GU/Prabhupada 0731 - ભાગવત ધર્મ ઈર્ષાળુ વ્યક્તિઓ માટે નથી
Departure Lecture -- London, March 12, 1975
ભક્તો માટે, એક સાહિત્ય, કહેવાતું સાહિત્ય, બહુ જ સરસ રીતે લખેલું, અલંકારીત શબ્દો સાથે, અને આ વસ્તુઓ... તદ વાગ વિસર્ગો (શ્રી.ભા. ૧.૫.૧૧),... તદ વચશ ચિત્ર પદમ (શ્રી.ભા. ૧.૫.૧૦), ખૂબ જ સુંદર રીતે, બહુ જ સરસ રીતે અલંકારીત, ન તદ વચશ ચિત્ર પદમ હરેર યશો ન પ્રગૃણીતા કરહિચિત, પણ કૃષ્ણ અને તેમના ગુણગાનનું કોઈ વર્ણન નથી... જેમ કે વિશેષ કરીને પાશ્ચાત્ય દેશોમાં તમારે અખબાર હોય છે, મોટા, મોટા અખબારોના થોથાઓ, પણ કૃષ્ણ વિશે એક વાક્ય પણ નહીં. એક પણ નહીં. તો ભક્તો માટે આ પ્રકારનું સાહિત્ય કચરો છે. તદ વાયસમ તીર્થમ (શ્રી.ભા. ૧.૫.૧૦). જેમ કે વાયસમ, કાગડાઓ. કાગડાઓ ક્યાંથી ભેગું કરે છે? જ્યાં બધો જ કચરો નાખવામાં આવે છે, તેઓ ભેગા થાય છે. તમે જોશો. તે પક્ષીઓના પ્રકારોમાં તેમનો સ્વભાવ છે. જ્યાં બધી જ ગંદી વસ્તુઓ ફેંકવામાં આવે છે, કાગડાઓ ત્યાં ભેગા થાય છે. બીજું પક્ષી, હંસો, તેઓ ત્યાં જશે નહીં. હંસો એક સુંદર બગીચામાં સ્વચ્છ પાણીમાં ભેગા થશે, કમળ, અને પક્ષીઓ અને ગાઈ રહ્યા છે. તેઓ ત્યાં ભેગા થશે. સ્વભાવથી, પશુઓના વિભિન્ન પ્રકારો છે, પક્ષીઓના પણ. "એક સરખા પીંછાવાળા પક્ષીઓ સાથે રહે છે." તો જ્યાં કાગડાઓ જાય છે, હંસો નથી જતાં. અને જ્યાં હંસો જાય છે, કાગડાઓ નથી જતાં.
તેવી જ રીતે, કૃષ્ણ ભાવનામૃત આંદોલન હંસો માટે છે, કાગડાઓ માટે નહીં. તો હંસ બનવાનો પ્રયત્ન કરો, રાજહંસ, અથવા પરમહંસ. જો તમારી પાસે નાની જગ્યા પણ હોય, તો પણ કાગડાઓની જગ્યાએ જશો નહીં, કહેવાતી ક્લબો, હોટેલો, વેશ્યાઘરો, નાચવાની ક્લબ અને... લોકો... ખાસ કરીને પાશ્ચાત્ય દેશોમાં, તેઓ આ જગ્યાઓ પર બહુ જ વ્યસ્ત હોય છે. પણ કાગડા બનીને ના રહો. ફક્ત આ વિધિથી હંસ બનો, કૃષ્ણનો જપ કરવો અને કૃષ્ણ વિશે સાંભળવું. આ વિધિ છે, પરમહંસ રહેવા માટે. ધર્મ પ્રોઝ્ઝિત કૈતવ અત્ર નિર્મત્સરાણામ. ધર્મ પ્રોઝ્ઝિત કૈતવ અત્ર પરમો નિર્મત્સરાણામ (શ્રી.ભા. ૧.૧.૨) આ ભાગવત ધર્મ, આ કૃષ્ણ ભાવનામૃત, પરમો નિર્મત્સરાણામ માટે છે. મત્સર, મત્સરતા. મત્સર મતલબ ઈર્ષા. હું તમારી ઈર્ષા કરું છું; તમે મારી ઈર્ષા કરો છો. આ ભૌતિક જગત છે. જેમ કે આ નિવાસમાં ઘણા બધા લોકો આપણી ઈર્ષા કરે છે, આપણી વિરુદ્ધમાં માત્ર ફરિયાદ નોંધાવે છે. આપણને આનો સારો અનુભવ છે. તો ભાગવત ધર્મ મતલબ પરમો નિર્મત્સરાણામ. મત્સરતા મતલબ જે વ્યક્તિ બીજાની પ્રગતિ સહન ના કરી શકે. તેને મત્સરતા કહેવાય છે. તે દરેક વ્યક્તિનો સ્વભાવ છે. દરેક વ્યક્તિ વધુ વિકાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાડોશી ઈર્ષાળુ છે: "ઓહ, આ માણસ આગળ વધી રહ્યો છે. હું ના વધી શક્યો." આ છે... જો તે ભાઈ પણ હોય, જો તે પુત્ર પણ હોય, તે સ્વભાવ છે...
તો તેથી આ ભાગવત ધર્મ ઈર્ષાળુ વ્યક્તિઓ માટે નથી. તે પરમો નિર્મત્સરાણામ માટે છે, જેમણે આ ઈર્ષા અથવા ઈર્ષાભાવ છોડી દીધો છે. તો કેવી રીતે તે શક્ય છે? તે ત્યારે જ શક્ય છે જ્યારે તમે કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરવો તે શીખ્યું છે. તો તે શક્ય છે. પછી તમે જોશો કે "દરેક વ્યક્તિ કૃષ્ણનો અંશ છે. તો તે કૃષ્ણ ભાવનામૃતના અભાવને કારણે પીડાઈ રહ્યો છે. ચાલ હું તેને કૃષ્ણ વિશે કશું કહું. ચાલ હું તેને કૃષ્ણ વિશે કોઈ સાહિત્ય આપું જેથી એક દિવસ તે કૃષ્ણ ભાવનામૃતમાં આવે અને સુખી બને." આ શ્રવણમ કિર્તનમ છે (શ્રી.ભા. ૭.૫.૨૩) - સ્મરણમ વિધિ. આપણે પોતે પણ નિરંતર અધિકૃત શાસ્ત્રો, વ્યક્તિઓ, પાસેથી સાંભળવું જોઈએ, અને નિરંતર તે જ વસ્તુનું કીર્તન કરવું જોઈએ. બસ તેટલું જ. પછી બધુ જ સુખી વાતાવરણ બની જશે. નહિતો કચરામાં કાગડાઓની સભા ચાલુ રહેશે અને કોઈ પણ સુખી નહીં રહે.
આપનો ખૂબ ખૂબ આભાર.
ભક્તો: શ્રીલ પ્રભુપાદનો જય! (અંત)