GU/Prabhupada 0995 - કૃષ્ણ ભાવનામૃતનો ઉદેશ્ય નથી ક્ષત્રિય અથવા વૈશ્ય કામ



730407 - Lecture SB 01.14.43 - New York

પ્રભુપાદ: જો તમા દૂધને સોનાના પાત્રમાં પીઓ કે લોખંડના પાત્રમાં, સ્વાદ તે જ રહેશે. તમે દૂધનો સ્વાદ ના બદલી શકો, કે કઈ પણ, સોનાના પાત્રમાં નાખીને. પણ આ મૂર્ખ વ્યક્તિઓ તેઓ વિચારે છે, કે "આપણો ભૌતિક આનંદ બહુ સુખ આપશે જો તેને લોખંડના પાત્રને બદલે સોનાના પાત્રમાં મૂકવામાં આવે." મુઢા: તેઓ મુઢા: કહેવાય છે. (હાસ્ય) તેઓ નથી જાણતા કે આપણું વાસ્તવિક કાર્ય છે કે કેવી રીતે આ ભૌતિક શરીરમાથી મુક્ત થવું. તે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોષાનુદર્શનમ ભ.ગી. ૧૩.૯). આ વાસ્તવિક જ્ઞાન છે. વ્યક્તિએ પોતાની સામે રાખવું જોઈએ, કે "મારા જીવનનું વાસ્તવિક દુખ આ ચાર વસ્તુઓ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મ લેવો, મરવું, વૃદ્ધ થવું અને રોગી થવું. તે મારી સમસ્યા છે." પણ તેઓ તે નથી જાણતા. તેઓ અત્યારે પેટ્રોલની સમસ્યામાં વ્યસ્ત છે. હા. તેઓએ પેટ્રોલની સમસ્યા ઊભી કરી છે, તેઓની ઘોડા વગરની ધાતુની ગાડી. (હાસ્ય) હા. તેઓ વિચારે છે, "ઘોડા કરતાં સારું. હવે આપણી પાસે આ ધાતુની ગાડી છે." જેવી તે જૂની થાય છે તેનું કોઈ મૂલ્ય નથી. તમે તેને શેરી પર ફેંકી દો છો, ખાસ કરીને તમારા દેશમાં. કોઈ દરકાર નથી કરતું. અને, પણ વ્યક્તિ પાસે ગાડી તો હોવી જ જોઈએ. અને તે પેટ્રોલ પર જ ચાલતી હોવી જોઈએ, અને મજૂરી કરો, કાળી મજૂરી, રણમાં જાઓ, ખોદકામ કરો, અને પછી તેલ કાઢો, પછી તેને ટેન્કમાં લાઓ. અને તેને ઉગ્રકર્મ કહેવાય છે. તે ભગવદ ગીતામાં કહેલું છે, કે આ ધૂર્તો, રાક્ષસો, તેઓએ ઉગ્રકર્મ બનાવેલા છે ફક્ત બધાને મુશ્કેલીઓ આપવા. બસ તેટલું જ. ક્ષયાય જગતો હિતા:, અને વિનાશને નજીક બોલાવવો, નજીક, વધુ નજીક. હવે તેઓ કરી રહ્યા છે, અને મોટું યુદ્ધ થઈ શકે છે, તેનો મતલબ વિનાશ. ફક્ત થોડાક આરામ માટે. પહેલા પણ તેઓ જતાં હતા. વાહનવ્યવહાર હતો. પણ તેઓને પહેલાના દિવસોમાં નથી રહેવું, કારણકે તેઓ પાસે બીજી કોઈ પ્રવૃત્તિ નથી. વધુ સારી પ્રવૃત્તિ, તે તેઓ નથી જાણતા. અહી વધુ સારી પ્રવૃત્તિ છે: રાધાકૃષ્ણની સમક્ષ આવવું, અને ભગવાનનો મહિમા ગાવો અને આપણો સંબધ સમજવાની કોશિશ કરવી. તે આપણું વાસ્તવિક, વાસ્તવિક કાર્ય છે, પણ કોઈને આ વાસ્તવિક કાર્યમાં રુચિ નથી. દરેક બેકારના કામમાં રુચિ ધરાવે છે: આખો દિવસ કાર્યાલયમાં કામ કરવું, પછી અહી આવો, ક્લબમાં જાઓ, ફૂટબોલ ક્લબમાં જાઓ, ટેનિસ ક્લબ. આ રીતે, તેઓએ મૂલ્યવાન મનુષ્ય જીવનને ફક્ત વેડફવાના રસ્તા શોધ્યા છે. તેઓએ શોધ્યા છે. તેઓ પાસે કોઈ સમજ નથી કે કેવી રીતે આ જીવનનો ઉપયોગ કરવો જોઈએ આ બધુ બંધ કરવા, મારો કહેવાનો મતલબ, સૌથી મહત્વની સમસ્યા, જન્મ મૃત્યુ જરા. તેઓને જ્ઞાન નથી.

તો, આ શ્રીમદ ભાગવતમ સમસ્ત સંસારને વાસ્તવિક જીવન આપે છે, વાસ્તવિક, જીવનનો મતલબ શું છે. તો આ શિષ્ટાચાર છે. કાળજી રાખવી, ખાસ કરીને, બ્રાહ્મણોની, વૃદ્ધોની, બાળકોની, સ્ત્રીઓની અને ગાયોની. તે સભ્યતા છે. આ જીવોનું ધ્યાન રાખવું જોઈએ. હવે આ ધૂર્તો ગાયોને મારી રહ્યા છે અને સ્ત્રીઓને વેશ્યાઓ બનાવી રહ્યા છે, અને બાળકોની ગર્ભમાં હત્યા કરી રહ્યા છે. અને બ્રાહ્મણના આદરનો કોઈ પ્રશ્ન જ નથી, અને નથી કોઈ બ્રાહ્મણ સભ્યતા. તો તમે કેવી રીતે સુખી રહી શકો? હું? અને જો સમાજમાં કોઈ બ્રાહ્મણ સભ્યતા નહીં હોય, તો તે સમાજ પશુ સમાજ કરતાં પણ નિમ્ન છે. તેથી આપણે પ્રાર્થના કરીએ છીએ,

નમો બ્રહ્મણ્ય દેવાય
ગો બ્રાહ્મણ હિતાય ચ
જગદ હિતાય કૃષ્ણાય
ગોવિંદાય નમો નમઃ

પહેલો આદર આપવામાં આવે છે, ગો બ્રાહ્મણ હિતાય ચ, જગદ હિતાય. જો તમે ખરેખર સમસ્ત સંસારના કલ્યાણ માટે કોઈ કાર્ય કરવા માંગતા હોવ, તો આ બે વસ્તુઓનું ધ્યાન રાખવું જ પડે, ગો બ્રાહ્મણ હિતાય ચ, ગાયો અને બ્રાહ્મણો. તેઓને પ્રાથમિક સુરક્ષા આપવી પડે. પછી જગદ હિતાય, પછી સમસ્ત સંસારનું વાસ્તવિક કલ્યાણ થશે. તેઓ નથી જાણતા. કૃષિ ગો રક્ષ્ય વાણિજ્યમ, ગો રક્ષ્ય, વાણિજ્યમ, વૈશ્ય કર્મ સ્વભાવ જમ. આ કર્તવ્ય છે વેપારી વર્ગનું: કૃષિ સુધારવી, ગાયોને રક્ષણ આપવું, કૃષિ ગો રક્ષ્ય વાણિજ્યમ. અને જો તમારી પાસે વધારનું અન્ન છે, તમે વેપાર કરી શકો છો. વાણિજ્યમ. આ છે વેપાર. બ્રાહ્મણ તે બુદ્ધિનું કાર્ય કરવા માટે છે. તે શિક્ષા આપશે. જેમ કે, આપણે, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, આપણે... આપણે ક્ષત્રિય કે વૈશ્ય કાર્ય કરવા માટે નથી, ભક્તો, પણ જો જરૂરી હોય તો તેઓ કરી શકે છે. પણ આપણું વાસ્તવિક કાર્ય છે, બ્રાહ્મણનું કાર્ય છે વેદોને જાણવા, બ્રહમન, પરમ બ્રહમન, નિરપેક્ષ સત્ય. તેણે જાણવું જ જોઈએ, અને તેણે જ્ઞાનનું વિતરણ કરવું જ જોઈએ. આ છે બ્રાહ્મણ. કિર્તયન્તો. સતતમ કિર્તયન્તો મામ યતંતશ ચ દ્રઢવ્રતા: આ છે બ્રાહ્મણનું કાર્ય.

તો, આપણે આ કાર્ય લીધું છે કે પ્રચાર કરો કે ભગવાન છે. આપણે ભગવાન સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તો જો તમે તે પ્રમાણે કાર્ય કરશો, તો તમે સુખી થશો. આ છે આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન. આ ધૂર્તો, તેઓ ભૂલી ગયા છે, અથવા તો જાણવાની પરવાહ નથી કરતાં, ભગવાનને, અને તે તેમની પીડાઓનું કારણ છે. ગઈ કાલે તે પ્રેસ રિપોર્ટરે પૂછ્યું હતું... શું પ્રશ્ન હતો?

ભક્ત: "શું આ તેલની અછતને દૂર કરવામાં મદદ કરશે?"

પ્રભુપાદ: હા. તો મે શું જવાબ આપેલો?

ભક્ત: "હા. કેમ નહીં?"

પ્રભુપાદ: હું?

ભક્ત: "કેમ નહીં?"

પ્રભુપાદ: તમને યાદ નથી?

ભક્ત: હા. તમે કહ્યું હતું કે ઉકેલ પહેલેથી જ છે, કૃષ્ણ ભાવનામૃત.

પ્રભુપાદ: હા. વાસ્તવિક રીતે, તે હકીકત છે! પણ તેઓ તે નહીં લે. તેઓ તે નહીં લે. હવે, સમસ્યા શું છે? તે સહેજ પણ મુશ્કેલ નથી. પેટ્રોલ છે, અને તે વપરાય છે, તે આપણા ઉપયોગ માટે છે, પણ સમસ્યા છે કે અરેબિયનો, તેઓ વિચારે છે કે તે મારુ છે...