GU/Prabhupada 0832 - સ્વચ્છતામાં પ્રભુતા છે



Lecture on SB 3.25.16 -- Bombay, November 16, 1974

વિધિ છે કે મનને બધી જ ગંદી વસ્તુઓમાથી સ્વચ્છ કરવું પડે. મન મિત્ર છે; મને શત્રુ પણ છે દરેકનો. જો તે સ્વચ્છ છે, તો તે મિત્ર છે અને જો એ ગંદુ છે... જેમ કે તમે પોતાને ગંદા રાખો, તો તમને કોઈ રોગનો ચેપ લાગે. અને જો તમે પોતાને સ્વચ્છ રાખો, તો ચેપ ના લાગે. જો તમે કાર્ય કરો, બાકીનું... તેથી વેદિક સંસ્કૃતિ અનુસાર, વ્યક્તિએ પોતાને ત્રણ વાર સ્વચ્છ કરવી પડે, ત્રિ સંધ્યા. સવારે, વહેલી સવારે, ફરીથી બપોરે, ફરીથી સાંજે. જે લોકો ચુસ્તપણે બ્રાહ્મણ નીતિ નિયમોનું પાલન કરે છે... વૈષ્ણવ પણ. વૈષ્ણવ મતલબ તે પહેલેથી જ બ્રાહ્મણ છે. તો તેણે પણ નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ... સત્યમ શમો દમસ તિતિક્ષા આર્જવમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ... (ભ.ગી. ૧૮.૪૨).

તો સ્વચ્છતા તે પ્રભુતા છે. તો... વાસ્તવમાં, આપણું ભૌતિક બદ્ધ જીવન મતલબ મન કચરાથી ઢંકાયેલું છે, બધી જ અસ્વચ્છ, ગંદી વસ્તુઓ. તે રોગ છે. જ્યારે આપણે તમોગુણ અને રજોગુણના નીચલા સ્તર પર હોઈએ છીએ, આ ગંદી વસ્તુઓ મુખ્ય છે. તેથી વ્યક્તિએ પોતાને તમોગુણ અને રજોગુણથી સત્વગુણ પર ઉપર લાવવી પડે. વિધિની ભલામણ થયેલી છે, કેવી રીતે મનને સ્વચ્છ કરવું: શ્રુણવતામ સ્વ-કથા: કૃષ્ણ: પુણ્ય શ્રવણ કીર્તન: (શ્રી.ભા. ૧.૨.૧૭). વ્યક્તિએ કૃષ્ણ કથા સાંભળવી પડે. કૃષ્ણ દરેકના હ્રદયમાં છે, અને જ્યારે તેઓ જુએ છે કે બદ્ધ આત્મા... કારણકે વ્યક્તિગત આત્મા કૃષ્ણનો અંશ છે, કૃષ્ણ ઈચ્છે છે કે "આ વ્યક્તિગત આત્મા, ધૂર્ત, તે ભૌતિક આનંદ માટે ખૂબ જ આસક્ત છે, જે તેના બંધન, જન્મ અને મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ, નું કારણ છે, અને તે એટલો મૂર્ખ છે કે તે ગણકારતો નથી કે 'શા માટે મને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ થાય છે?' "તે મૂર્ખ બની ગયો છે. મૂઢ. તેથી તેમને કહેવામા આવ્યા છે: મૂઢ, ગધેડો. ગધેડો... જેમ કે ગધેડો જાણતો નથી કે શા માટે તે આટલો બધો ભાર ઉઠાવી રહ્યો છે, ધોબીના આટલા બધા કપડાં. શેના માટે? તેને કોઈ લાભ નથી. કોઈ પણ કપડું તેનું નથી. ધોબી થોડું ઘાસ આપે છે, જે બધે જ પ્રાપ્ય છે. જો... પણ ગધેડો વિચારે છે કે "આ ઘાસ ધોબીએ આપ્યું છે. તેથી મારે ભારે વજન લેવું જ પડે, ભલે એક પણ કપડું મારૂ ના હોય."

આને કર્મીઓ કહેવાય છે. કર્મીઓ, આ બધા મોટા, મોટા કર્મીઓ, મોટા, મોટા કરોડપતિઓ, તેઓ ફક્ત ગધેડા જેવા છે, કારણકે તેઓ એટલું સખત કામ કરી રહ્યા છે. ફક્ત મોટા જ નહીં - નાના પણ. દિવસ અને રાત. પણ બે રોટી અથવા ત્રણ રોટી અથવા વધુમાં વધુ, ચાર રોટી ખાય છે. પણ તે ખૂબ જ સખત, ખૂબ જ સખત પરિશ્રમ કરી રહ્યો છે. આ ત્રણ-ચાર રોટી સૌથી ગરીબ માણસને પણ મળી શકે છે, તો શા માટે તે આટલી બધી મહેનત કરે છે? કારણકે તે વિચારે છે, "હું એક મોટા પરિવારનું પાલન કરવા માટે જવાબદાર છું." તેવી જ રીતે, એક નેતા પણ, રાજનેતા, તે પણ વિચારે છે કે, "મારા વગર, મારા દેશના બધા જ સભ્યો મરી જશે. તો મને દિવસ અને રાત કામ કરવા દે. મારા મૃત્યુ સુધી અથવા મને કોઈ મારી નાખે ત્યાં સુધી, મારે આટલી મહેનત કરવી જ પડે." આને ગંદી વસ્તુઓ કહેવાય છે. અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). અહમ મમેતી. અહમ મામાભીમાનોથૈ (શ્રી.ભા. ૩.૨૫.૧૬). આ ગંદી વસ્તુઓ... વ્યક્તિગત, સામાજિક, રાજનૈતિક, સાંપ્રદાયિક, અથવા રાષ્ટ્રીય કઈ પણ લો. કોઈ પણ. આ બે વસ્તુઓ, અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮), બહુ જ મુખ્ય છે. "હું આ પરિવારનો છું. હું આ દેશનો છું. હું ફલાણા અને ફલાણા સંપ્રદાયનો છું. મારે ફલાણું અને ફલાણું કર્તવ્ય છે." પણ તે જાણતો નથી કે આ બધી ખોટી ઉપાધિઓ છે. તેને અજ્ઞાનતા કહેવાય છે. ચૈતન્ય મહાપ્રભુ તેથી તેમની શિક્ષાનો પ્રારંભ કરે છે, કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). સાચું પદ છે કે હું કૃષ્ણનો શાશ્વત સેવક છું. તે સાચું પદ છે. પણ તે વિચારે છે, "હું આ પરિવારનો સેવક છું. હું આ દેશનો સેવક છું. હું આ સંપ્રદાયનો સેવક છું..." ઘણા બધા. અહમ મમેતી (શ્રી.ભા. ૫.૫.૮). આ અજ્ઞાનતાને કારણે છે, તમોગુણ.