GU/Prabhupada 0945 - ભાગવત ધર્મ મતલબ ભક્તો અને ભગવાન વચ્ચેનો સંબંધ
720831 - Lecture - New Vrindaban, USA
આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં ભાગ લેવા માટે હું તમારો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. જેવુ કે પહલેથી જ શ્રીમાન કિર્તનાનંદ મહારાજે કહ્યું, કે આ ભાગવત ધર્મ ભગવાને કહ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણ, ભગ-વાન. તે સંસ્કૃત શબ્દ છે. ભગ મતલબ ભાગ્ય, અને વાન મતલબ તે કે જે ધરાવે છે. આ બે શબ્દો સંયુક્ત રીતે ભગવાન બનાવે છે, અથવા પરમ ભાગ્યવાન. આપણે આપણા ભાગ્યની ગણતરી કરીએ છીએ કે જો કોઈ બહુ ધની હોય, જો કોઈ બહુ બળવાન હોય, જો કોઈ બહુ સુંદર હોય, જો કોઈ બહુ વિદ્વાન હોય, જો કોઈ સન્યાસી હોય. આ રીતે, છ ઐશ્વર્યો છે, અને આ ઐશ્વર્યો , તે કે જે પૂર્ણતામાં ધરાવે છે, કોઈ પ્રતિધ્વંધી વગર, તેને ભગવાન કહેવાય છે. સૌથી વધારે ધની, સૌથી વધારે વિદ્વાન, સૌથી વધારે સુંદર, સૌથી વધારે સુપ્રસિદ્ધ, સૌથી વધારે વૈરાગ્ય - આ રીતે, ભગવાન. અને ભાગવત પણ ભગ શબ્દમાથી આવે છે. ભગ માથી, જ્યારે તે સહભાગી ઉદેશ્ય માટે વપરાય છે, તે ભાગ બને છે. તો ભાગવત. તે જ વસ્તુ, વાન, આ શબ્દ તે શબ્દ વત, વત-શબ્દ, માથી આવે છે. ભાગવત. સંસ્કૃતમાં, દરેક શબ્દ વ્યાકરણ પ્રમાણે બહુ વ્યવસ્થિત રીતે બેસાડવામાં આવે છે. દરેક શબ્દ. તેથી તેને સંસ્કૃત ભાષા કહેવાય છે. સંસ્કૃત મતલબ સુધારેલું. આપણે મનથી નિર્માણ ના કરી શકીએ; તે સખ્તપણે વ્યાકરણના સિદ્ધાંતો પ્રમાણે હોવું જોઈએ.
તો ભાગવત ધર્મ મતલબ ભક્તો અને ભગવાન વચ્ચેનો સંબંધ. પરમેશ્વર ભગવાન છે અને ભક્ત ભાગવત છે, અથવા ભગવાન સાથેના સંબંધમાં. તો દરેક પૂર્ણ પુરષોત્તમ ભગવાન સાથેના સંબંધમાં છે, જેમ કે પિતા અને પુત્ર હમેશા સંબંધમાં છે. તે સંબંધ કોઈ પણ સ્તર પર તોડી ના શકાય, પણ કોઈક વાર તેવું થાય છે કે પુત્ર, તેની પોતાની સ્વતંત્રતાથી, ઘરની બહાર ચાલ્યો જાય છે અને પિતા સાથેનો લાગણીભર્યા સંબંધ ભૂલી જાય છે. તમારા દેશમાં, તે બહુ અસાધારણ વસ્તુ નથી. ઘણા બધા પુત્રો પિતાના લાગણીભાર્યા ઘરમાથી ચાલ્યા જાય છે. તે બહુ સાધારણ અનુભવ છે. તો દરેક ને સ્વતંત્રતા છે. તેવી જ રીતે, આપણે પણ ભગવાનની સંતાન છીએ, પણ આપણે, સાથે સાથે, સ્વતંત્ર છીએ. પૂર્ણરીતે સ્વતંત્ર નહીં, પણ સ્વતંત્ર. આપણને સ્વતંત્ર રહેવાની વૃત્તિ છે. કારણકે ભગવાન પૂર્ણ રીતે સ્વતંત્ર છે, અને આપણે ભગવાનમાથી જન્મ્યા છીએ, તેથી, આપણને પણ સ્વતંત્રતાનો ગુણ છે. જોકે આપણે ભગવાનની જેમ પૂર્ણ રીતે સ્વતંત્ર ના થઈ શકીએ, પણ વૃત્તિ છે કે "હું સ્વતંત્ર બનીશ." તો જીવ, આપણે - આપણે ભગવાનના અભિન્ન અંશ છીએ - ભગવાન - જ્યારે આપણને ભગવાનથી સ્વતંત્ર જીવવું હોય છે, તે આપણું બધ્ધ સ્તર છે.