GU/Prabhupada 0972 - સમજવાનો પ્રયાસ કરો કે 'મને હવે પછી કયા પ્રકારનું શરીર મળશે?'



730400 - Lecture BG 02.13 - New York

તો, જ્યાં સુધી કોઈ જીવનના શારીરિક અભિગમ પર રહેશે, તેનો ભ્રમ વધશે. અને તે ક્યારેય ઘટશે નહીં. તેથી કૃષ્ણની અર્જુનને પ્રથમ શિક્ષા છે... કારણકે અર્જુન તે ભ્રામક સ્થિતિમાં હોત નહીં, કે "હું આ શરીર છું, અને બીજી બાજુ, મારો ભાઈ, મારા દાદા, મારા ભત્રીજાઓ, તેઓ બધા મારા સંબંધી છે. હું કેવી રીતે મારી શકું?" આ ભ્રમ છે. તેથી તે ભ્રમને, અંધકારને, દૂર કરવા, કૃષ્ણએ પ્રથમ શિક્ષા આપવાનું શરૂ કર્યું કે "તું આ શરીર નથી." દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). જેમ તમે પહેલા પણ કરી ચૂક્યા છો તેમ તમારે આ શરીર બદલવું પડશે. તમે પહેલા કરી જ ચૂક્યા છો. તમે એક શિશુ હતા. તમે શરીરને બદલીને બાળક થયા. પછી તમે છોકરાના શરીરમાં બદલાયા. પછી તમે શરીર બદલીને યુવક થયા. પછી તમે ઘરડા માણસનું શરીર સ્વીકાર્યું. હવે, બદલાવ છે... જેમ તમે ઘણી બધી વાર બદલ્યું છે, તેવી જ રીતે, બીજો બદલાવ આવશે. તમારે બીજું શરીર સ્વીકારવું પડશે. બહુ જ સરળ તર્ક. તમે પહેલા બદલ્યું જ છે.

તો તથા દેહાંતર પ્રાપ્તિર ધિરસ તત્ર ન મુહ્યતિ (ભ.ગી. ૨.૧૩). કારણકે તેઓ જીવનના શારીરિક ખ્યાલ પર છે, "હું આ શરીર છું. અને શરીરને કોઈ બદલાવ નથી." શરીર બદલાઈ રહ્યું છે. તે વાસ્તવિક રીતે આ જીવનમાં જ જોઈ રહ્યો છે. છતાં તે માનશે નહીં કે "આ શરીર બદલીને, મને નવું શરીર મળશે." તે બહુ તાર્કિક છે. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). બરાબર તે જ રીતે, જેમ આપણે ઘણી બધી વાર આ શરીર બદલ્યું છે, મારે બદલવું પડશે. તેથી, જે બુદ્ધિશાળી છે, તેણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે "મને હવે પછીનું શરીર કેવા પ્રકારનું મળશે?" તે બુદ્ધિ છે. તો તે ભગવદ ગીતમાં વર્ણવ્યું છે, કયા પ્રકારનું શરીર તમને મળી શકે.

યાંતી દેવ વ્રતા દેવાન
પિતૃન યાંતી પિતૃ વ્રતા:
ભૂતાની યાંતી ભૂતેજયા
યાંતી મદ્યાજીનો અપી મામ
(ભ.ગી. ૯.૨૫)

જો તમારે ઉચ્ચ ગ્રહો કે જ્યાં દેવતાઓ રહે છે ત્યાં જવું હોય સેંકડો અને હજારો અને લાખો વર્ષો માટે... જેમ કે બ્રહ્મા. બ્રહ્માના એક દિવસની ગણતરી તમે ના કરી શકો. તો ઉચ્ચ ગ્રહલોકમાં, હજારો અને હજારો ગણી વધુ સારું સુવિધાઓ છે ઇન્દ્રિય તૃપ્તિ અને જીવનકાળ માટે. બધુ જ. નહીં તો, કેમ કર્મીઓ, તેઓ સ્વર્ગમાં જવા ઇચ્છુક છે? તો યાંતી દેવ વ્રતા દેવાન (ભ.ગી. ૯.૨૫). તો જો તમે ઉચ્ચ ગ્રહ લોકમાં જવા ઇચ્છુક છો, તમે જઈ શકો છો. કૃષ્ણ કહે છે. વિધિ છે. જેમ કે ચંદ્ર ગ્રહ પર જવા માટે, આપણે ખૂબ નિપુણ હોવા જોઈએ કર્મકાંડમાં. કર્મકાંડથી, તમને મળે છે, તમારા પુણ્ય કર્મોના પ્રભાવથી, તમે ચંદ્ર ગ્રહ પર જઈ શકો છો. તે શ્રીમદ ભાગવતમમાં કહેલું છે. પણ તમે ચંદ્ર ગ્રહ પર ક્યારેય જઈ ના શકો તમારી, આ વિધિ થી: "બળપૂર્વક અમે આ વિમાન અને અવકાશયાનમાં જઈશું. ઓહ..." ધારોકે જો મારી પાસે અમેરિકામાં એક સરસ મોટર ગાડી છે. પણ જો મારે કોઈ બીજા દેશમાં બળપૂર્વક પ્રવેશ કરવો છે, શું તે શક્ય છે? ના. તમારે પાસપોર્ટ, વિસા લેવા પડે. તમારે સરકાર પાસેથી અનુમતિ લેવી પડે. પછી તમે પ્રવેશી શકો છો. એવું ના હોય કે કારણકે તમારી પાસે એક બહુ જ સરસ ગાડી છે, તમે આવી શકશો. તો આપણે બળપૂર્વક ના કરી શકીએ... આ મૂર્ખ પ્રયાસ છે, બાલિશ પ્રયાસ. તેઓ ના જઈ શકે. તેથી હવે તેમણે બંધ કરી દીધું છે. તેઓ બોલતા નથી. તેઓ નિષ્ફળતા સમજવા માંડ્યા છે. આ રીતે, તમે ના કરી શકો. તો, પણ શક્યતા છે. તમે જઈ શકો જો તમે સાચી વિધિ અપનાવો. તમને મોકલવામાં આવી શકે છે. તેવી જ રીતે તમે પિતૃલોક જઈ શકો છો. શ્રાદ્ધ અને પિંડ અર્પણ કરીને, તમે પિતૃલોક જઈ શકો છો. તેવી જ રીતે તમે આ લોકમાં પણ રહી શકો છો. ભૂતેજ્યા. તેવી જ રીતે તમે ભગવાનના ધામમાં પણ જઈ શકો છો.