GU/Prabhupada 0803 - મારા પ્રભુ, કૃપા કરીને મને તમારી સેવામાં જોડો - તે જીવનની સિદ્ધિ છે



Lecture on SB 1.7.19 -- Vrndavana, September 16, 1976

હરે કૃષ્ણ મતલબ પરમ ભગવાન અને તેમની આધ્યાત્મિક શક્તિ. તો આપણે સંબોધીએ છીએ: હરે, "હે શક્તિ, ભગવાનની આધ્યાત્મિક શક્તિ," અને કૃષ્ણ, "હે પરમ ભગવાન." હરે રામ, તે જ વસ્તુ. પરમ બ્રહ્મ. રામ મતલબ પરમ બ્રહ્મ, કૃષ્ણ મતલબ પરમ બ્રહ્મ, અને... તો આ રીતે સંબોધવાનો અર્થ શું છે, "હે કૃષ્ણ, હે રાધે, હે રામ, હે..." શા માટે? કોઈ અર્થ હોવો જોઈએ.. તમે શા માટે સંબોધી રહ્યા છો? કે "કૃપા કરીને મને તમારી સેવામાં પ્રવૃત કરો." તે શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા શીખવાડવામાં આવ્યું છે:

અયી નંદ તનુજા કિંકરમ
પતિતમ મામ વિષમે ભવામ્બુધૌ
કૃપયા તવ પાદ પંકજ
સ્થિત ધૂલિ સદ્રશમ વિચિંતયા
(ચૈ.ચ. અંત્ય ૨૦.૩૨, શિક્ષાષ્ટકમ ૫)

આ આપણી પ્રાર્થના છે. આપણી પ્રાર્થના તે નથી કે "હે કૃષ્ણ, હે રામ, મને થોડું ધન આપો, મને કોઈ સ્ત્રી આપો." ના. આ પ્રાર્થના નથી. અવશ્ય, નવા ભક્તના સ્તર પર તે લોકો તેવી પ્રાર્થના કરી શકે છે, પણ તે નથી, મારા કહેવાનો મતલબ, શુદ્ધ ભક્તિ.

શુદ્ધ ભક્તિ મતલબ ભગવાનને પ્રાર્થના કરવી, કોઈ સેવાની ભીખ માંગવી: "મારા પ્રભુ, કૃપા કરીને મને તમારી સેવામાં પ્રવૃત્ત કરો." તે જીવનની સિદ્ધિ છે, જ્યારે વ્યક્તિ ભગવાનની સેવામાં પ્રેમથી જોડાય છે. તમે એક મહાન સાધુ બની શકો અને એક એકાંત જગ્યામાં રહી શકો અને ગર્વથી ફુલાઈ શકો, કે તમે એક મહાન વ્યક્તિ બની ગયા છો, અને લોકો તેને જોવા જઈ શકે છે, કે "તેને જોઈ ના શકાય; તે જપ કરવામાં વ્યસ્ત છે." મારા ગુરુ મહારાજે આની નિંદા કરી છે. તેઓ કહે છે, મન તુમિ કિસેર વૈષ્ણવ. "મારા પ્રિય મન, તારો માનસિક તર્ક, તું વિચારે છે કે તું એક બહુ મોટો વૈષ્ણવ બની ગયો છે. તું કશું કરતો નથી, અને એક એકાંત જગ્યાએ બેસે છે અને હરિદાસ ઠાકુરનું અનુકરણ કરે છે, જપ કરવામાં. તો તું એક બકવાસ છે." મન તુમિ કિસેર વૈષ્ણવ. શા માટે? નિર્જનેર ઘરે, પ્રતિષ્ઠાર તરે: એક મહાન જપ કરવાવાળા તરીકેને થોડી સસ્તી વાહવાહ માટે. કારણકે જો વ્યક્તિ વાસ્તવમાં જપ કરી રહ્યો છે, શા માટે તેણે એક સ્ત્રી અને બીડીથી આકર્ષિત થવું જોઈએ? જો તે વાસ્તવમાં હરિદાસ ઠાકુર જેવા પદ પર છે, તો શ માટે તે ભૌતિક વસ્તુઓથી આકર્ષિત થવો જોઈએ? તે ફક્ત ખોટો દેખાડો જ છે. તે સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. તે

થી સામાન્ય વ્યક્તિ કાર્યમાં પ્રવૃત્ત હોવો જ જોઈએ. તે શારીરિક કાર્ય નથી; તે પણ દિવ્ય છે. હમેશા કૃષ્ણ ભાવનામૃતના કોઈ કાર્યમાં વ્યસ્ત. તેની જરૂર છે. એવું નહીં કે "ઓહ, હું એક મહાન વિદ્વાન બની ગયો છું, અને હવે મારે શીખવાનું છે કેવી રીતે એક મહાન વૈષ્ણવ બનવું. હું ચોસઠ માળા કરીશ, અને મારી પત્ની વિશે વિચારીશ, અને પછી ગોવિંદાજીને આવજો અને વૃંદાવન છોડી દઇશ." તે ધૂર્તતા ના કરતાં. ગોવિંદાજી આવા ધૂર્તોને વૃંદાવનની બહાર કાઢી મૂકે છે. તો વૃંદાવન, જે વ્યક્તિ વૃંદાવનમાં રહે છે, તે બહુ જ આતુર હોવો જોઈએ કેવી રીતે વૃંદાવન ચંદ્રની મહિમા આખી દુનિયામાં ફેલાય. તેની જરૂર છે. એવું નહીં કે "વૃંદાવન ચંદ્ર મારી ખાનગી સંપત્તિ છે, અને હું એક જગ્યાએ બેસી જઈશ અને ચાટીશ." ના, તેની જરૂર નથી. તેની જરૂર નથીઃ. તેની મારા ગુરુ મહારાજ દ્વારા નિંદા કરવામાં આવેલી છે.