GU/Prabhupada 0988 - અહી શ્રીમદ ભાગવતમમાં કહેવાતી ભાવુક ધર્મનિષ્ઠા નથી



740724 - Lecture SB 01.02.20 - New York

એવમ પ્રસન્ન મનસો
ભગવદ ભક્તિ યોગત:
ભગવત તત્ત્વ વિજ્ઞાનમ
મુક્ત સંગસ્ય જાયતે
(શ્રી.ભા. ૧.૨.૨૦)

ભગવત તત્ત્વ વિજ્ઞાનમ. તે લાગણીવેડા નથી, તે વિજ્ઞાન છે. વિજ્ઞાન મતલબ વિજ્ઞાન. ભક્ત બનવાનો મતલબ તે નથી કે એક ભાવુકતાવાદી બનવું. ભાવુકતાવાદીનું કોઈ મૂલ્ય નથી. તે કે જે... લાગણી છે. ભાવનાત્મક લાગણી છે... જેમ કે બાળક નૃત્ય કરી રહ્યું છે. તે લાગણી નથી - તેને કોઈ લાગણી નથી - પણ તે નૃત્ય કરી રહ્યું છે આધ્યાત્મિક જાગૃતિથી. આ નૃત્ય કુતરાનું નૃત્ય નથી. આ છે... જે ભગવાનનો પ્રેમ અનુભવી રહ્યું છે, તે નૃત્ય કરી રહ્યું છે. જેટલો વધારે પ્રેમ અનુભવશે, તે નાચી શકે, તે કીર્તન કરી શકે, તે રડી શકે. ઘણા બધા છે, આઠ પ્રકારના અષ્ટ સાત્ત્વિક વિકાર (ચૈ.ચ. અંત્ય ૧૪.૯૯): શરીરનું પરીવર્તન, આંખોમાં આંસુ. તો...

ભગવત તત્ત્વ વિજ્ઞાનમ
જ્ઞાનમ પરમ ગુહ્યમ મે
યદ વિજ્ઞાન સમન્વિતમ
(શ્રી.ભા. ૨.૯.૩૧)

કૃષ્ણ બ્રહ્માને કહે છે, જ્ઞાનમ મે પરમ ગુહ્યમ. કૃષ્ણ વિષે જાણવું, તે ખુબજ, ખુબજ ગોપનીય છે. તે સાધારણ વસ્તુ નથી. વિજ્ઞાન. તેથી ઘણા વૈજ્ઞાનિકો, તેઓ પણ આપણા આંદોલનમાં જોડાઈ રહ્યા છે. ઘણા તત્વજ્ઞાનના, રસાયણશાસ્ત્રના ડોક્ટર, તેઓ આને વિજ્ઞાન તરીકે સમજી રહ્યા છે. અને જેટલો વધારે તમે પ્રચાર કરશો, મારો મતલબ, સમાજના ઉચ્ચ વર્ગમાં, વિદ્વાનો, પ્રોફેસરો, વૈજ્ઞાનિકો, તત્વજ્ઞાનીઓ, તેઓ જોડાશે. અને તેમના માટે આપણી પાસે ઘણી બધી પુસ્તકો છે. આપણો પ્રસ્તાવ છે એશી પુસ્તકો પ્રકાશિત કરવાનો. તેમાથી, આપણે આશરે ચૌદ પુસ્તકો પ્રકાશિત કરી છે.

તો આ વિજ્ઞાન છે. નહીં તો, કેમ શ્રીમદ ભાગવતમે અઢાર હજાર શ્લોકો સમર્પિત કર્યા છે સમજવા માટે? હમ્મ? શ્રીમદ ભાગવતમની શરૂઆતમાં તે કહ્યું છે, ધર્મ: પ્રોઝિત કૈતવો અત્ર (શ્રી.ભા. ૧.૧.૨): તે ઠગ, લાગણીવેડા, કહેવાતી ધાર્મિક વિધિ, પ્રોઝિત છે, બહાર કાઢેલી. શ્રીમદ ભાગવતમમા તેને કોઈ સ્થાન નથી. પ્રોઝિત. જેમ કે તમે કચરો વાળો છો ને કચરાને બહાર ફેંકી દો છો, તેવી જ રીતે, કચરો, કહેવતો લાગણીવેડાવાળો ધર્મ, તે અહી શ્રીમદ ભાગવતમમા નથી. તે વિજ્ઞાન છે. પરમ ગુહ્યમ. ખૂબ ગોપનીય.