GU/Prabhupada 0881 - જોકે ભગવાન અદ્રશ્ય છે, તેઓ હવે જોઈ શકાય તે માટે અવતરિત થયા છે, કૃષ્ણ



730413 - Lecture SB 01.08.21 - New York

અનુવાદ: "તેથી મને મારા દંડવત પ્રણામ ભગવાનને કરવા દો, કે જે વસુદેવના પુત્ર બન્યા છે, અને દેવકીનો આનંદ, નંદના પુત્ર અને બીજા વૃંદાવનના ગોપાળો, અને ગાયો અને ઇન્દ્રિયોને હર્ષિત કરવાવાળા."

પ્રભુપાદ: તો શરૂઆતમાં કુંતીદેવીએ કહ્યું હતું કે નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતિ: પરમ: (શ્રી.ભા. ૧.૮.૧૮). "હું દંડવત પ્રણામ કરું છું વ્યક્તિને, પુરુષ, કે જે પ્રકૃતિ: પરમ છે, જે આ ભૌતિક અભિવ્યક્તિથી પર છે." કૃષ્ણ પૂર્ણ અધ્યાત્મિક આત્મા છે, પરમાત્મા. તેમને કોઈ ભૌતિક શરીર નથી. તો શરૂઆતમાં કુંતીદેવીએ આપણને તે સમજ આપી કે ભગવાન, સર્વોચ્ચ પુરુષ... પુરુષ મતલબ વ્યક્તિ. તે અવ્યક્ત નથી. પુરુષ. પણ તે આ ભૌતિક જગતના પુરુષ નથી, આ ભૌતિક રચનાની વ્યક્તિ નથી. તે સમજવું પડશે. નિરાકારવાદીઓ તેમના સંકુચિત જ્ઞાનમા સમાવેશ નથી કરી શકતા કેવી રીતે સર્વોચ્ચ નિરપેક્ષ સત્ય વ્યક્તિ બની શકે, કારણકે જ્યારે તો વ્યક્તિ વિષે વિચારે છે તેઓ આ ભૌતિક જગતના વ્યક્તિ વિષે વિચારે છે. તે તેમની ખામી છે. તેથી તેમનું જ્ઞાન સીમિત છે. ભગવાન આ ભૌતિક જગતના વ્યક્તિ શું કરવા હોવા જોઈએ? તો તે શરૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવેલું. પ્રકૃતિ: પરમ, આ ભૌતિક રચનાની પરે, પણ તે વ્યક્તિ છે.

તો હવે તે વ્યક્તિ, જોકે અલક્ષ્યમ, અદૃશ્ય, હવે, કુંતીની કૃપાથી, આપણે સમજી શકીએ છીએ કે જોકે ભગવાન અદ્રશ્ય છે, તેઓ હવે જોઈ શકાય તે માટે અવતરિત થયા છે, કૃષ્ણ. તેથી તેઓ કહે છે, કૃષ્ણાય વાસુદેવાય (શ્રી.ભા. ૧.૮.૨૧). વાસુદેવ વિચાર. કોઈક વાર નિરાકારવાદીઓ, તેમનો વાસુદેવ વિચાર છે, સર્વવ્યાપી. તેથી, કુંતીદેવી કહે છે, "તે વાસુદેવ કૃષ્ણ છે, સર્વવ્યાપી." કૃષ્ણ, તેમના વાસુદેવ રૂપથી, તેઓ સર્વવ્યાપી છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રદેશુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). આ કૃષ્ણનું રૂપ.. કૃષ્ણ, મૂળ વ્યક્તિ, ને ત્રણ રૂપ છે: પરમ પુરુષોત્તમ ભગવાનનું રૂપ; સર્વવ્યાપી પરમાત્માનું રૂપ, અને નિરાકાર બ્રહ્મજ્યોતિ. તો તેઓ કે જે ભક્તિયોગમાં રુચિ ધરાવે છે, તેમને નિરાકાર બ્રહ્મજ્યોતિ સાથે કોઈ લેવા દેવા નથી. તે સાધારણ માણસ માટે છે. સાધારણ માણસ. જેમ કે તમે સમજી શકો: જે લોકો સૂર્ય ગ્રહ ના નિવાસીઓ છે, તેમને સૂર્યપ્રકાશ જોડે શું લેવા દેવા? તે તેમના માટે સૌથી તુચ્છ વસ્તુ છે, સૂર્યપ્રકાશ. તેવી જ રીતે, જે લોકો અધ્યાત્મિક જીવનમાં ઉન્નત છે, તેઓ વ્યક્તિમાં રુચિ ધરાવે છે, પુરુષમ, વાસુદેવ. પુરુષમ. તે સાક્ષાત્કાર થાય છે, જેવુ ભગવદ ગીતમાં આપેલું છે, ઘણા, ઘણા જન્મો પછી. બહુનામ જન્મનામ અંતે (ભ.ગી. ૭.૧૯): ઘણા, ઘણા જન્મોના અંતે. આ નિરાકારવાદીઓ જેઓ બ્રહ્મજ્યોતિ સાથે ખૂબ જ જોડાયેલા છે, આવા વ્યક્તિઓ, તેઓને જ્ઞાની કહેવાય છે. તેઓ પરમ સત્ય તેમના જ્ઞાનના બળ પર જાણવાની કોશિશ કરે છે, પણ તેમને ખબર નથી કે તેમનું જ્ઞાન અપૂર્ણ અને સીમિત છે. અને કૃષ્ણ, પરમ સત્ય, અસીમિત છે.