GU/Prabhupada 0721 - તમે ભગવાનની કલ્પના ના કરી શકો. તે મૂર્ખતા છે



Arrival Address -- Los Angeles, February 9, 1975

તમે કૃષ્ણને બીજી કોઈ પણ વિધિ દ્વારા સમજી ના શકો - જ્ઞાનથી, યોગથી, તપસ્યાથી, કર્મથી, યજ્ઞથી, દાનથી. તમે સમજી ના શકો. ફક્ત, કૃષ્ણ કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતી (ભ.ગી. ૧૮.૫૫). જો તમારે કૃષ્ણને યથારુપ સમજવા હોય, તો તમારે આ વિધિ જ ગ્રહણ કરવી પડે, બહુ જ સરળ વિધિ, મન્મના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫): "હમેશા મારા વિશે વિચાર, મારો ભક્ત બન, મારી પૂજા કર અને મને તારા દંડવત પ્રણામ અર્પણ કર." ચાર વસ્તુઓ. તે છે. હરે કૃષ્ણ જપ કરો. તે કૃષ્ણ વિશે વિચારવું હશે, મન્મના. અને જો તમે ભક્ત ના હોવ, તમે તમારો સમય તે રીતે આપી ના શકો. તો જો તમે હરે કૃષ્ણ મહામંત્ર જપ કરો છો, આપમેળે તમે ભક્ત બનો છો. પછી તમે અર્ચવિગ્રહની પૂજા કરો. જ્યાં સુધી તમે ભક્ત નથી, તમે કૃષ્ણની પૂજા ના કરી શકો.

નાસ્તિકો કહેશે, "તેઓ એક પૂતળાની પૂજા કરી રહ્યા છે." ના. તે હકીકત નથી. તેઓ જાણતા નથી કે અહી કૃષ્ણ વ્યક્તિગત રૂપે છે; તેઓ ભક્તની સેવાનો સ્વીકાર કરી રહ્યા છે એવી રીતે કે જે વર્તમાન સમયે આપણે કરી શકીએ. જો કૃષ્ણ તમને વિરાટરૂપ બતાવે, તો તમે તેમની સેવા ના કરી શકો. તમે વિરાટરૂપના વસ્ત્રો ક્યાથી લાવશો? આખી દુનિયાના કાપડના કારખાના પણ નિષ્ફળ જશે. (હાસ્ય) તેથી કૃષ્ણએ સ્વીકાર્યું છે, એક ચાર-ફૂટના નાના વિગ્રહ, જેથી તમે તમારા સાધનોથી કૃષ્ણના વસ્ત્રો મેળવી શકો. તમે કૃષ્ણને તમારા સાધનોથી મૂકી શકો. તે કૃષ્ણની કૃપા છે. તેથી તે પ્રતિબંધિત છે, અર્ચ્યે વિષ્ણુ શીલાધી: (પદ્યાવલી ૧૧૫). જો કોઈ ધૂર્ત વિચારે છે કે વિષ્ણુરૂપમાં, એક પથ્થર, એક લાકડું; વૈષ્ણવે જાતી બુદ્ધિ:, ભક્તોને એક ચોક્કસ દેશ, જાતીના ગણે છે - આ છે નારકી બુદ્ધિ. (તોડ) આ ના થવું જોઈએ. તે હકીકત છે કે અહી કૃષ્ણ છે. બહુ જ કૃપા કરીને, ફક્ત મારા પર કૃપા કરવા, તેઓ આ રૂપમાં આવ્યા છે. પણ તેઓ કૃષ્ણ છે; તેઓ પથ્થર નથી. જો તે પથ્થર પણ હોય, તે પણ કૃષ્ણ છે, કારણકે કૃષ્ણ સિવાય બીજું કશું છે જ નહીં. કૃષ્ણ વગર, કોઈ અસ્તિત્વ જ નથી. સર્વમ ખલ્વ ઈદમ બ્રહ્મ (ચાંદોગ્ય ઉપનિષદ ૩.૧૪.૧). તો કૃષ્ણ પાસે એટલી શક્તિ છે કે તેમના કહેવાતા પથ્થરના રૂપમાં પણ, તેઓ તમારી સેવા સ્વીકાર કરી શકે છે. તે કૃષ્ણ છે.

તો તમારે આ વસ્તુઓ સમજવી પડે, અને જો તમે યોગ્ય રીતે સમજો કે કૃષ્ણ શું છે, આટલી યોગ્યતા તમને આ જીવનમાં જ મુક્ત બનવા માટે યોગ્ય બનાવી દેશે.

જન્મ કર્મ મે દિવ્યમ
યો જાનાતી તત્ત્વત:
ત્યક્ત્વા દેહમ પુનર જન્મ
નૈતિ મામ એતી કૌંતેય
(ભ.ગી. ૪.૯)

તે બધુ જ કહેલું છે. તો કૃષ્ણને ફક્ત ભક્તિમય સેવા દ્વારા જ સમજી શકાય છે, બીજી કોઈ રીતે નહીં. તમે તર્ક ના કરી શકો, "કૃષ્ણ આવા હશે." જેમ કે માયાવાદીઓ, તેઓ કલ્પના કરે છે. કલ્પના તમને મદદ નહીં કરે. તમે ભગવાનની કલ્પના ના કરી શકો. તે મૂર્ખતા છે. ભગવાન તમારા કલ્પનાનો વિષય નથી. તો પછી તે ભગવાન નથી. કેમ તે તમારી કલ્પનાનો વિષય બને? તો આ વસ્તુઓ યોગ્ય રીતે સમજવાની છે, અને વ્યક્તિ યોગ્ય રીતે ત્યારે જ સમજી શકે જ્યારે તે શુદ્ધ ભક્ત હોય. નહિતો નહીં. નાહમ પ્રકાશ: સર્વસ્ય યોગ માયા સમાવૃત્ત: (ભ.ગી. ૭.૨૫): "હું દરેક વ્યક્તિ સમક્ષ પ્રકટ નથી થતો." કેમ તેઓ દરેક વ્યક્તિ સમક્ષ પ્રકટ થવા જોઈએ? જ્યારે તેઓ પ્રસન્ન થાય છે, તેઓ તમારી સમક્ષ પોતાને પ્રકટ કરશે. સેવોન્મુખે હી જિહવાદૌ સ્વયમ એવ સ્ફુરતી અદ: (ભ.ર.સિ. ૧.૨.૨૩૪). તમે સૂર્યને તરત જ ઉદય થવા માટે ના કહી શકો. જ્યારે તે પ્રસન્ન થશે, તે સવારમાં ઉદય થશે. તેવી જ રીતે, તમારે કૃષ્ણને પ્રસન્ન કરવા પડે જેથી તેઓ તમારી સમક્ષ પ્રકટ થાય, અને તમારી સાથે વાતો કરે અને તમને આશીર્વાદ આપે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય! કૃષ્ણકૃપામુર્તિનો જય હો!