GU/Prabhupada 0819 - આશ્રમ મતલબ આધ્યાત્મિક કેળવણીની પરિસ્થિતી



Lecture on SB 2.1.2-5 -- Montreal, October 23, 1968

પ્રભુપાદ:

શ્રોતાવ્યાદીની રાજેન્દ્ર
નૃણામ સંતી સહસ્રશ:
અપશ્યતામ આત્મ-તત્ત્વમ
ગૃહેશુ ગૃહ મેધીનામ
(શ્રી.ભા. ૨.૧.૨)

તે જ વિષય વસ્તુ, કે જે લોકો બહુ જ આસક્ત છે પારિવારિક કાર્યકલાપોમાં, ગૃહેશુ ગૃહ મેધીનામ. ગૃહમેધી મતલબ જેના કાર્યોનું કેન્દ્ર છે ઘર. તેને ગૃહમેધી કહેવાય છે. બે શબ્દો છે. એક શબ્દ છે ગૃહસ્થ, અને બીજો શબ્દ છે ગૃહમેધી. આ બે શબ્દોનું મહત્વ શું છે? ગૃહસ્થ મતલબ જે... માત્ર ગૃહસ્થ જ નહીં. તેને ગૃહસ્થ આશ્રમ કહેવાય છે. જ્યારે પણ આપણે આશ્રમ બોલીએ છીએ, તેને આધ્યાત્મિક સંબંધ છે. તો આ ચારેય સામાજિક વિભાગો - બ્રહ્મચારી આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સન્યાસ આશ્રમ. આશ્રમ. આશ્રમ મતલબ... જ્યારે પણ... આશ્રમ, આ શબ્દ, તમારા દેશમાં પણ થોડો પ્રખ્યાત બની ગયો છે. આશ્રમ મતલબ આધ્યાત્મિક કેળવણીની પરિસ્થિતી. સામાન્ય રીતે, આપણે તે અર્થ કરીએ છીએ. અને અહી પણ, ઘણા બધા યોગઆશ્રમ છે. મે ન્યુ યોર્કમાં ઘણા બધા આશ્રમો જોયા છે. "ન્યુ યોર્ક યોગ આશ્રમ," "યોગ સમાજ," એવું. આશ્રમ મતલબ તેને આધ્યાત્મિક સંબંધ છે. તેનો ફરક નથી પડતો કે માણસ... ગૃહસ્થ મતલબ પરિવાર સાથે રહેવું, પત્ની અને બાળકો.

તો પરિવાર અને બાળકો સાથે રહેવું તે જીવનની આધ્યાત્મિક પ્રગતિ માટે અયોગ્યતા નથી. તે અયોગ્યતા નથી કારણકે છેવટે, વ્યક્તિએ પિતા અને માતામાથી જ જન્મ લેવો પડે. તો બધા મહાન આચાર્યો, મહાન આધ્યાત્મિક નેતાઓ, છેવટે, તે પણ પિતા અને માતામાથી જ આવ્યા છે. તો પિતા અને માતાના સંયોગ વગર, એક મહાન આત્માને ઉત્પન્ન કરવાની કોઈ શક્યતા પણ નથી. મહાન આત્માઓના ઘણા કિસ્સાઓ છે જેમ કે શંકરાચાર્ય, ઈશુ ખ્રિસ્ત, રામાનુજાચાર્ય. તેમને કોઈ ઉચ્ચ વારસાગત શીર્ષક પણ હતું નહીં, છતાં, તેઓ ગૃહસ્થ, પિતા અને માતામાથી બહાર આવ્યા. તો ગૃહસ્થ, અથવા પારિવારિક જીવન, તે અયોગ્યતા નથી. આપણે તે વિચારવું ના જોઈએ, કે ફક્ત બ્રહ્મચારીઓ અથવા સન્યાસીઓ, તેઓ આધ્યાત્મિક સ્તર પર ઉન્નત થઈ શકે છે, અને જે લોકો પત્ની અને બાળકો સાથે જીવી રહ્યા છે, તેઓ ના કરી શકે. ના. ચૈતન્ય મહાપ્રભુએ સ્પષ્ટ પણે ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે

કિબા વિપ્ર, કિબા ન્યાસી, શુદ્ર કેને નાય
યેઈ કૃષ્ણ તત્ત્વ વેત્તા સેઈ 'ગુરુ' હય
(ચૈ.ચ. મધ્ય ૮.૧૨૮)

ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું હતું, "તેનો ફરક નથી પડતો કે વ્યક્તિ ગૃહસ્થ છે, અથવા એક સન્યાસી અથવા એક બ્રાહ્મણ અથવા બ્રાહ્મણ નથી. તેનો ફરક નથી પડતો. ફક્ત જો વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત છે, જો તે કૃષ્ણ ભાવનામૃતના સ્તર પર ઉપર ઊઠે છે, તો તે બસ, મારો કહેવાનો મતલબ, ગુરુ બનવા માટે યોગ્ય બની જાય છે." યેઈ કૃષ્ણ તત્ત્વ વેત્તા સેઈ ગુરુ હય (ચૈ.ચ. મધ્ય ૮.૧૨૮). તત્ત્વ વેત્ત મતલબ જે વ્યક્તિ કૃષ્ણ વિજ્ઞાન જાણે છે. તેનો મતલબ પૂર્ણરીતે કૃષ્ણ ભાવનાભાવિત. સેઈ ગુરુ હય. સેઈ મતલબ "તે." ગુરુ મતલબ "આધ્યાત્મિક ગુરુ." તેઓ નથી કહેતા કે "વ્યક્તિએ સન્યાસી અથવા એક બ્રહ્મચારી બનવું પડે. પછી તે..." ના. પણ અહી શબ્દ વપરાયો છે, ગૃહમેધી, ગૃહસ્થ નહીં. ગૃહસ્થની નિંદા નથી થઈ. જો વ્યક્તિ નીતિનિયમો સાથે પત્ની અને બાળકો સાથે રહે છે, તો તે અયોગ્યતા નથી. પણ ગૃહમેધી, ગૃહમેધી મતલબ તેને કોઈ ઉચ્ચ ખ્યાલ નથી અથવા આધ્યાત્મિક જીવન વિશેની ઉચ્ચ સમજણ. ફક્ત તેની પત્ની અને બાળકો સાથે રહે છે કુતરા અને બિલાડાની જેમ, તેને ગૃહમેધી કહેવાય છે. તે ફરક છે બે શબ્દોમાં, ગૃહમેધી અને ગૃહસ્થ.