GU/Prabhupada 0935 - જીવનની વાસ્તવિક આવશ્યકતા આત્માના આરામની પૂરતી કરવી તે છે



730425 - Lecture SB 01.08.33 - Los Angeles

તો તે કહેવામા આવ્યું છે કે... હવે હું તે શ્લોક સમજાવીશ. ધર્મસ્ય ગ્લાનિર ભવતિ. આ છે ધર્મસ્ય ગ્લાનિ:, કર્તવ્યનું પ્રદૂષણ. ધર્મ મતલબ કર્તવ્ય. ધર્મ એ કોઈક જાતની શ્રદ્ધા નથી. અંગ્રેજી શબ્દકોષમાં તે કહ્યું છે: "ધર્મ મતલબ શ્રદ્ધા.: ના, ના. તેવું નથી. ધર્મ મતલબ વાસ્તવિક બંધારણીય કર્તવ્ય. તે ધર્મ છે. તો જો તમને આત્મા વિષે કોઈ માહિતી ના હોય, જો તમને ખબર ના હોય કે આત્માની શું જરૂરિયાત છે, ફક્ત તમે જીવનની શારીરિક જરૂરિયાતોમાં વ્યસ્ત હોવ, શારીરિક આરામ... તો શારીરિક આરામ તમને નહીં બચાવે.

ધારોકે એક માણસ બહુ આરામથી સ્થિત છે. તેનો મતલબ તેવો છે કે તે મરશે નહીં. તે મરશે જ. તો ફક્ત શારીરિક આરામથી તમારું અસ્તિત્વ નહીં રહે. યોગ્યતમનું અસ્તિત્વ. અસ્તિત્વનો સંઘર્ષ. તો જ્યારે આપણે ફક્ત આપના શરીરનું ધ્યાન રાખીએ છી,એ તે કહેવાય છે ધર્મસ્ય ગ્લાનિ:, પ્રદુષિત. આપણે જાણવું જ પડે કે શરીરની જરૂરિયાત શું છે અને આત્માની જરૂરિયાત શું છે. જીવનની વાસ્તવિક આવશ્યકતા આત્માના આરામની પૂરતી કરવી તે છે. અને આત્માને ભૌતિક ગોઠવણથી આરામ નહીં મળે. કારણકે આત્માની અલગ પહેચાન છે, આત્માને આધ્યાત્મિક ભોજન આપવું પડે. તે આધ્યાત્મિક ભોજન છે કૃષ્ણ ભાવનામૃત. જો તમે આત્માને આધ્યાત્મિક ભોજન આપશો...

ભોજન, તે હોય છે, જ્યારે કોઈ રોગી છે, તમારે તેને ભોજન અને દવા આપવી પડે. બંને વસ્તુ જરૂરી છે. જો તમે ફક્ત દવા આપો, કોઈ ભોજન નહીં, તો તે બહુ સફળ નહીં થાય. બંને વસ્તુ. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ભોજન આપવા માટે છે, મતલબ ભોજન અને દવા, આત્માને. આ દવા છે હરે કૃષ્ણ મહા મંત્ર. ભવૌશાધચ ચ્રોત્ર મનો અભિરામાત ક ઉત્તમશ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિણા પશુઘ્નાત (શ્રી.ભા. ૧૦.૧.૪). પરિક્ષિત મહારાજે શુકદેવ ગોસ્વામીને કહ્યું, કે "આ ભાગવત કથા જે તમે મને કહેવા તૈયાર થયા છો, તે કોઈ સાધારણ વસ્તુ નથી." નિવૃત્ત તર્શૈર ઉપગીયમાનાત. આ ભાગવત કથાનો આનંદ જે વ્યક્તિઓ નિવૃત્ત તૃષ્ણા છે તેમના માટે છે. તૃષ્ણા, તૃષ્ણા મતલબ ઉત્કંઠા. આ ભૌતિક જગતમાં દરેક ઉત્કંઠિત છે. તો તે કે જે આ ઉત્કંઠામાથી મુક્ત છે, તે ભાગવતનો સ્વાદ લઈ શકે છે, કેવું સ્વાદિષ્ટ છે તે. તે આવી વસ્તુ છે. નિવૃત્ત તર્શે... તેવી જ રીતે ભાગવત મતલબ, હરે કૃષ્ણ મંત્ર પણ ભાગવત છે. ભાગવત મતલબ કોઈ પણ વસ્તુઓ જે પરમ ભગવાનના સંબંધમાં હોય. તે ભાગવત કહેવાય છે. પરમેશ્વરને ભગવાન કહેવાય છે. ભાગવત શબ્દ, અને તેમના સંબંધમાં, કઈ પણ, તે ભાગવત શબ્દ ભાગવત શબ્દમાં બદલાઈ જાય છે.

તો પરિક્ષિત મહારાજે કહ્યું કે ભાગવતનો સ્વાદ તેવા જ વ્યક્તિઓ દ્વારા લઈ શકાય કે જેઓની ભૌતિક ઈચ્છાઓની ઉત્કંઠા સમાપ્ત થઈ ગઈ છે. નિવૃત્ત તર્શૈર ઉપગીયમાનાત. અને શું છે, કેમ આવી વસ્તુનો સ્વાદ લેવો જોઈએ? ભવૌષધિ. ભવૌષધિ, આપણા જન્મ અને મૃત્યુના રોગ માટેની દવા. ભવૌ મતલબ "બનવું".