GU/Prabhupada 0838 - જ્યારે કોઈ ભગવાન નથી, બધી જ વસ્તુઓ શૂન્ય અને ફોક હશે



731201 - Lecture SB 01.15.21 - Los Angeles

પ્રદ્યુમ્ન: અનુવાદ: "મારી પાસે તે જ ગાંડીવ ધનુષ્ય છે, તે જ બાણો, તે જ ઘોડાથી દોડતો તે જ રથ, અને હું તેમનો તે જ અર્જુનને જેમ ઉપયોગ કરું છું જેનું બધા જ રાજાઓ સમ્માન કરતાં. પણ ભગવાન કૃષ્ણની અનુપસ્થિતિમાં, તે બધુ, એક ક્ષણવારમાં, શૂન્ય થઈ ગયું છે. તે બિલકુલ તેવું છે કે રાખ ઉપર માખણ નાખવું, એક જાદુઈ લાકડીથી ધન ભેગું કરવું અથવા ઉજ્જડ જમીન પર બીજ વાવવા (શ્રી.ભા. ૧.૧૫.૨૧)."

પ્રભુપાદ: બહુ જ મહત્વપૂર્ણ શ્લોક, હમ્મ? તદ અભૂદ અસદ ઇશ રિકતમ. બધી જ વસ્તુ શૂન્ય અને ફોક થઈ જશે જ્યારે ત્યાં ભગવાન નહીં હોય. બસ તેટલું જ. આધુનિક સમાજ પાસે બધુ જ છે, પણ ભગવદ ભાવનામૃત વગર, કોઈ પણ ક્ષણે તે સમાપ્ત થઈ જશે. અને લક્ષણો છે... કોઈ પણ ક્ષણે. વર્તમાન સમયે, આ ભગવાનરહિત સમાજ, જેવુ યુદ્ધની ઘોષણા થાય છે, અમેરિકા પરમાણુ બોમ્બ નાખવા તૈયાર છે, રશિયા તૈયાર છે... પહેલો દેશ કે જે પરમાણુ બોમ્બ નાખશે, તે વિજયી હશે. કોઈ પણ વિજયી નહીં હોય, કારણકે તે બંને બોમ્બ નાખવા તૈયાર છે. અમેરિકા સમાપ્ત થઈ જશે અને રશિયા સમાપ્ત થઈ જશે. તે સ્થિતિ છે. તો તમે સમાજની પ્રગતિ કરી શકો છો, વૈજ્ઞાનિક પ્રગતિ, આર્થિક વિકાસ, પણ જો તે ભગવાનરહિત છે, કોઈ પણ ક્ષણે તે સમાપ્ત થઈ જશે. કોઈ પણ ક્ષણે.

જેમ કે રાવણ. રાવણ, હિરણ્યકશિપુ, તેઓ દાનવો હતા, ભગવાનરહિત દાનવો. રાવણ વેદિક જ્ઞાનમાં બહુ જ શિક્ષિત વિદ્વાન હતો અને ભૌતિક રીતે બહુ જ શક્તિશાળી. તેણે તેની રાજધાનીને સોનામાં પરિવર્તિત કરી હતી, બધા જ મકાનો અને બધુ જ. તે છે... તે મનાય છે કે રાવણનો ભાઈ રાજા હતો... પૃથ્વીની બીજી બાજુએ. તો તે મારી સલાહ છે... હું એવું નથી કહેતો કે તે બહુ જ વૈજ્ઞાનિક સાબિતીવાળું છે. તો પૃથ્વીની બીજી બાજુએ... રાવણ સેયલોનમાં હતો, અને પૃથ્વીની બીજી બાજુએ, જો તમે ભૂગર્ભ માર્ગે જાઓ, તે બ્રાઝિલ આવે છે. અને બ્રાઝિલમાં સોનાની ખાણો હોવાનું મનાય છે. અને રામાયણમાં તે કહ્યું છે કે રાવણનો ભાઈ પૃથ્વીની બીજી બાજુએ રહેતો હતો, અને રામચંદ્રને ભૂગર્ભ માર્ગે લઈ જવામાં આવ્યા હતા. તો આ ગણતરી પ્રમાણે, આપણે ધારી શકીએ કે રાવણે સોનાનો મોટો જથ્થો બ્રાઝિલમાથી આયાત કર્યો હતો, અને તેણે તેને મોટા, મોટા ઘરોમાં પરિવર્તિત કર્યો. તો રાવણ એટલો શક્તિશાળી હતો કે તેણે તેની રાજધાની સ્વર્ણ-લંકા બનાવી, "સોનાની રાજધાની." જેમ કે જો એક માનદ અવિકસિત દેશમાથી તમારા દેશમાં આવે, ન્યુ યોર્ક કે બીજા કોઈ શહેરમાં, જ્યારે તે મોટા, મોટા ગગનચુંબી મકાનો જુએ તે ચકિત થઈ શકે છે. જોકે ગગનચુંબી ઇમારતો અત્યારે બધે જ હોય છે, પહેલા તે અદ્ભુત હતું.

તો આપણે બધુ અદ્ભુત નિર્માણ કરી શકીએ છીએ, પણ આપણે રાવણનું ઉદાહરણ લઈ શકીએ છીએ. રાવણ ભૌતિક રીતે બહુ જ ઉન્નત હતો, અને તેની પાસે પર્યાપ્ત વેદિક જ્ઞાન હતું. તે બ્રાહ્મણનો પુત્ર હતો. બધુ જ હતું. પણ એક જ ખામી હતી કે તેણે રામની કોઈ પરવાહ ના કરી. તે એક માત્ર ભૂલ હતી. "ઓહ, રામ શું છે? હું તેમની પરવાહ નથી કરતો. સ્વર્ગમાં જવા માટે યજ્ઞો અને કર્મકાંડો કરવાની કોઈ જરૂર નથી." રાવણે કહ્યું, "હું ચંદ્ર ગ્રહ પર જવા માટે એક સીડી બનાવીશ. તમે આ રીતે કે તે રીતે કેમ પ્રયાસ કરી રહ્યા છો? હું તે કરીશ." સ્વર્ગેસરી. (?) તો આ લોકો રાવણની જેમ પ્રયાસ કરી રહ્યા છે, પણ તેમણે રાવણ પાસેથી શિક્ષા લેવી જોઈએ કે તેની ભગવદહીનતાએ તેનો વિનાશ કર્યો. તેણે બધુ જ ખોઈ દીધું.

તો અર્જુન દ્વારા આ શિક્ષા... તેણે કહ્યું કે સો અહમ ધનુસ ત ઈશવ: તે ભરવાડો દ્વારા પરાજિત થયો હતો. તે કૃષ્ણની રાણીઓની રક્ષા ના કરી શક્યો, અને ભરવાડો તેમને લઈ ગયા હતા. તો તે પસ્તાવો કરતો હતો, કે "મારી પાસે આ ધનુષ્ય છે અને બાણ છે જેનાથી મે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર યુદ્ધ કર્યું, અને હું વિજયી બન્યો કારણકે કૃષ્ણ મારા રથ પર બેઠા હતા. તે એક માત્ર શિક્ષા છે. હવે મારી પાસે આ ધનુષ્ય અને બાણો છે, તે જ ધનુષ્ય અને બાણો જેનાથી મે કુરુક્ષેત્રના યુદ્ધમાં યુદ્ધ કર્યું હતું, પણ અત્યારે કૃષ્ણ નથી. તેથી તે બેકાર છે." ઇશ-રિક્ત, અસદ અભૂત. અસત મતલબ જે કામ નથી કરતું; જે અસ્તિત્વમાં નથી. "તો મારા ધનુષ્ય અને બાણો તો તે જ છે, પણ હવે તે બેકાર છે." આપણે આ શિક્ષા લેવી જોઈએ કે ભગવાન વગર, આત્મા વગર, આ ભૌતિક, મારા કહેવાનો મતલબ, સુંદરતાનું કોઈ મૂલ્ય નથી.