GU/Prabhupada 0908 - હું સુખી થવાની કોશિશ કરી શકું છું, પણ જો કૃષ્ણ મંજૂરી નથી આપતા, હું ક્યારેય સુખી ના થઈ શકું



730419 - Lecture SB 01.08.27 - Los Angeles

કોઈ પણ વસ્તુના સંબંધમાં... જેમ કે પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ ઊભા છે, અને તેમના પિતાનો વધ થઈ રહ્યો છે. શું તે નૈતિક છે? શું તમે તમારા પિતાને તમારી હાજરીમાં મારતા જોઈ શકો, અને તમે ઊભા રહો? તમે વિરોધ ના કરો. શું તે નૈતિક છે? કોઈ તેને સ્વીકૃતિ નહીં આપે, કે આ નૈતિક છે, ના. પણ તે ખરેખર થયું, કે હિરણ્યકશિપુને મારવામાં આવી રહ્યો હતો... ચિત્ર અહિયાં છે, અને પ્રહલાદ મહારાજ માળા પહેરાવે છે - હત્યારાને. (હાસ્ય) "મારા વ્હાલા પ્રભુ, હત્યારા, તમે આ માળા લો. તમે મારા પિતાની હત્યા કરો છો. તમે ખૂબ સારા છો." (હાસ્ય) તમે જુઓ. આ છે, આ છે આધ્યાત્મિક સમજ. કોઈ તેની અનુમતિ નહીં આપે કે તમે... તમે તમારા પિતાની રક્ષા ના કરી શકો, તમારે વિરોધ તો કરવો જ જોઈએ, તમારે રડવું જોઈએ કે: "અહિયાં મારા પિતાની હત્યા થઈ રહી છે. આવો, આવો, આવો. મદદ કરો..." ના. તે માળા સાથે તૈયાર છે. અને જ્યારે તેને મારી નાખ્યો, તેમણે નરસિંહદેવને કહ્યું: "મારા વ્હાલા પ્રભુ, હવે મારા પિતા હણાઈ ગયા છે. તો બધા ખુશ છે. તમે હવે તમારો ક્રોધ સમેટી લો." કોઈ નાખુશ નથી. તેમણે આ શબ્દો કહ્યા. મોદેત સાધુર અપી વ્ર્શ્ચિક સર્પ હત્યા (શ્રી.ભા. ૭.૯.૧૪). મોદેત સાધુર અપી. એક સાધુ, સજ્જન પુરુષ, ક્યારેય સ્વીકૃતિ ના આપે કે કોઇની હત્યા થવી જોઈએ. ક્યારેય નહીં. પશુ સુદ્ધા નહીં. સાધુ સ્વીકૃતિ ના આપે. એક પ્રાણીને કેમ મારવો જોઈએ? તે સાધુનું કાર્ય છે. પણ પ્રહલાદ મહારાજ કહે છે: મોદેત સાધુર અપી. એક સાધુ, સજ્જન વ્યક્તિ, પણ ખુશ છે. કેમ? કારણકે એક વીંછી કે સાપ મારી ગયો છે. તેઓ પણ જીવ છે. એક સાધુ બીજા જીવને મારતા જોઈને ક્યારેય સંતોષ નથી અનુભવતો, પણ પ્રહલાદ મહારાજ કહે છે "સાધુ પણ ખુશ થયા છે કે જ્યારે એક સર્પ મરાયો છે કે વીંછી મરાયો છે. તો મારા પિતા એક સાપ કે વીંછી જેવા છે. તો તે હણાઈ ગયા છે. તેથી બધા ખુશ છે." બધા હતા... આવો દાનવ, જે ફક્ત ભક્તોને કષ્ટ આપે છે, આવો દાનવ, ખૂબ ભયાનક દાનવ. તો જ્યારે આવો દાનવ હણાયો, સજ્જન વ્યક્તિઓ સુદ્ધા સંતોષ પામ્યા. જોકે સજ્જન વ્યક્તિઓ, તેઓ નથી ઇચ્છતા કે કોઈને મારવામાં આવે. તો કૃષ્ણ અકિંચન વિત્ત છે. તેઓ કે જેમણે ભૌતિક બધુજ ગુમાવ્યુ છે, તેમના માટે, કૃષ્ણ એક જ સહારો છે.

તો કૃષ્ણ એટલા દયાળુ છે કે જો કોઈને ભૌતિક કામના હોય, અને તેજ સમયે, ભક્ત બનવું હોય... તે ચૈતન્ય ચરિતામૃત માં કહેલું છે કે: "કોઈને હું જોઈએ છે. તે જ સમયે, તેને ભૌતિક ઐશ્વર્ય પણ જોઈએ છે. તે મૂર્ખ છે. તે મૂર્ખ છે." તેથી લોકો ખૂબ ગભરાય છે, કૃષ્ણ ભાવનામૃતમાં આવતા. "ઓહ, મારૂ ભૌતિક એશ્વર્ય સમાપ્ત થઈ જશે." કારણકે તેમને જોઈએ છે, પણ તે નથી જોઈતું. તેઓને ચોંટીને રહેવું છે... સામાન્ય રીતે, તેઓ ચર્ચમાં જાય છે, મંદિરમાં જાય છે ભૌતિક ઐશ્વર્વ માટે. "ભગવાન અમને અમારો દૈનિક રોટલો આપો." આ ભૌતિક ઐશ્વર્ય છે. અથવા "મને આ આપો, મને તે આપો." પણ તેઓ પણ પુણ્યશાળી ગણાય છે કારણકે તેમણે ભગવાનનો સંપર્ક કર્યો છે.

નાસ્તિકો, તેઓ સંપર્ક નથી કરતાં. તેઓ કહે છે: "અમે ભગવાનનો સંપર્ક કેમ કરીએ? હું મારૂ ધન જાતે ઊભું કરીશ, વિજ્ઞાનની પ્રગતિ દ્વારા, હું ખુશ રહીશ." તેઓ દુષ્કૃતિના:, સૌથી પાપી, તે કે જે તેવું કહે છે, કે "મારા એશ્વર્ય માટે, હું મારા આત્મબળ પર નિર્ભર થઈશ, મારા પોતાના જ્ઞાન પર." તેઓ દુષ્કૃતિના: છે. પણ તે કે જે તેવું વિચારે છે કે "મારૂ ઐશ્વર્ય ભગવાનની કૃપા પર નિર્ભર છે," તેઓ પુણ્યશાળી છે. તેઓ પુણ્યશાળી છે. કારણકે, છેવટે, ભગવાનની મંજૂરી વગર, કઈ મળી શકતું નથી. તે સત્ય છે. તાવદ તનુર ઇદમ તનુપેક્ષિતાનામ (?). તે પણ વિધાન છે... કે આપણે આપણી શોકમય સ્થિતિને ઓછી કરવા ઘણી બધી પ્રતિકારની ક્રિયાઓ શોધી છે, પણ જો તે ભગવાન દ્વારા મંજૂર નહીં થાય, તો આ બધી પ્રતિકારના પ્રસ્તાવો નિષ્ફળ થશે.

ઉદાહરણ છે... જેમ કે તમે એક સરસ દવા શોધી છે, ખૂબ યોગ્ય તબીબ. તે ઠીક છે. પણ જ્યારે એક માણસ બીમાર છે, તબીબને પૂછો: "શું તમે આ દર્દીના જીવનની ખાતરી આપી શકો છો?" તે ક્યારેય નહીં કહે: "ના, હું એ કરી શકું. હું તે ના કરી શકું. હું મારો યથાયોગ્ય પ્રયત્ન કરીશ. બસ તેટલું જ." તેનો મતલબ મંજૂરી ભગવાનના હાથમાં છે. "હું ફક્ત એક સાધન છું. જો ભગવાનને નથી જોઈતું કે તમે જીવો, તો મારી બધી દવાઓ, બધુ વૈજ્ઞાનિક જ્ઞાન, તબીબી જ્ઞાન, નિષ્ફળ થશે." અંતિમ મંજૂરી કૃષ્ણની છે. તેઓ, મૂર્ખ વ્યક્તિઓ, તેઓને તે ખબર નથી. તેઓ, તેઓ... તેથી તેઓને મુઢા, ધૂર્તો કહેવામા આવે છે. કે જે કઈ પણ તેઓ કરી રહ્યા છે, તે ખૂબ સરસ છે, પણ, આખરે, જો તે ભગવાન, કૃષ્ણ, દ્વારા મુંજૂરિત નહીં થાય, તો તે બધુ નિષ્ફળ જશે. તેઓ તે નથી જાણતા. તેથી તેઓ મુઢા છે. અને એક ભક્ત જાણે છે કે: "જે કઈ પણ બુદ્ધિ, મારી પાસે છે, હું ખુશ બનવાનો પ્રયાસ કરી શકું છું, જો કૃષ્ણ મંજૂરી નહીં આપે, તો હું ક્યારેય ખુશ નહીં થાઉં." આ ભક્ત અને અભક્ત વચ્ચેનું અંતર છે.