GU/Prabhupada 0772 - વેદિક સંસ્કૃતિની આખી યોજના છે - લોકોને મુક્તિ આપવી



Lecture on SB 1.5.13 -- New Vrindaban, June 13, 1969

પ્રભુપાદ: શ્રીમદ ભાગવતમનો દરેકે દરેક શબ્દ, સમજૂતીના સાગરથી પૂર્ણ છે, દરેકે દરેક શબ્દ. આ શ્રીમદ ભાગવતમ છે. વિદ્યા ભાગવતાવધિ. વ્યક્તિનું શિક્ષણ સમજવામાં આવે છે જ્યારે તે શ્રીમદ ભાગવતમને સમજી શકે છે. વિદ્યા. વિદ્યા મતલબ શિક્ષણ, આ વિજ્ઞાન નથી, તે વિજ્ઞાન. જ્યારે વ્યક્તિ શ્રીમદ ભાગવતમને સાચી દ્રષ્ટિએ સમજી શકે છે, ત્યારે તેવું સમજવું જોઈએ કે તેણે તેની બધી જ શૈક્ષણિક પ્રગતિ પૂર્ણ કરી છે. અવધિ. અવધિ મતલબ "આ શિક્ષણની સીમા છે." વિદ્યા ભાગવતાવધિ.

તો અહી નારદજી કહે છે કે અખિલ બંધ મુક્તયે (શ્રી.ભા. ૧.૫.૧૩): "તમારે લોકોની સમક્ષ સાહિત્ય પ્રસ્તુત કરવું જોઈએ જેથી તે લોકો જીવનના આ બદ્ધ સ્તરથી મુક્ત થઈ શકે, એવું નહીં કે તમારે તેમને આ બદ્ધ જીવનમાં વધુ ને વધુ ફસાવવા જોઈએ..." નારદજીની વ્યાસદેવને શિક્ષાની આ મુખ્ય વિષય વસ્તુ છે. "કેમ તમારે કચરો સાહિત્ય પ્રસ્તુત કરવું જોઈએ બદ્ધ સ્તરને ચાલુ રાખવા?" આખી વેદિક સંસ્કૃતિ આ ભૌતિક બંધનમાથી જીવોને મુક્તિ આપવા માટે છે. લોકો જાણતા નથી કે શિક્ષાનો ઉદેશ્ય શું છે. શિક્ષાનો ઉદેશ્ય, સમાજનો ઉદેશ્ય, સમાજની પૂર્ણતા, હોવી જોઈએ કે કેવી રીતે લોકો આ બદ્ધ જીવનમાથી મુક્ત થાય. તે વેદિક સંસ્કૃતિનું વિષય વસ્તુ સાર છે, લોકોને મુક્તિ આપવી.

તો તે કહ્યું છે: અખિલ બંધ મુક્તયે (શ્રી.ભા. ૧.૫.૧૩). સમાધિના, અખિલસ્ય બંધસ્ય મુક્તયે, અખિલસ્ય બંધસ્ય. આપણે બદ્ધ અવસ્થામાં છીએ, ભૌતિક પ્રકૃતિના કાયદા દ્વારા હમેશ માટે બંધાયેલા. તે આપણી અવસ્થા છે. અને નારદજી વ્યાસદેવને શિક્ષા આપી રહ્યા છે કે "એવું સાહિત્ય પ્રસ્તુત કરો કે જેથી તેઓ મુક્ત થઈ શકે. તેમને આ બદ્ધ જીવન ચાલુ રાખવાની વધુ અને વધુ તક ના આપો." અખિલ-બંધ. અખિલ. અખિલ મતલબ પૂર્ણ, આખું. અને કોણ આવું યોગદાન આપી શકે? તે પણ કહેલું છે, કે અથો મહા ભાગ ભવાન અમોઘ દ્રક (શ્રી.ભા. ૧.૫.૧૩). જેની દ્રષ્ટિ સ્પષ્ટ છે. જેની દ્રષ્ટિ સ્પષ્ટ છે. (એક બાળક વિશે:) તે પરેશાન કરશે.

સ્ત્રી ભક્ત: શું તે તમને પરેશાન કરી રહ્યો છે?

પ્રભુપાદ: હા.

સ્ત્રી ભક્ત: હા.

પ્રભુપાદ: સ્પષ્ટ દ્રષ્ટિ. જ્યાં સુધી વ્યક્તિની દ્રષ્ટિ સ્પષ્ટ છે, કેવી રીતે તે કલ્યાણ કાર્યો કરી શકે? તમે જાણતા નથી કે કલ્યાણ શું છે. તેની દ્રષ્ટિ ધૂંધળી છે. જો વ્યક્તિની દ્રષ્ટિ ધૂંધળી હોય... જો તમે જાણો નહીં કે તમારી યાત્રાનું લક્ષ્ય શું છે, તો તમે પ્રગતિ કેવી રીતે કરી શકો? તેથી યોગ્યતા... જે લોકો માનવ સમાજ માટે સારું કરવા માટે તૈયાર છે, તેમની દ્રષ્ટિ સ્પષ્ટ હોવી જોઈએ. તો સ્પષ્ટ દ્રષ્ટિ ક્યાં છે? દરેક વ્યક્તિ નેતા બની રહ્યો છે. દરેક વ્યક્તિ લોકોનું નેતૃત્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ તે પોતે જ આંધળો છે. તે જાણતો નથી કે જીવનનો અંત શું છે. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). તો તેથી... વ્યાસદેવ તે કરી શકે કારણકે તેમની દ્રષ્ટિ સ્પષ્ટ છે. નારદજી પ્રમાણિત કરે છે. નારદજી તેમના શિષ્યને જાણે છે, તેનું પદ શું છે. એક ગુરુ જાણે છે કે સ્થિતિ શું છે. જેમ કે એક ડોક્ટર જાણે છે. ફક્ત નાડીના ધબકારા અનુભવવાથી,... એક નિષ્ણાત ડોક્ટર જાણી શકે કે આ દર્દીની સ્થિતિ શું છે, અને તેનો ઈલાજ કરી શકે, અને તેને તે પ્રમાણે દવા આપી શકે. તેવી જ રીતે, એક ગુરુ જે વાસ્તવમાં ગુરુ છે, તે જાણી શકે, તે શિષ્યની નાડીના ધબકારા જાણે છે, અને તે તેથી તેને ચોક્કસ પ્રકારની દવા આપે છે જેથી તે સાજો થઈ શકે.