GU/Prabhupada 0822 - તમે માત્ર કીર્તન દ્વારા પુણ્યશાળી બનો છો



Lecture on SB 3.28.18 -- Nairobi, October 27, 1975

હરિકેશ: અનુવાદ: "ભગવાનના ગુણગાન હમેશા ગાવા યોગ્ય હોય છે, તેમની મહિમા તેમના ભક્તોની મહિમા વધારે છે. વ્યક્તિએ તેથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને તેમના ભક્તો પર ધ્યાન કરવું જોઈએ. વ્યક્તિએ જ્યાં સુધી તેનું મન સ્થિર ના બને ત્યાં સુધી ભગવાનના શાશ્વત રૂપ પર ધ્યાન ધરવું જોઈએ."

પ્રભુપાદ:

કિર્તન્ય તીર્થ યશસમ
પુણ્ય શ્લોક યશસ્કરમ
ધ્યાવેદ દેવમ સમગ્રાંગમ
યાવન ન ચ્યવતે મન:
(શ્રી.ભા. ૩.૨૮.૧૮)

આને ધ્યાન કહેવાય છે. યાવન - જ્યાં સુધી મન વિચલિત છે અને આપણા ધ્યાનના કેન્દ્ર પરથી ભટકેલું છે, વ્યક્તિએ આ કીર્તનનો અભ્યાસ કરવો જોઈએ. કીર્તનીય: સદા હરિ: (ચૈ.ચ. આદિ ૧૭.૩૧). ચૈતન્ય મહાપ્રભુ સલાહ આપે છે કે ભક્તે હમેશા જપ અથવા કીર્તન કરવું જોઈએ, ચોવીસ કલાક. કિર્તન્ય: "તે ગાવા યોગ્ય છે." તે ગાવા યોગ્ય છે, શા માટે? પુણ્ય શ્લોકસ્ય. પુણ્ય શ્લોકસ્ય... પુણ્ય શ્લોક યશસ્કરમ. જો તમે તમારા મનને સ્થિર ના પણ કરો - કીર્તન મતલબ તમારા મનને સ્થિર કરવું - પણ જો તમે તમારા મનને સ્થિર અથવા કેન્દ્રિત ના પણ કરો, છતાં તમે લાભ મેળવો છો. જેટલા તમે ભગવાનના ગુણગાન વધુ કરો છો, તમે પુણ્યશાળી બનો છો માત્ર કીર્તન દ્વારા. તે જરૂરી નથી કે તમે સમજો, પણ જો તમે હરે કૃષ્ણ મહા મંત્રનો જપ કર્યા કરો, તો તમે પુણ્યશાળી બનો છો. પુણ્યશ્લોક. કૃષ્ણનું બીજું નામ છે પુણ્યશ્લોક, ઉત્તમશ્લોક. ફક્ત "કૃષ્ણ" જપ કરવાથી, તમે પુણ્યશાળી બનો છો.

તો ધ્યાયેદ દેવમ સમગ્રાંગમ. ધ્યાનની શરૂઆત ચરણકમળથી થવી જોઈએ. જેવુ તમે કીર્તન શરૂ કરો, સૌ પ્રથમ તમારા મનને ચરણ કમળમાં કેન્દ્રિત કરો, એકાએક મુખ પર કૂદકો ના મારો. ચરણ કમળ વિશે વિચારવાનો અભ્યાસ કરો, પછી ઉપર, ઘૂંટણ, પછી જાંઘો, પછી પેટ, પછી છાતી. આ રીતે, છેલ્લે મુખ પર જાઓ. આ વિધિ છે. તે બીજા સ્કંધમાં વર્ણિત છે. વિધિ છે કેવી રીતે કૃષ્ણ વિશે વિચારવું, મન્મના ભવ મદ ભક્ત: (ભ.ગી. ૧૮.૬૫). આ ધ્યાન છે. તો આ.. કીર્તનથી તે બહુ સરળ બની જાય છે. જો તમે હરે કૃષ્ણ મહા મંત્રનો હરિદાસ ઠાકુરની જેમ ચોવીસ કલાક જપ કરો... તે શક્ય નથી. તો જેટલું વધુ શક્ય હોય તેટલું. તીર્થ યશસ. કીર્તન... આ પણ કીર્તન છે. આપણે કૃષ્ણ વિશે વાત કરી રહ્યા છીએ, કૃષ્ણ વિશે વાંચી રહ્યા છીએ, ભગવદ ગીતામાં કૃષ્ણની શિક્ષા વાંચી રહ્યા છીએ અથવા શ્રીમદ ભાગવતમમા કૃષ્ણની મહિમા વાંચી રહ્યા છીએ. તે બધુ કીર્તન છે. એવું નથી કે ફક્ત આપણે સંગીતના સાધનો સાથે ગાઈએ, તે જ કીર્તન છે. ના. તમે કૃષ્ણ વિશે કઈ પણ બોલો, તે કીર્તન છે.