ઝિત કૈતવો અત્ર: (શ્રી.ભા. ૧.૧.૨). "છેતરપિંડીવાળા ધાર્મિક સિદ્ધાંતને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે." તે ભાગવત ધર્મ છે. કોઈ છેતરપિંડી નહીં. છેતરપિંડી અને ધર્મના નામ પર, ધાર્મિક સિદ્ધાંત, તે મનુષ્ય સમાજને મદદ નહીં કરે.

સાચો ધર્મ... સાચો ધર્મ સ્વયમ ભગવાન દ્વારા કહેવામા આવે છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). તમારે સ્વયમ ભગવાન સિવાય બીજા કોઈ પાસેથી શીખવાનું નથી. તો તે ભગવદ ગીતામાં બહુ જ સરસ રીતે સમજાવેલું છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ... (ભ.ગી. ૧૮.૬૬). પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને શરણાગત થવું, તે ધર્મ છે. ફક્ત શરણાગતિ નહીં, પણ તેમની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવું, અથવા તમે ભગવાનના એક પ્રેમી બનો. તે પ્રથમ વર્ગનો ધર્મ છે. અમે ઘણી વાર સમજાવેલું છે. સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). તે પ્રકારનો ધર્મ પ્રથમ વર્ગનો છે જે તમને કેવી રીતે ભગવાનના પ્રેમી બનવું તે શીખવાડે છે. જો તમે પ્રેમી બનો, તો તમારું જીવન સફળ છે. તો તમે ભગવાન માટે બધુ જ કરશો. નહિતો, તમે ફક્ત પ્રશ્ન પૂછશો, "હું તે શા માટે કરું? હું તે શા માટે કરું? હું શા માટે...? તેનો અર્થ છે કોઈ પ્રેમ નથી. તે પ્રશિક્ષણ છે. જેમ કે શિખાઉ માણસને પ્રશિક્ષણ અપાય છે, અને તેને કોઈ પ્રેમ નથી, તો તે પ્રશ્ન પૂછશે કે "હું તે શા માટે કરું? હું તે શા માટે કરું? હું તે શા માટે કરું? મને શું લાભ મળશે?" ઘણા બધા પ્રશ્નો હશે. પણ જ્યારે પ્રેમ છે, કોઈ પ્રશ્ન નથી. તો તેથી ભગવદ ગીતામાં, ઘણી બધી વસ્તુઓ શીખવાડયા પછી, યોગ, જ્ઞાન, કર્મ અને ઘણી બધી બીજી વસ્તુઓ, છેલ્લે કૃષ્ણ કહે છે, સર્વ ગુહ્યતમમ: "હવે હું તને સૌથી રહસ્યમય શિક્ષા કહી રહ્યો છું." તે શું છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ... (ભ.ગી. ૧૮.૬૬). આ સૌથી વધુ રહસ્યમય છે.