GU/Prabhupada 0928 - ફક્ત કૃષ્ણ માટે તમારા વિશુદ્ધ પ્રેમને વધારો. તે જ જીવનની પૂર્ણતા છે



730423 - Lecture SB 01.08.31 - Los Angeles

પ્રભુપાદ: મન, બધાને, આપણને ખબર છે, શું ગતિ છે મનની? સેકંડના એક હજારમાં ભાગમાંજ, તમે લાખો માઈલ દૂર જઈ શકો છો. મનની ગતિ. તે બહુ તેજ છે. તમે અહિયાં બેઠા છો, અને ધારોકે તમે કઈ જોયું કે કે લાખો માઇલ, માઇલ દૂર છે, તમે તરત જ.... તમારું મન તરત જ જઈ શકે છે. તો આ બે ઉદાહરણો આપેલા છે. જરા જુઓ તે કેટલું વૈજ્ઞાનિક છે. આ ધૂર્તો કહે છે કે પહેલા કોઈ વિકસિત મગજ કે વિકસિત વૈજ્ઞાનિકો ન હતા. તો પછી આ શબ્દો ક્યાથી આવી રહ્યા છે? હવાની ગતિ, મનની ગતિ. જ્યાં સુધી તેમને કોઈ પ્રયોગ, કોઈ જ્ઞાન નહીં હોય. કેમ, કેવી રીતે આ પુસ્તકો લખાઈ?

તો પંથાસ તુ કોટિશત વત્સર સંપ્રગમ્યો વાયોર અથાપિ મનસ: (બ્ર.સં. ૫.૩૪). અને કેવી રીતે ગતિશીલ વિમાનો બનાવાઈ રહ્યા છે? મુનિ પુંગવાનામ. સૌથી મહાન વૈજ્ઞાનિકો અને સૌથી મહાન વિચારશીલ માણસો દ્વારા. તેમના દ્વારા બનાવાયેલા. તો શું તે પૂર્ણતા છે? ના. સો અપ્યસ્તિ યત પ્રપદ સિમ્નિ અવિચિંત્ય તત્વે. છતાં તમારી સમાજમાં નહીં આવે કે આ રચના શું છે. છતાં, જો તમે આટલા વિકસિત છો કે તમે આ ગતિએ દોડી શકો છો, અને જો તમે સૌથી મહાન વૈજ્ઞાનિક અને વિચારશીલ તત્વજ્ઞાની છો, છતાં તમે તે જ પરિસ્થિતિમાં રહેશો, અજ્ઞાન. છતાં.

તો આપણે કૃષ્ણનો અભ્યાસ કેવી રીતે કરી શકીએ? અને કૃષ્ણએ આ બધી વસ્તુઓની રચના કરી છે. તો જો તમે કૃષ્ણની બનાવેલી વસ્તુઓને સમજી ના શકો, તો તમે કૃષ્ણને કેવી રીતે સમજી શકશો? તે કદાપિ શક્ય નથી. તે શક્ય નથી. તેથી આ ભક્તો માટે આ મનની વૃંદાવન સ્થિતિ તે પૂર્ણતા છે. તેમને કૃષ્ણને સમજવાનું કોઈ કાર્ય નથી. તેમને કૃષ્ણને કોઈ શરત વગર પ્રેમ કરવો છે. "કારણકે કૃષ્ણ ભગવાન છે, તેથી હું પ્રેમ કરું છું..." તેમની માનસિકતા તેવી નથી. કૃષ્ણ વૃંદાવનમાં ભગવાનનો દેખાવો નથી કરતાં. તે ત્યાં સાધારણ ગોપાળ તરીકે રમી રહ્યા છે. પણ સમય આવે, તેઓ સિદ્ધ કરે છે કે તેઓ પૂર્ણ પુરષોત્તમ ભગવાન છે. પણ તેઓ તેની પરવા નથી કરતાં. તો વૃંદવાનની બહાર...

જેમ કે કુંતીદેવી. કુંતીદેવી વૃંદાવનના નિવાસી નથી. તે હસ્તિનાપુરના નિવાસી છે, વૃંદાવનની બહાર. બહારના ભક્તો, ભક્તો કે જે વૃંદાવનની બહાર છે, તેઓ વૃંદાવનના નિવાસીઓનો અભ્યાસ કરે છે, તેઓ કેટલા મહાન છે. પણ વૃંદાવનના નિવાસીઓ, તેઓ દરકાર નથી રાખતા કૃષ્ણ કેટલા મહાન છે તેની. તે ફરક છે. તો આપણું કાર્ય છે કૃષ્ણને પ્રેમ કરવાનું. જેટલો વધારે તમે કૃષ્ણને પ્રેમ કરશો, તેટલા વધારે તમે પૂર્ણ બનશો. કૃષ્ણને સમજવું તે જરૂરી નથી , કે તેમણે કેવી રીતે રચના કરી. આ વસ્તુઓ અહી આપી છે. કૃષ્ણ ભગવદ ગીતામાં પોતાની જાતને આટલા બધા સમજાવી રહ્યા છે. કૃષ્ણને વધુ જાણવાની ચિંતા ના કરો તે શક્ય નથી. ફક્ત કૃષ્ણ માટે તમારા વિશુદ્ધ પ્રેમને વધારો. તે જ જીવનની પૂર્ણતા છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: હરે કૃષ્ણ, જય!