GU/Prabhupada 0789 - કાર્યક્ષેત્ર, ક્ષેત્રનો માલિક અને ક્ષેત્રની તપાસ કરનાર



Lecture on BG 13.4 -- Paris, August 12, 1973

ભક્ત: અનુવાદ, "હવે કૃપા કરીને આ કાર્યક્ષેત્રનું મારૂ સંક્ષિપ્ત વર્ણન સંભાળ, અને કેવી રીતે તેની રચના થઈ છે, કેવી રીતે તેમાં બદલાવ થાય છે, ક્યારે તે નિર્માણ થયું, કાર્યક્ષેત્રોનો માલિક કોણ છે, અને તેની અસરો શું છે."

પ્રભુપાદ: તત ક્ષેત્રમ (ભ.ગી. ૧૩.૪). ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઈતિ અભિધિયતે (ભ.ગી. ૧૩.૨). તો કૃષ્ણે પહેલેથી જ સમજાવેલું છે, ક્ષેત્ર મતલબ ઈદમ શરીરમ. શરીરમ મતલબ આ શરીર. તત ક્ષેત્રમ. સૌ પ્રથમ, તમારે સમજવું પડે કે આ શરીર અથવા કોઈ પણ કાર્યક્ષેત્ર, ક્યાય પણ, ત્રણ વસ્તુઓ હોય છે: કાર્યક્ષેત્ર, ક્ષેત્રનો માલિક અને ક્ષેત્રનો તપાસ કરનાર. તમે કોઈ પણ જગ્યાએ તાળો મેળવી શકો છો. તો કૃષ્ણ કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. બે ક્ષેત્રજ્ઞ હોય છે અને એક ક્ષેત્ર. એક કાર્યક્ષેત્ર અને બે વ્યક્તિઓ, ક્ષેત્રજ્ઞ. એક વસવાટ કરનાર અને એક માલિક.

જેમ કે આ ઘરમાં આપણે ભાડુઆત છીએ. આ ઘર ક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર. અને મકાનમાલિક તે માલિક છે અને આપણે ભાડુઆત છીએ. બે ક્ષેત્રજ્ઞ. આ મિલ્કત બે વ્યક્તિઓની છે. એક ભાડુઆત છે અને બીજો માલિક છે. તેવી જ રીતે, કોઈ પણ જગ્યાએ, દુનિયાના કોઈ પણ ભાગમાં, જ્યાં પણ તમે જાઓ, તમે આ ત્રણ વસ્તુઓ જોશો: એક, કાર્યક્ષેત્ર અને બીજા બે મતલબ ભાડુઆત અને માલિક. જો વ્યક્તિ આ ત્રણ વસ્તુઓને સમજે, અને તે દરેક જગ્યાએ આ ત્રણ વસ્તુઓનો અભ્યાસ કરી શકે છે, પછી: ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર યદ જ્ઞાનમ. આ જ્ઞાન, દરેક જગ્યાએ સમજવું કે એક કાર્યક્ષેત્ર હોય છે, અને બે વ્યક્તિઓ જે કાર્યક્ષેત્રમાં છે... એક માલિક છે, બીજો ભાડુઆત છે. જો તમે માત્ર આ ત્રણ વસ્તુઓનો અભ્યાસ કરો, તો: તદ જ્ઞાનમ જ્ઞાનમ (ભ.ગી. ૧૩.૩). તે જ્ઞાન છે. નહિતો બધા ધૂર્તો અને મૂર્ખાઓ, બસ. મતમ મમ.

આ જ્ઞાનમ છે. પણ વર્તમાન સમયે કોઈ પણ વ્યક્તિને પૂછો, કોણ માલિક છે, કોણ ભાડુઆત છે અને કાર્યક્ષેત્ર શું છે. જો તમે આ ત્રણ વસ્તુઓ પૂછો, કોઈ પણ વ્યક્તિ જવાબ નહીં આપી શકે. તેનો મતલબ અત્યારે દરેક વ્યક્તિ ધૂર્ત છે. અથવા તેઓ જાણતા નથી. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર યજ જ્ઞાનમ, કૃષ્ણ કહે છે, "આ કાર્યક્ષેત્ર, અને માલિક વચ્ચેનો સંબંધ."

જેમ કે કૃષિ. જમીન રાજ્ય અથવા રાજાની માલિકીની છે. અને તેને કોઈકને ભાડે આપવામાં આવે છે. અને જમીન કાર્યક્ષેત્ર છે. તો કૃષ્ણ નિર્દેશ આપે છે. કૃષ્ણ નિર્દેશ આપે છે, અને જીવ ત્યાં છે. તે નિર્દેશન પ્રમાણે કાર્ય કરે છે.

તો બંને કૃષ્ણ અને જીવ એક વૃક્ષ પર બેઠેલા છે. તે ઉપનિષદમાં કહેલું છે. બે પક્ષીઓ એક વૃક્ષ પર બેઠેલા છે. એક વૃક્ષનું ફળ ખાઈ રહ્યું છે અને બીજું ફક્ત સાક્ષી છે. સાક્ષી વૃક્ષ કૃષ્ણ છે. અને પક્ષી કે જે વૃક્ષ પરનું ફળ ખાઈ રહ્યું છે, તે જીવ છે. માયાવાદી તત્વજ્ઞાનીઓ, તેઓ જીવ, જીવાત્મા, અને પરમાત્મા વચ્ચે ભેદ નથી કરી શકતા. તેઓ જાણતા નથી, પણ કારણકે તેઓ એકાત્મવાદી છે, તેમનો સિદ્ધાંત સ્થાપિત કરવા માટે, તેઓ કહે છે કે બે નથી, એક જ છે. ના. કૃષ્ણ કહે છે બે. એક ક્ષેત્રજ્ઞ, જીવાત્મા, અને બીજા ક્ષેત્રજ્ઞ તેઓ છે, કૃષ્ણ. બે વચ્ચેનો ફરક છે કે વ્યક્તિગત જીવ ફક્ત તેના ક્ષેત્ર અથવા શરીર વિશે જાણે છે, પણ બીજા જીવ, પરમ જીવ, તેઓ બધા જ શરીરો વિશે જાણે છે.