GU/Prabhupada 0824 - આધ્યાત્મિક જગતમાં કોઈ મતભેદ નથી



751101 - Lecture BG 07.05 - Nairobi

જો તમે માનવ સ્વભાવનો અભ્યાસ કરો, જે પણ છે, તે ભગવાનમાં પણ છે. પણ તે પૂર્ણ અને અસીમિત છે, અને આપણે આ બધા રાસાયણિક ગુણો છે - ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં. અને ભૌતિક સંપર્કમાં તે અપૂર્ણ છે. તો જો તમે ભૌતિક બંધનમાથી મુક્ત બનો, તો તમે પૂર્ણ બનો. તમે સમજી શકો કે "હું ભગવાન જેટલો જ સારો છું, પણ ભગવાન મહાન છે; હું ખૂબ જ, ખૂબ જ સૂક્ષ્મ છું." તે આત્મ-સાક્ષાત્કાર છે. તે આત્મ-સાક્ષાત્કાર છે. જો તમે વિચારો, "હું ભગવાન જેટલો જ સારો છું," તે તમારી મૂર્ખતા છે. તમે ગુણમાં ભગવાન જેટલા જ સારા છો, પણ તમે ભગવાન જેટલા જ મહાન નથી. આ આત્મ-સાક્ષાત્કાર છે. તેથી શાસ્ત્ર કહે છે કે "જો આધ્યાત્મિક અંશની સૂક્ષ્મ માત્રા પરમ પૂર્ણ સાથે એક થઈ ગઈ છે, તો કેવી રીતે તે તેમના (ભગવાનના) નિયંત્રણ હેઠળ આવી ગઈ છે?" આ તર્ક છે. આપણે નિયંત્રણમાં છીએ. ભૌતિક વાતાવરણમાં આપણે પૂર્ણ નિયંત્રણમાં છીએ. પણ જ્યારે આપણે આધ્યાત્મિક રીતે મુક્ત થઈએ છીએ, તો પણ આપણે નિયંત્રણમાં રહીએ છીએ, કારણકે ભગવાન મહાન રહે છે અને આપણે સૂક્ષ્મ રહીએ છીએ.

તેથી આધ્યાત્મિક જગતમાં કોઈ મતભેદ નથી. કે ભગવાન મહાન છે અને આપણે સૂક્ષ્મ છીએ, કોઈ મતભેદ નથી. તે આધ્યાત્મિક જગત છે. અને ભૌતિક જગત મતલબ, "ભગવાન મહાન છે, આપણે સૂક્ષ્મ છીએ" - મતભેદ છે. તે ભૌતિક જગત છે. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચેનો ભેદ સમજવાનો પ્રયત્ન કરો. જીવ ભગવાનનો બહુ જ સૂક્ષ્મ અંશ છે, પણ આધ્યાત્મિક જગતમાં દરેક વ્યક્તિ પોતાની સ્થિતિથી જાણકાર છે. જીવો, તેઓ જાણે છે, "મારૂ પદ શું છે? હું ભગવાનનો નાનકડો અંશ છું." તેથી કોઈ મતભેદ નથી. દરેક વસ્તુ સારી રીતે ચાલી રહી છે. અહી આ ભૌતિક જગતમાં... તે વાસ્તવમાં ભગવાનનો નાનકડો અંશ છે, પણ મતભેદ છે. તે ખોટી રીતે વિચારે છે કે "હું ભગવાન જેટલો જ સારો છું." આ ભૌતિક જીવન છે. અને મુક્તિ મતલબ... જ્યારે આપણે આ જીવનની ખોટી ધારણામાથી મુક્ત થઈએ છીએ, તે મુક્તિ છે. મુક્તિ મતલબ... તેથી બધા જ ભક્તો જેમણે મૂળ રૂપે સ્વીકારી લીધું છે કે "ભગવાન મહાન છે; હું સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ અંશ છું. તેથી, જેમ નાનું મોટાની સેવા કરે છે, મારૂ સાચું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી." આ મુક્તિ છે. આ મુક્તિ છે.

તેથી દરેક ભક્ત કે જેણે આ સિદ્ધાંત ગ્રહણ કર્યો છે, કે "ભગવાન મહાન છે; હું બહુ જ સૂક્ષ્મ છું. મારે.. મારે મહાનની સેવા કરવી પડે..." તે સ્વભાવ છે. દરેક વ્યક્તિ કાર્યાલયે જાય છે, કારખાને જાય છે, કામ કરવા. આ શું છે? મોટાની સેવા કરવા માટે જવું. નહિતો તે ઘરે રહ્યો હોત. શા માટે તે કારખાને, કાર્યાલયે જાય છે? આ સ્વભાવ છે, કે નાનો મોટાની સેવા કરે છે. તો ભગવાન, તે સૌથી મોટા છે. અણોર અણીયાન મહતો મહિયાન (કઠ ઉપનિષદ ૧.૨.૨૦). તો તમારું કાર્ય શું છે? તેમની સેવા કરવી, બસ તેટલું જ. આ સ્વાભાવિક પદ છે. ભૌતિક જગતમાં તે બીજા કોઇની સેવા કરવા જાય છે, (અસ્પષ્ટ), કોઇ બીજાની સેવા કરવા તેની રોજી રોટી માટે; છતાં, તે વિચારે છે, "હું ભગવાન છું." જરા જુઓ કયા પ્રકારનો ભગવાન છે તે. (હાસ્ય) આ ધૂર્ત છે, તે વિચારે છે કે તે ભગવાન છે. જો તેને કાર્યાલયમાથી કાઢી મૂકવામાં આવે, તેને તેનો રોટલો નહીં મળે, અને તે ભગવાન છે. આ ભૌતિક જગત છે. દરેક વ્યક્તિ વિચારી રહ્યું છે, "હું ભગવાન છું." તેથી તેમને મૂઢ, ધૂર્ત કહેવામા આવ્યા છે. તેઓ ભગવાનને શરણાગત નથી થતાં. ન મામ દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: માયયાપહ્રત જ્ઞાના: (ભ.ગી. ૭.૧૫). અપહ્રત જ્ઞાના: તેનું વાસ્તવિક જ્ઞાન લઈ લેવામાં આવ્યું છે. તે જાણતો નથી કે તે સૂક્ષ્મ છે, ભગવાન મહાન છે, તેનું કાર્ય છે ભગવાનની સેવા કરવી. આ જ્ઞાન લઈ લેવામાં આવ્યું છે. માયયાપહ્રત જ્ઞાના: આસુરમ ભાવમ આશ્રિત: આ લક્ષણ છે.

અને તમે એક લક્ષણથી સમજી શકો. જેમ કે એક ચોખાના મોટા ઘડામાથી એક દાણાને દબાવવાથી, તમે સમજી શકો કે ચોખા ઠીક છે, તેવી જ રીતે, એક લક્ષણથી તમે સમજી શકો કે ધૂર્ત કોણ છે. એક લક્ષણથી. તે શું છે? ન મામ પ્રપદ્યન્તે. તે કૃષ્ણનો ભક્ત નથી, તે ધૂર્ત છે. બસ તેટલું જ. તરત જ તમે લો, કોઈ પણ ગણના વગર, કે જે પણ વ્યક્તિ કૃષ્ણનો ભક્ત નથી, જે કૃષ્ણને શરણાગત થવા તૈયાર નથી, તે ધૂર્ત છે. બસ તેટલું જ. આ આપણો નિષ્કર્ષ છે.

આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.