GU/Prabhupada 0859 - આ પાશ્ચાત્ય સંસ્કૃતિની ખામી છે. વોક્સ પોપ્યુલી, જનતાનો મત લેવો.



Room Conversation with Director of Research of the Dept. of Social Welfare

નિર્દેશક: પણ, લોકો કહેશે કે તે હજુ પણ વસ્તીનો ખૂબ નાનો પ્રતિશત છે.

પ્રભુપાદ: ના. ઊંચા પ્રતિશતનો પ્રશ્ન જ નથી. મે કહ્યું છે કે ભલે એક નાના પ્રતિશત, પણ થોડાક આદર્શ માણસો હોવા જ જોઈએ ઓછામાં ઓછું લોકો જોશે કે "આ રહ્યા આદર્શ માણસો." જેમ અમારી પાસે છે. કારણકે તેઓ કીર્તન કરે છે અને નૃત્ય કરે છે, ઘણા બહારના લોકો આવે છે. તેઓ પણ શીખે છે, તેઓ પણ પ્રણામ કરે છે. અને ધીમે ધીમે તેઓ સેવા પણ કરે છે. "કૃપા કરીને મને સ્વીકારો." કલ્પના કરતાં ઉદાહરણ વધારે સારું છે. જો તમારી પાસે આદર્શ મનુષ્યોનો વર્ગ હશે, તો લોકો આપમેળે શિખશે. તે જરૂરી છે. પણ ખોટું ના લગાડશો હું નથી જોતો, મારો કહેવાનો મતલબ, આદર્શ મનુષ્યોનો વર્ગ પૂજારીઓ સુદ્ધામાં, તે લોકો તેમની પીવાની આદત ને કારણે ચિકિત્સાલયોમાં જઈ રહ્યા છે. મે થોડાક સમય પૂર્વ જોયેલું કે એક ચિકિત્સાલયમાં, પાંચ હજાર દર્દીઓ, દારુના દર્દી, પૂજારીઓ. પૂજારીઓ આદર્શ ચરિત્રના હોવા જોઈએ. અને તેઓ સમલૈંગિકતાની વકીલાત કરે છે. તો આદર્શ ચારિત્રવાન પુરુષો ક્યાં છે? જો પૂજારી વર્ગ, તે લોકો તેમની પીવાની આદતને કારણે ચિકિત્સાલય જતાં હોય અને તેઓ પુરુષ-પુરુષ વિવાહ અને સમલૈંગિકતાને અનુમતિ આપતા હોય તો આદર્શ ચરિત્ર ક્યાં છે?

નિર્દેશક: પણ સમલૈંગિકતા એક રોગ છે અમારામાં...

પ્રભુપાદ: હે? નિર્દેશક: સમલૈંગિકતા એક રોગ છે. તમારે કેમ?

ભક્ત: તેમણે કહ્યું તે એક રોગ છે.

નિર્દેશક: તે એક રોગ છે. તેવી જ રીતે કે જેમ એક માણસ જોઈ નથી શકતો, તમે તેના અંધત્વ માટે તેને સજા કરશો. તમે સમલૈંગિક હોવાના કારણે એક માણસ ને સજા ના કરી શકો. તે અમારો સમાજ કહે છે.

પ્રભુપાદ: સારું. ખૈર. પૂજારી વર્ગ, સમલૈંગિકતાને અનુમતિ આપે.

નિર્દેશક: માફ કરજો?

પ્રભુપાદ: અનુમતિ. તેઓ સમલૈંગિકતાને અનુમતિ આપે છે.

નિર્દેશક: હા. અમે કહીએ છીએ...

પ્રભુપાદ: અને એક રિપોર્ટ હતો કે પુરુષ અને પુરુષનું લગ્ન એક પૂજારી દ્વારા કરવામાં આવ્યું. ન્યુયોર્કમાં એક છાપું છે, વોચટાવર એ એક ખ્રિસ્તી છાપું છે. તેઓ નિંદા કરે છે, કે પૂજારી પુરુષ-પુરુષ લગ્નની અનુમતિ આપે છે. અને તેઓ પ્રસ્તાવ બહાર પાડે છે, સમલૈંગિકતાની અનુમતિ છે. "બધુ બરાબર." અને પર્થમાં તમે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ સમલૈંગિકતાની ચર્ચા કરે છે, સમલૈંગિકતા ની તરફેણમાં. તો આદર્શ ચરિત્ર ક્યાં છે? જો તમારે કઈક ઠોસ જોઈએ છીએ, તો થોડાક લોકોને આદર્શ ચરિત્રના બનવાની તાલીમ આપો. તે છે કૃષ્ણ ભાવનામૃત આંદોલન.

નિર્દેશક: તમે શું કહો છો... લોકો કહે છે કે તમારે માટે જે આદર્શ છે તે બીજા કોઈક માટે નથી

પ્રભુપાદ: હું તમને આદર્શ ચરિત્રનું ઉદાહરણ આપું છું.

નિર્દેશક: હા. પણ તે એક મત છે.

પ્રભુપાદ: ના. તે મત પર આધારિત નથી. મત, મતનું મૂલ્ય શું છે જો બધા લોકો ગધેડા હશે? કોઈ મત નથી. જે રીતે શાસ્ત્રમાં વર્ણવેલું છે તે રીતે જ લેવું જોઈએ. કોઈ મત નહીં. ગધેડાનો મત લેવાનો શું ફાયદો? તો, લોકો ફક્ત કુતરા અને ગધેડાની જેમ તાલીમ પામેલા છે, તો તેમના મતનો શું ફાયદો? જો તમારે લાગુ કરવું છે, તો આ પ્રમાણે જ કરવું જોઈએ. જેમ કે જ્યારે આપણે શરૂઆતમાં કહ્યું "કોઈ વ્યભિચાર નહીં." મે ત્યારે તેમના મતની ક્યારેય પરવા નહતી કરી. મત... તરત જ પછી ચર્ચા થશે. અને તેમનો મત લેવાનો ઉપયોગ શું? એ થવું જ જોઈએ. આ પાશ્ચાત્ય સંસ્કૃતિની ખામી છે. વોક્સ પોપ્યુલી, જનતાનો મત લેવો. આ જનતાનું મૂલ્ય શું છે? પિયકકડો, ધૂમ્રપાન કરવાવાળા, માંસાહારી, સ્ત્રી-શિકારી. શું... તેઓ પ્રથમ વર્ગના માણસો નથી. તો આ તૃતીય, ચતુર્થ વર્ગના માણસોનો મત લેવાનો ફાયદો શું છે? આમે આવા મતની વકીલાત નથી કરતાં. જે કૃષ્ણ કહે છે, તે ધોરણ છે, બસ એટલું જ. કૃષ્ણ સર્વોત્તમ છે, અને તેમની આવૃતિ અંતિમ છે. કોઈ મત નહીં, કોઈ લોકશાહી નહીં. તમે જ્યારે કોઈ ડોક્ટર, તબીબ પાસે ઈલાજ માટે જાઓ, તબીબ તેનું પ્રિસ્ક્રીપ્શન બીજા દર્દીઓના મત માટે મુકતા નથી. "હવે હું આ દવા લખું છું આ સજ્જન માટે. હવે તમે મને તમારો મત આપો." શું તે એ કરે છે? બધા દર્દીઓ, તેઓ શું મત આપશે? તબીબ પૂર્ણ વ્યક્તિ છે. જેપણ દવા તેમણે લખી, તે જ, બસ. પણ અહી પાશ્ચાત્ય... બધુ, લોકોનો મત