GU/Prabhupada 0815 - ભગવાન સાક્ષી છે અને તેઓ પરિણામ આપી રહ્યા છે



751013 - Lecture BG 13.01-3 - Durban

ભગવાન હ્રદયની અંદર રહે છે, અને જીવ, તે પણ આ હ્રદયમાં રહે છે. તેઓ રહે છે જેમ કે બે પક્ષીઓ એક વૃક્ષની ડાળી પર બેઠેલા છે. આ વેદિક વિધાન છે. બે પક્ષીઓ એક જ વૃક્ષની ડાળી પર બેઠેલા છે. એક પક્ષી વૃક્ષનું ફળ ખાઈ રહ્યું છે, અને બીજું પક્ષી, ફક્ત સાક્ષી છે. આ વેદિક વિધાન છે. તો ખાવાવાળું પક્ષી, આપણે, જીવો, છીએ. આપણે જેમ કર્મ કરીએ તેમ ફળ ખાઈએ છીએ, અને આપણા કર્મના ફળોનો આનંદ લઈએ છીએ. પણ ભગવાન, પરમાત્મા, તેમને વૃક્ષના ફળ ખાવામાં રુચિ નથી. તેઓ આત્મ-સંતુષ્ટ છે. તેઓ ફક્ત જુએ છે કે તમે કેવી રીતે કર્મ કરી રહ્યા છો. કારણકે આપણે આ શરીરમાં કામ કરીએ છીએ, અને ભગવાન તેજ હ્રદયમાં વિદ્યમાન છે. તો ભગવાન છે, અને આપણે, વ્યક્તિગત જીવ, પણ છે.

તો પછી શા માટે તેઓ છે? કારણકે તેઓ મિત્ર છે. સુહ્રદમ સર્વભૂતાનામ (ભ.ગી. ૫.૨૯). તે વેદોમાં કહેલું છે કે બે મિત્ર પક્ષીઓ. ભગવાન આપણા વાસ્તવિક મિત્ર છે, હિતેચ્છુ મિત્ર, સુહ્રદમ. તેઓ ફક્ત પ્રયાસ કરી રહ્યા છે કે આપણે તેમની બાજુ ફરીએ. જ્યાં સુધી તે (જીવ) તે કરતો નથી, તે વિભિન્ન શરીર બદલે છે, અને ભગવાન પણ તેની સાથે જાય છે - તેઓ એટલા મૈત્રીપૂર્ણ છે - ફક્ત સલાહ આપવા માટે સમયે સમયે કે "શા માટે તું એક શરીરમાથી બીજું શરીર બદલી રહ્યો છે, એક શરીરમાથી બીજું? શા માટે તું મારી પાસે આવતો નથી અને શાંતિથી આનંદમય જીવન જીવતો નથી?" તે ભગવાનનો ઉદેશ્ય છે. યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ, તદાત્માનમ સૃજામી અહમ (ભ.ગી. ૪.૭).

તો ભગવાન આપણા એટલા મહાન મિત્ર છે. તેઓ હમેશા સાક્ષી છે, સાક્ષી. અને હું ઈચ્છું છું, ભગવાન સુવિધા આપે છે: "ઠીક છે, તારે આ રીતે આનંદ કરવો છે? તું આ શરીર લે અને આનંદ કર." વાસ્તવમાં તમે આનંદ નથી કરતાં. જ્યારે આપણને ખોરાકનો કોઈ ભેદ નથી હોતો, આપણે કઈ પણ અને બધુ જ ખાઈ શકીએ, જેમ કે ભૂંડો. તો ભગવાન કહે છે, "ઠીક છે, તું એક ભૂંડનું શરીર લે, અને તું મળ સુદ્ધાં ખાઈ શકે છે. હું તને સુવિધા આપું છું." તો જેમ આપણે ઈચ્છીએ છીએ, ભગવાન આપણને આપણા આનંદ માટે તે પ્રકારનું શરીર આપે છે.

ઈશ્વર: સર્વભૂતાનામ
હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી
ભ્રામયન સર્વભૂતાની
યંત્રારૂઢાની માયયા
(ભ.ગી. ૧૮.૬૧)

તેઓ ભૌતિક પ્રકૃતિને આજ્ઞા આપે છે કે "આ વ્યક્તિગત આત્માને એક ચોક્કસ પ્રકારનું શરીર જોઈએ છે આ પ્રકારનો આનંદ કરવા માટે, તો તેને આપો." તો ભૌતિક પ્રકૃતિ તરત જ એક પ્રકારનું શરીર તૈયાર રાખે છે. યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે... (ભ.ગી. ૮.૬). તો મૃત્યુના સમયે, જેમ આપણે ઈચ્છીએ છીએ... મારૂ મન એક પ્રકારની ઈચ્છાથી ભરેલું છે, તરત જ તેવું શરીર તૈયાર છે. દૈવ-નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧), ઉચ્ચ નિયમથી, જીવ એક ચોક્કસ માતાના ગર્ભમાં પ્રવેશે છે, અને તે ચોક્કસ શરીર વિકસિત કરે છે. પછી તે બહાર આવે છે અને આનંદ કરે છે અથવા પીડા ભોગવે છે. આ ચાલી રહ્યું છે. ભૂત્વા ભૂત્વા પ્રલિયતે (ભ.ગી. ૮.૧૯).

તો ભગવાન સાક્ષી છે. તેઓ હમેશા આપણી સાથે છે. જે પણ આપણે ઈચ્છીએ છીએ, જે પણ આપણે કરીએ છીએ, તેઓ સાક્ષી છે અને તેઓ આપણને પરિણામ આપે છે. તેથી કૃષ્ણ કહે છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ (BG 5.29)(ભ.ગી. ૧૩.૩): "હું પણ આ શરીરનો માલિક છું. પણ તારામાં અને મારામાં ફરક શું છે? તું ફક્ત તારા શરીર વિશે જ જાણે છે; હું દરેક વ્યક્તિના શરીરનું બધુ જ જાણું છું. તે ફરક છે." ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેશુ. ભગવાન જાણે છે એક નાની કીડીની શું ઈચ્છા અને કાર્યો હોય છે, અને તેઓ જાણે છે કે બ્રહ્માજીની ઈચ્છા અને કાર્યો શું હોય છે, આ બ્રહ્માણ્ડના સૌથી મોટામાં મોટા જીવ, અને સૌથી નાનું - દરેક જગ્યાએ ભગવાન છે. તે કહ્યું છે, ઈશ્વર: સર્વભૂતાનામ હ્રદ-દેશે અર્જુન તિષ્ઠતી (BG 5.29)(ભ.ગી. ૧૮.૬૧): "તેઓ દરેકના હ્રદયમાં સ્થિત છે." તેનો મતલબ એવો નથી કે તેઓ બ્રહ્માજીના હ્રદયમાં રહે છે અને કીડીના હ્રદયમાં નથી રહેતા. દરેકના હ્રદયમાં.