GU/Prabhupada 1017 - બ્રહ્મા મૂળ સર્જનકર્તા નથી. મૂળ સર્જનકર્તા કૃષ્ણ છે



720200 - Lecture SB 01.01.01 - Los Angeles

હવે વિધિ છે, જેમ કે આપણે એક શિક્ષક, એક ગુરુ, પાસે જઈએ છીએ, જ્ઞાન મેળવવા. તો બ્રહ્માજી સમક્ષ કોઈ દ્રશ્ય જીવ હતું નહીં. તો કેવી રીતે તેમણે જ્ઞાન મેળવ્યું? જવાબ છે "તેને બ્રહ્મ હ્રદા ય આદિ કવયે" (શ્રી.ભા. ૧.૧.૧) 'આદિ-કવયે'. પ્રથમ સર્જિત જીવ, બ્રહ્મા, તેમને હ્રદયમાથી શિક્ષણ આપવામાં આવ્યું. તેનો મતલબ, કૃષ્ણ, વાસુદેવ, અથવા પરમ ભગવાન, દરેકના હ્રદયમાં સ્થિત છે. તે બ્રહ્માના હ્રદયમાં પણ સ્થિત છે. તે તમારા, મારા હ્રદયમાં પણ સ્થિત છે. અને 'હ્રદ' આ શબ્દ વપરાયો છે. 'હ્રદ' મતલબ હ્રદય. તો તેઓ કોઈને પણ હ્રદયમાથી શિક્ષણ આપી શકે છે. પણ શા માટે આપણે તેમના વિશે જાણકાર નથી? સૈદ્ધાંતિક રીતે આપણે જાણીએ છીએ, પણ વ્યવહારિક રીતે આપણી બદ્ધ અવસ્થામાં આપણે જાણી ના શકીએ કે કેવી રીતે તેઓ આપણને નિર્દેશન આપી રહ્યા છે. પણ તેઓ નિર્દેશન આપી રહ્યા છે. તે હકીકત છે. બ્રહ્મા એક સાધારણ જીવ નથી, તેથી તેઓ પરમ ભગવાન પાસેથી હ્રદયમાં નિર્દેશ લઈ શક્યા હતા. આપણે પણ લઈ શકીએ જ્યારે આપણે બ્રહ્મા જેટલા યોગ્ય બનીએ.

બ્રહ્મા પ્રકટ થયા ભગવાનની સેવા કરવા માટે. ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે. જેમ કે આપણે એક સુથાર રાખીએ છીએ, અને હું તેને કહું કે મારા માટે એક કબાટ બનાવ. હું તેને કોઈ તત્ત્વો આપું, સાધનો, અથવા મહેનતાણું, અને તે કબાટ બનાવે છે. તેવી જ રીતે, ભગવાને તત્ત્વો બનાવ્યા, અને બનાવવાવાળો પણ, અને બ્રહ્માએ આ બ્રહ્માણ્ડની રચના કરી. પણ તેઓ મૂળ સર્જનકર્તા નથી. મૂળ સર્જનકર્તા કૃષ્ણ છે. મૂળ માલિક પણ કૃષ્ણ જ છે કારણકે તેમણે બધા તત્ત્વોની રચના કરી છે. વાસ્તવમાં જેમ આપણે વ્યવહારિક ક્ષેત્રમાં કાર્ય કરીએ છીએ, આપણે તત્ત્વોની રચના ના કરી શકીએ. ધારોકે આપણે એક મોટું ગગનચુંબી મકાન બાંધીએ, પણ ઘટકો, જેમ કે પૃથ્વી, પથ્થર, લાકડું, લોખંડ, જે મકાનના ઘટકો છે, તે આપણે રચી શકીએ નહીં. તે ભગવાન દ્વારા રચિત છે. આપણે ફક્ત પરિવર્તિત કરીએ છીએ. આપણે પૃથ્વી લઈએ છીએ, પૃથ્વીની માટી, અને તેને પાણી સાથે મેળવીએ છીએ. પાણી ભગવાને બનાવેલું છે. પૃથ્વી ભગવાને બનાવેલી છે. પછી આપણે તેને મિશ્રિત કરીએ છીએ અને આપણે એક ગઠ્ઠો, ઈંટ જેવો બનાવીએ છીએ, અને તેને અગ્નિમાં મૂકીએ છીએ. અગ્નિ પણ ભગવાને બનાવેલી છે. આ રીતે, જો આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ, ઘટકો અને પદાર્થો જે આપણે વાપરીએ છીએ, તે આપણી રચના નથી. તે ભગવાનની રચના છે. આપણે ફક્ત તેને વાપરીએ છીએ. અને કારણકે આપણે તેને વાપરીએ છીએ તેનો મતલબ તેવો નથી કે તે આપણી સંપત્તિ થઈ ગઈ. આ સમજણ છે.

ધારોકે હું મજૂર છું, હું કોઈ વસ્તુઓ વાપરું છું, પદાર્થો, અને કઈ બનાવું છું, શું તેનો મતલબ એવો છે કે બનાવેલી વસ્તુ, આખી, તે મારી સંપત્તિ થઈ ગઈ છે. ના. તે કેવી રીતે થઈ શકે? તેથી સિદ્ધાંત છે કે બધુ કૃષ્ણ, ભગવાન, નું છે. હું પણ તેમનો છું. અને જે પણ હું કરું, નિર્માણ, તે પણ તેમનું છે. આ સમજણ કે તે સમજવું કે બધુ ભગવાનનું છે. હું પણ તેમનો છું. મારી બુદ્ધિ તેમની છે. ઘટકો અથવા ભૌતિક તત્ત્વો જેનાથી આપણે કામ કરીએ છીએ, તે પણ ભગવાનના છે. તો મારો પોતાને માલિક તરીક દાવો કરવાનો અવકાશ ક્યાં છે? આને ભ્રમ કહેવાય છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે પુનર્જીવિત કરવા મનુષ્ય સમાજની મૂળ ચેતનાને, કારણકે બિલાડીઓ અને કુતરાઓ અથવા પ્રાણીઓમાં, આવી ચેતના આવી ના શકે. તેઓ એટલા મંદબુદ્ધિ અને ચેતનાના નીચલા સ્તર પર છે, તેમના માટે તે સમજવું શક્ય નથી...