GU/Prabhupada 0775 - પારિવારિક આસક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે



Lecture on SB 7.6.8 -- New Vrindaban, June 24, 1976

પ્રભુપાદ: સામાન્ય રીતે, લોકો પારિવારિક જીવનથી ખૂબ જ આસક્ત હોય છે. હું ક્યારેક કહું છું કે પાશ્ચાત્ય દેશોમાં યુવકો, તેઓ કૃષ્ણ ભાવનામૃતમાં આવ્યા છે, તેમની એક માત્ર મહાન સંપત્તિ છે કે તેઓ પારિવારિક-રીતે આસક્ત નથી. તે તેમની સારી યોગ્યતા છે. એક યા બીજી રીતે, તેઓ અનાસક્ત છે. તેથી તેમની કૃષ્ણ પ્રત્યેની આસક્તિ વધતી જાય છે. ભારતમાં તેમને વ્યવસ્થિત પારિવારિક આસક્તિ હોય છે. તેમને રુચિ નથી. તે લોકો અત્યારે ધન પાછળ છે. તે મે અનુભવ્યું છે. હા.

તો પારિવારિક આસક્તિ સૌથી મોટો અવરોધ છે કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ કરવામાં, પણ જો આખું પરિવાર કૃષ્ણ ભાવનાભાવિત હોય, તો એ બહુ સારું છે. જેમ કે ભક્તિવિનોદ ઠાકુર. તે પારિવારિક માણસ હતા, પણ, તે બધા - ભક્તિવિનોદ ઠાકુર, તેમના પત્ની, તેમના બાળકો... અને શ્રેષ્ઠ બાળક છે અમારા ગુરુ મહારાજ, શ્રેષ્ઠ સંતાન... તો તેમણે તેમના અનુભવથી ભજન ગાયું છે, યે દિન ગૃહે ભજન દેખી ગૃહેતે ગોલોક ભય. પારિવારિક રીતે, દરેક વ્યક્તિ કૃષ્ણની સેવામાં પ્રવૃત્ત છે, તે બહુ જ સરસ છે. તે સાધારણ પરિવાર નથી. તે આસક્તિ સાધારણ આસક્તિ નથી. પણ સામાન્ય રીતે લોકો ભૌતિક રીતે આસક્ત હોય છે. તેની અહી નિંદા કરવામાં આવી છે. શેશામ ગૃહેશુ સક્તસ્ય પ્રમત્તસ્ય અપયાતી હી (શ્રી.ભા. ૭.૬.૮). તેમને પ્રમત્ત કહેવાય છે. દરેક વ્યક્તિ વિચારે છે કે "મારો પરિવાર, મારી પત્ની, મારા બાળકો, મારો દેશ, મારો સમાજ, તે જ બધુ છે. કૃષ્ણ શું છે?" તે માયાનો દાખલ કરેલો સૌથી મોટો ભ્રમ છે. પણ કોઈ પણ વ્યક્તિ તમને સુરક્ષા નહીં આપી શકે.

દેહાપત્ય કલાત્રાદીશુ
આત્મ-સૈન્યેશુ અસત્સ્વ અપિ
તેશામ પ્રમત્તો નિધનમ
પશ્યન્ન અપિ ન પશ્યતિ
(શ્રી.ભા. ૨.૧.૪)

દરેક વસ્તુ સમાપ્ત થઈ જશે. કૃષ્ણ સિવાય કોઈ પણ તમને કોઈ પણ સુરક્ષા ના આપી શકે. જો આપણે માયાના પાશમાથી મુક્ત થવું છે - જન્મ મૃત્યુ જરા વ્યાધિ (ભ.ગી. ૧૩.૯) આપણે કૃષ્ણના ચરણ કમળની જ શરણ લેવી પડે, ગુરુ દ્વારા, અને તેવા ભક્તો સાથે રહેવું જેમણે તે જ ઉદેશ્યથી પોતાને પ્રવૃત્ત કરેલા છે. તેને કહેવાય છે... ચોક્કસ શબ્દ શું છે? સખી કે એવું કશું. અત્યારે હું ભૂલી રહ્યો છું. પણ તે જ શ્રેણીમાં આપણે રહેવું જોઈએ અને કૃષ્ણ ભાવનામૃતનું પાલન કરવું જોઈએ. તો આ અવરોધો, ગૃહેશુ સક્તસ્ય પ્રમત્તસ્ય. જે પણ વ્યક્તિ... બધા કર્મીઓ, તેઓ આ પારિવારિક જીવનથી આસક્ત હોય છે, પણ પારિવારિક જીવન સારું છે જો ત્યાં કૃષ્ણ ભાવનામૃત હોય તો. ગૃહે વા વનેતે થાકે, હા ગૌરાંગ બોલે દાકે. તેનો ફરક નથી પડતો, કે વ્યક્તિ પારિવારિક જીવનમાં છે કે તે સન્યાસી જીવનમાં છે, જો તે ભક્ત છે, તો તેનું જીવન સફળ છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.