GU/Prabhupada 1014 - એક કૃત્રિમ ભગવાન તેના શિષ્યોને શીખવતો હતો અને તે વીજળીના ઝટકા અનુભવતો હતો



750626 - Lecture SB 06.01.13-14 - Los Angeles

એક કૃત્રિમ ભગવાન તેના શિષ્યોને શીખવતો હતો અને તે વીજળીના ઝટકા અનુભવતો હતો તો તમારી પાસે વીસ લાખ ડોલર હોઈ શકે છે; મારી પાસે દસ ડોલર હોઈ શકે છે; તમારે પાસે સો ડોલર હોઈ શકે છે. દરેક વ્યક્તિ પાસે કોઈ ધન છે. તે સ્વીકૃત છે. પણ કોઈ પણ વ્યક્તિ ના કહી શકે કે "મારી પાસે સમગ્ર ધન છે." તે શક્ય નથી. જો કોઈ વ્યક્તિ કહી શકે કે "મારી પાસે બધુ જ ધન છે," તે ભગવાન છે. તે કૃષ્ણ દ્વારા બોલવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિએ જગતના ઇતિહાસમાં કહ્યું નથી. કૃષ્ણ કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯): "હું દરેક વસ્તુનો ભોક્તા છું, અને બધા જ બ્રહ્માણ્ડોનો માલિક છું." કોણ તે કહી શકે? તે ભગવાન છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય. સમગ્ર મતલબ બધુ જ, અધૂરું નહીં, કે "મારી પાસે આટલું છે. હવે મે વિતરિત કરી દીધું છે." મારે નામ નથી કહેવું - એક કૃત્રિમ ભગવાન, તે તેના શિષ્યોને શીખવતો હતો અને તે વીજળીના ઝટકા અનુભવતો હતો. તો દુર્ભાગ્યપણે, હું તમને વીજળીના ઝટકા નથી આપી શકતો. (હાસ્ય) તમે જોયું? વીજળીના ઝટકા, અને તે વીજળીના ઝટકાથી બેભાન થઈ ગયો. અને આ જાહેરમાં લખવામાં આવ્યું છે, અને મૂર્ખાઓ સ્વીકારી રહ્યા છે. શિક્ષકોએ શા માટે વીજળીનો ઝટકો આપવો જોઈએ? તે શાસ્ત્રમાં ક્યાં કહેલું છે? (હાસ્ય) પણ આ વસ્તુઓ છે, બનાવટી વસ્તુઓ છે. વીજળીનો ઝટકો. અને જ્યારે તે બેભાન થાય છે, ત્યારે ભગવાન બેસે છે, અને જ્યારે તે ભાનમાં આવે છે, ત્યારે શિષ્ય ભગવાનને પૂછે છે, "સાહેબ, તમે કેમ રડી રહ્યા છો?" "હવે, મે બધુ સમાપ્ત કરી દીધું. મે તને બધુ આપી દીધું." જરા જુઓ. શું શિષ્યને શીખવાડીને શિક્ષક બધુ ગુમાવી દે છે? આ વસ્તુઓ ચાલી રહી છે. તો કૃષ્ણ તે પ્રકારના ભગવાન નથી, કે "મે બધુ ગુમાવી દીધું." પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવાવશિષ્યતે (ઇશો આહવાન). આ ભગવાનની વ્યાખ્યા છે. ભગવાન એટલા પૂર્ણ છે કે જો તમે તેમનો બધો જ વૈભવ લઈ લો છતાં, તેઓ પૂર્ણ છે. તે ભગવાન છે. એવું નહીં કે "મે મારો પુરવઠો સમાપ્ત કરી દીધો છે."

તો બુદ્ધિશાળી માણસે વેદિક માહિતીમાથી શીખવું જોઈએ કે ભગવાન શું છે. ભગવાનનું નિર્માણ ના કરો. નિર્માણ, આપણે ભગવાનનું નિર્માણ કેવી રીતે કરી શકીએ? તે શક્ય નથી. તો તેને મનોધર્મ કહેવાય છે. માનસિક તર્કથી, માનસિક કલ્પનાથી, આપણે ભગવાનની રચના ના કરી શકીએ. અહી ભગવાનની વ્યાખ્યા છે, કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિદ જગત્યામ જગત (ઇશોપનિષદ ૧). ઇદમ સર્વમ. સર્વમ મતલબ જે કઈ પણ તમે જુઓ છો. તમે મોટો પેસિફિક મહાસાગર જુઓ છો. તે ભગવાન દ્વારા સર્જિત છે. એવું નથી કે તેમણે પેસિફિક મહાસાગરની રચના કરી, તેથી તેમના બધા જ રસાયણો, હાઇડ્રોજન અને ઓક્સિજન, સમાપ્ત. ના. લાખો અને કરોડો પેસિફિક મહાસાગર આકાશમાં તરે છે. તે ભગવાનનું નિર્માણ છે. લાખો અને કરોડો ગ્રહો આકાશમાં તરી રહ્યા છે, અને લાખો અને કરોડો જીવો છે, સમુદ્રો અને પર્વતો અને બધુ જ, પણ કોઈ અછત નથી. ફક્ત આ બ્રહ્માણ્ડ જ નહીં; લાખો અને કરોડો બ્રહ્માણ્ડો છે. આપણને આ માહિતી મળે છે વેદિક...

યસ્ય પ્રભા પ્રભવતો જગદ અંડ કોટી
કોટીશુ અશેષ વસુધાદી વિભૂતિ ભિન્નમ
તદ બ્રહ્મ નિષ્કલમ અનંતમ અશેષ ભૂતમ
ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ...
(બ્ર.સં ૫.૪૦)

ભગવાનનો વૈભવ સમજવાનો પ્રયત્ન કરો.