GU/Prabhupada 0865 - તમે દેશને લઈ રહ્યા છો, પણ શાસ્ત્ર ગ્રહોને લે છે, દેશને નહીં



750520 - Morning Walk - Melbourne

પરમહંસ: બહુ ફૂલોની વિવિધતા નથી.

પ્રભુપાદ: ના, ફૂલોની વાત નથી. મારો કહેવાનો મતલબ, છોડ, લતાઓ, ૨૦ લાખ. લક્ષ વિમ્સતી. દસ લાખ એટલે એક મિલિયન, અને વિમ્સતી, વીસ લાખ.

હરિ-સૌરી: એક અખબારપત્ર હું વાંચી રહ્યો હતો. તે લોકો જાહેરાત કરતાં હતા મનુષ્યના વિકાસ ની. અને તે લોકો કહેતા હતા આશરે ૨૦ લાખ જાતનું જીવન હતું. આ વૈજ્ઞાનિકોની ગણતરી હતી.

પ્રભુપાદ: ૨૦ લાખ? ના. ચોર્યાસી લાખ.

શ્રુતકીર્તિ: તમે પેલા દિવસે કહેતા હતા કે બધી જીવનની યોનીઓ પદ્મપુરાણમાં આપેલી છે.

પ્રભુપાદ: હા.

શ્રુતકીર્તિ: એ બધાનો ઉલ્લેખ કરેલો છે.

પ્રભુપાદ: તેઓએ અલગ અલગ ઉલ્લેખ કરેલો છે, કે ફક્ત કુલ મિલાવીને?

હરિ-સૌરી: ફક્ત આશરે.

શ્રુતકીર્તિ: અનુમાન.

હરિ-સૌરી: (વિરામ)... આ તથાકથીત વાંદરમાંથી માનવના વિકાસની ખૂટતી કડીનું ચિત્ર. તેઓએ એક ચિત્ર આપ્યું છે કે એક જાતી જે મનુષ્ય જેવી લાગે છે પણ જડબું વાનર જેવુ. અને તેઓ દાવો કરી રહ્યા છે કે આ...

પ્રભુપાદ: તેમની પાસે એ ક્યાથી આવ્યું?

હરિ-સૌરી: .... આ પ્રકારની પ્રજાતિ લખો વર્ષો પહેલા અસ્તિત્વમાં હતી. (વિરામ)

અમોઘ: ૪ લાખ માણસની યોનીઓમાથી, તે શું વિશેષતા છે કે જે એક ને બીજાથી અલગ પાડે છે? આપણે તેમને કેવી રીતે ઓળખી શકીએ? કે આપણે?

પ્રભુપાદ: તમે માણસોની અલગ અલગ જાતિ નથી જોઈ?

અમોઘ: હા.

પ્રભુપાદ: તો, તે શું છે...

અમોઘ: ઠીક તો તે શું દેશથી વિભાજિત છે, કે એક જ દેશમાં અલગ અલગ વિવિધ જાતો હોય છે?

પ્રભુપાદ: તમે દેશને લઈ રહ્યા છો, પણ શાસ્ત્ર ગ્રહોને લે છે, દેશને નહીં તમારો ખ્યાલ બહુ અપંગ છે: 'દેશ," રાષ્ટ્રીય." પણ શાસ્ત્ર એ નથી... રાષ્ટ્રીય જેવી કોઈ વસ્તુ નથી હોતી. તેઓ સમસ્ત બ્રહમાંડને એક તરીકે લે છે. તે લોક તે દ્રષ્ટિકોણથી જુએ છે. આ અપંગ ખ્યાલો, "રાજ્ય," "રાષ્ટ્રીય," તે પછીથી આવ્યા છે. પહેલા આવી કોઈ વસ્તુ હતી નહીં. એક ગ્રહ કે બ્રહ્માણ્ડ, એવું. જેમ કે ગઈ કાલે રાત્રે તે છોકરી ચકિત થઈ ગયેલી કે "આ ગ્રહ એક રાજા દ્વારા કેવી રીતે ચાલી શકે?" તે ખરેખર થતું હતું. અને સંપૂર્ણ બ્રહ્માણ્ડ બ્રહ્મા, એક વ્યક્તિ દ્વારા નિયંત્રિત થાય છે. તો ખબર હોવી જરૂરી છે કે કેવી રીતે શાસન કરવું.

ભક્ત (૧): આપણે જોઈ શકીએ છીએ, શ્રીલ પ્રભુપાદ, ધન અને ખનીજના વિતરણથી દરેક લોકમાં, દરેક ગ્રહમાં, કે તે એક શાસક દ્વારા શાસિત કરવામાં આવે. એક જગ્યા પર સોનું છે, એક જગ્યા પર ધાન્ય છે ઉગાવવા માટે. આ સાચું છે?

પ્રભુપાદ: ના. બધીજ જગ્યાએ બધુ જ છે, કદાચ અલગ અલગ માત્રમાં.

હરિ-સૌરી: શું આ તે નિયંત્રણ છે કે જે બ્રહ્મા બ્રહ્માણ્ડમાં કરે છે , બધા દેવતાઓની સાથે, કે તેઓ વિભાગીય પ્રમુખ છે? તો તે પોતે વ્યક્તિગત રૂપે દરેક વસ્તુનું નિર્દેશન નથી કરતાં.

પ્રભુપાદ: હા, તેમણે જવાબદારી આપવામાં આવેલી છે. તેવી જ રીતે કે આપણે અલગ અલગ જી બી સી છે અલગ અલગ કાર્યો માટે. તેવી જ રીતે, તે લોકો તેમનું કર્તવ્ય પાલન સરસ રીતે કરે છે. આ બધા ગ્રહો અલગ અલગ દેવતાઓના વિભિન્ન આવાસ ઘર છે. તેઓ સમસ્ત બ્રહ્માણ્ડના કાર્યોનું નિયંત્રણ કરે છે. તેમની તુલનમાં, આ મનુષ્ય કશું જ નથી. આપણે નિયંત્રિત છીએ, આપણે નિયંત્રક નથી. તે તેઓ સમજતા નથી. આધુનિક સભ્યતા, તેઓ જાણતા નથી. જોકે તેઓ નિયંત્રિત થઈ રહ્યા છે, તેઓ જાણતા નથી. તે જ દોષ છે.