GU/Prabhupada 0846 - ભૌતિક જગત આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે



741221 - Lecture SB 03.26.09 - Bombay

નિતાઈ: "દેવહુતિએ કહ્યું: હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃપા કરીને પરમ ભગવાનના લક્ષણો અને તેમની શક્તિઓ વિશે સમજાવો, કારણકે આ બંને કારણ છે આ સૃષ્ટિના પ્રાગટ્ય અને અપ્રાગટ્યના."

પ્રભુપાદ:

પ્રકૃતે: પુરુષસ્યાપી
લક્ષણમ પુરુષોત્તમ
બૃહી કારણયોર અસ્ય
સદ અસચ ચ યદ આત્મકમ
(શ્રી.ભા. ૩.૨૬.૯)

તો કપિલદેવને અહી પુરુષોત્તમ કહીને સંબોધવામાં આવ્યા છે. પુરુષોત્તમ. જીવો, પરમાત્મા, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જીવોને ક્યારેક પુરુષ કહેવામા આવે છે કારણકે પુરુષ મતલબ ભોક્તા. તો જીવોને આ ભૌતિક જગતમાં ભોગ કરવો છે જોકે તે ભોક્તા નથી. આપણે ઘણી વાર સમજાવેલું છે. જીવો, તે પણ પ્રકૃતિ છે. પણ તેને ભોગ કરવો છે. તેને ભ્રમ કહેવાય છે. તો તેના આ ભોગભાવમાં તે પુરુષ કહી શકાય છે, ભ્રામક પુરુષ. વાસ્તવિક પુરુષ છે ભગવાન. પુરુષ મતલબ ભોક્તા. ભોક્તા, સાચા ભોક્તા, છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯).

તો દેવહુતિને પુરુષ અને પ્રકૃતિના લક્ષણોનો ખુલાસો જોઈએ છે. તો પુરુષ એક છે, પણ પ્રકૃતિ, ઘણી બધી શક્તિઓ છે. પ્રકૃતિ, શક્તિ. જેમ કે આપણને વ્યાવહારિક અનુભવ છે કે પતિ અને પત્ની, પત્નીને શક્તિ ગણવામાં આવે છે. પતિ દિવસ અને રાત સખત પરિશ્રમ કરે છે, પણ જ્યારે તે ઘરે આવે છે, પત્ની તેને આરામ આપે છે, ખાવું, ઊંઘવું, મૈથુન, ઘણી બધી રીતે. તે તાજી શક્તિ મેળવે છે. વિશેષ કરીને કર્મીઓ, તેઓ પત્નીના વર્તાવ અને સેવાથી શક્તિ મેળવે છે. નહિતો કર્મીઓ કામ ના કરી શકે. તો કઈ વાંધો નહીં, શક્તિનો સિદ્ધાંત હોય છે. તેવી જ રીતે, પરમ ભગવાન, તેમને પણ શક્તિ હોય છે. વેદાંત સૂત્રમાં, આપણે સમજીએ છીએ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, દરેક વસ્તુના મૂળ સ્ત્રોત, બ્રહ્મ... અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તે બ્રહ્મ... એક સંકેતમાં વ્યાસદેવ વર્ણન કરે છે કે જન્માદી અસ્ય યત: "બ્રહ્મ, પરમ નિરપેક્ષ સત્ય, તે છે કે જેમાથી બધુ આવ્યું છે (શ્રી.ભા. ૧.૧.૧)." તો જ્યાં સુધી આ સિદ્ધાંત છે, કે બ્રહ્મ, પરમ સત્ય, તેમને પણ શક્તિ છે અને તેમની શક્તિઓ સાથે કામ કરે છે; નહિતો શા માટે આ ભૌતિક જગતમાં આ ખ્યાલ આવ્યો છે? ભૌતિક જગત પડછાયો છે, આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ. જ્યાં સુધી આધ્યાત્મિક જગતમાં મૂળ વસ્તુ ના હોય, તે ભૌતિક જગતમાં પ્રતિબિંબિત ના થઈ શકે.