GU/Prabhupada 0883 - આર્થિક સમસ્યાઓને ઉકેલવા માટે તમારો સમય વ્યર્થ ના કરો



Lecture on SB 1.8.21 -- New York, April 13, 1973

તો કૃષ્ણને ભક્તો સાથે પિતા અને માતાના સંબંધમાં રહેવું ગમે છે. અહિયાં, ભૌતિક જગતમાં, આપણે સર્વોચ્ચની સાથે પિતા તરીકેનો સંબંધ બાંધવા પ્રયાસ કરીએ છીએ, પણ કૃષ્ણને પુત્ર બનવું છે. તેથી નંદ ગોપ (શ્રી.ભા. ૧.૮.૨૧). તેઓ ભક્તના પુત્ર બનવાનો આનંદ લે છે. સામાન્ય માણસ, તેઓને ભગવાન પિતા તરીકે જોઈએ છીએ, પણ તે કૃષ્ણને બહુ આનંદ નથી આપતું. પિતા મતલબ, પિતા બનવું મતલબ, હમેશા પરેશાની: "મને આ આપો, મને આ આપો, મને આ આપો." તમે જુઓ. અલબત્ત, કૃષ્ણ પાસે આપવા માટે વિશાળ શક્તિઓ છે. એકો યો બહુનામ વિદધાતી કામાન. તે દરેકને જેટલું જોઈએ તેટલું આપી શકે છે. તે હાથીને ભોજન આપે છે. તે કિડીને ભોજન આપે છે. મનુષ્યને કેમ નહીં? પણ આ ધૂર્તો, તેઓ નથી જાણતા. તેઓ દિવસ અને રાત રોટલી કમાવવા ગધેડાની માફક કામ કર્યા કરે છે. અને જો તે ચર્ચ જાય, ત્યાં પણ: "મને રોટલી આપો." ફક્ત રોટલીની સમસ્યા છે. બસ તેટલું જ. જોકે જીવ તે સૌથી ધનવાન વૈભવશાળી વ્યક્તિની સંતાન છે, પણ તેણે રોટલીની સમસ્યા ઊભી કરી છે. આને અજ્ઞાન કહેવાય છે. તે વિચારે છે કે "જો હું મારી રોટલીની સમસ્યાનું સમાધાન નહીં કરું, જો હું દિવસ અને રાત મારી ટ્રક નહીં ચલાવું... (ટ્રકના અવાજનું અનુકરણ કરે છે, હાસ્ય) આટલી બકવાસ સંસ્કૃતિ. તમે જુઓ. રોટલીની સમસ્યા. રોટલીની સમસ્યા ક્યાં છે? કૃષ્ણ પૂરી પાડી શકે છે. જો તે હાથીને આફ્રિકામાં ભોજન પૂરું પાડી શકે - લાખો ને લાખો આફ્રિકન હાથીઓ છે, તેમને ભોજન પૂરું પાડવામાં આવે છે.

ભાગવત કહે છે કે આ રોટલીની સમસ્યામાં તમારો સમય વ્યર્થ ના કરો. તમારો સમય વ્યર્થ ના કરો. તસ્યૈવ હેતોઃ પ્રયતેત કોવિદોન લભ્યતે યદ ભ્રમતામ ઉપરી અધઃ (શ્રી.ભા. ૧.૫.૧૮). આર્થિક સમસ્યાઓને ઉકેલવા માટે તમારો સમય વ્યર્થ ના કરો. તે અર્થહીન છે. અલબત્ત, આ બહુ ક્રાંતિકારી છે. લોકો મને ઘૃણા કરશે. "સ્વામીજી શું બોલી રહ્યા છે?" પણ ખરેખર આ સત્ય છે. તે બીજું પાગલપન છે. ધારોકે તમારે ખૂબ ધની પિતા છે, પર્યાપ્ત ભોજન. આર્થિક સમસ્યા ક્યાં છે? આ પાગલપન છે. કોઈ આર્થિક સમસ્યા નથી. જો તમે, જો તમને ખબર હોય કે "મારા પિતા શહેરના સૌથી ધનવાન વ્યક્તિ છે," તો મારી આર્થિક સમસ્યા ક્યાં છે? ખરેખર, આ સ્થિતિ છે. આપણે કોઈ આર્થિક સમસ્યા નથી. બધુ જ છે, પૂર્ણ. પૂર્ણમ અદ: પૂર્ણમ ઇદમ પૂર્ણત પૂર્ણમ ઉદચ્યતે (ઇશોપનિષદ, મંગલાચરણ) ત્યાં બધુ પૂર્ણ છે. તમારે પાણી જોઈએ છીએ. જરા જુઓ: પાણીના મહાસાગરો છે. તમારે શુધ્ધ પાણી જોઈએ છીએ. તમે નહીં કરી શકો. જો કે મહાસાગરોમાં ખૂબ પાણી છે, જ્યારે પાણીની અછત છે, તમારે કૃષ્ણની મદદ લેવી પડશે. તેઓ પાણીનું બાષ્પીભવન કરશે, તેઓ વાદળ બનાવશે. પછી જ્યારે તે પડશે, તે મીઠું બનશે. નહીં તો તમે અડી નહીં શકો. બધુ નિયંત્રણમાં. બધુ પૂર્ણ છે - પાણી, પ્રકાશ, અગ્નિ. બધુ પૂર્ણ છે. પૂર્ણત પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે (ઇશો મંગલાચરણ). તેમનો ભંડાર કદાપિ સમાપ્ત નથી થતો. ફક્ત તમે આજ્ઞાકારી બનો અને પૂર્તિ થાય છે. તમે સમજી શકો છો.

આ કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ, તેઓને કોઈ સમસ્યા નથી, આર્થિક સમસ્યા. બધીજ વસ્તુ પર્યાપ્ત માત્રામાં કૃષ્ણ દ્વારા પૂરી પાડવામાં આવે છે. લોસ એંજલિસમાં, પાડોશીઓ, તેઓ ખૂબ ઈર્ષાળુ છે, કે "તમે કામ નથી કરતાં. તમને કોઈ ચિંતા નથી. તમારે ચાર ગાડીઓ છે. તમે બહુ સરસ રીતે ભોજન કરો છો. કેવી રીતે?" તેઓ અમારા ભક્તોને પૂછે છે. તે ખરેખર સત્ય છે. આપણે કેટલું બધુ ધન ખર્ચ કરીએ છીએ, આપણે કેટલા બધા કેન્દ્રો છે. ગણતરી છે કે આપણે આશરે ૭૦,૦૦૦ ડોલર ખર્ચ કરીએ છીએ. કોણ આપે છે? કોઈ ને કોઈ રીતે, આપણને મળે છે. તો કોઈ સમસ્યા નથી. તમે ફક્ત કૃષ્ણના ઈમાનદાર સેવક બનો. બધુ જ છે. આ પરીક્ષા છે.