GU/Prabhupada 1039 - ગાય માતા છે કારણકે આપણે ગાયનું દૂધ પીએ છીએ. કેવી રીતે હું નકારી શકું કે તે માતા નથી?



730809 - Conversation B with Cardinal Danielou - Paris

પ્રભુપાદ: બીજી વસ્તુ છે કે તમે કેવી રીતે સમર્થન આપી શકો કે પ્રાણી હત્યા પાપ નથી?

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે)

કાર્ડિનલ ડેનિયલ: (ફ્રેંચમાં પૂછે છે)

ભગવાન: તમે કેવી રીતે તેને સમજાવશો?

કાર્ડિનલ ડેનિયલ: હા, કારણકે અમે, અમે વિચારીએ છીએ કે સ્વભાવમાં એક ફરક છે, મનુષ્ય જીવનમાં, આત્માના જીવનમાં અને જીવવૈજ્ઞાનિક, જીવવૈજ્ઞાનિક જીવનમાં, અને અમે વિચારીએ છીએ કે પ્રાણી અને વનસ્પતિની બધી જ રચના ભગવાન દ્વારા આપવામાં આવી છે માણસને મદદ કરવા... (અસ્પષ્ટ). ઈશુએ, કહ્યું હતું કે ફક્ત આત્મા જ સાચું અસ્તિત્વ છે, અને બાકીનું બસ પ્રાગટ્ય છે અને વાસ્તવમાં અસ્તિત્વમાં નથી; અને અમે એવું વિચારીએ છીએ. અમે વિચારીએ છીએ કે પ્રાણીઓ, વનસ્પતિઓ સાચું અસ્તિત્વ નથી, અને ફક્ત મનુષ્ય જ સાચું અસ્તિત્વ છે. અને તે અર્થમાં, ભૌતિક જગત કોઈ મહત્વનું નથી.

પ્રભુપાદ: હવે, હું સમજ્યો. ધારોકે તમે આ ઘરમાં રહો છો. તમે આ ઘરમાં છો, તે હકીકત છે.

કાર્ડિનલ ડેનિયલ: હા, હા.

પ્રભુપાદ: પણ જો હું આવું અને તમારું ઘર તોડી કાઢું, શું તે તમારા માટે અસુવિધા નથી?

કાર્ડિનલ ડેનિયલ: હા, ચોક્કસપણે. ચોક્કસ તે અસુવિધા છે.

પ્રભુપાદ: તો જો હું તમને અસુવિધા કરું, શું હું અપરાધી નથી?

કાર્ડિનલ ડેનિયલ: તે મને અસુવિધા છે, પણ...

પ્રભુપાદ: ના. જો હું તમને કોઈ અસુવિધા પહોંચાડું, શું તે અપરાધ નથી? શું તે પાપ નથી?

કાર્ડિનલ ડેનિયલ: હું વિચારું છું કે જો એક ગંભીર કારણ હોય, તે આધ્યાત્મિક માણસનો પોતાનો વિનાશ નથી. ઉદાહરણથી, તે પૂર્ણ રીતે શક્ય છે ભૌતિક જગતની વાસ્તવિકતાનો ઉપયોગ કરવો, પ્રકૃતિક દુનિયાનો મનુષ્યના વ્યવસાય માટે. અમે વિચારીએ છીએ કે તે પ્રેરણાનો પ્રશ્ન છે. પ્રાણીને મારવાનું ખરાબ કારણ પણ હોય. પણ જો પ્રાણીને મારવાનું કારણ હોય બાળકોને, પુરુષોને, સ્ત્રીઓને ભોજન આપવું.. (ફ્રેંચમાં બોલે છે)

ભક્ત: ભૂખ્યા.

કાર્ડિનલ ડેનિયલ: ભૂખ્યા, આપણે ભૂખ્યા છીએ, તે કાયદેસર છે.. આપણે... તે સ્વીકારવું મુશ્કેલ છે કે ભારતમાં, (ફ્રેંચમાં બોલે છે)?

યોગેશ્વર: ગાયો.

કાર્ડિનલ ડેનિયલ: ગાયો. શું તેમને મારવાની અનુમતિ નથી...?

યોગેશ્વર: ગાય.

કાર્ડિનલ ડેનિયલ:.... એક ગાય આપવામાં આવે છે બાળકોને જેઓ ભૂખ્યા છે...

પ્રભુપાદ: ના, ના, કોઈ પણ ગણતરીથી, ગાયનું દૂધ આપણે પીએ છીએ. તેથી તે માતા છે. શું તે નથી?

યોગેશ્વર (ફ્રેંચમાં અનુવાદ કરે છે)

કાર્ડિનલ ડેનિયલ: હા, ચોક્કસ, ચોક્કસ, પણ...

પ્રભુપાદ: વેદિક આવૃત્તિ પ્રમાણે, આપણને સાત માતાઓ હોય છે, આદૌ માતા, મૂળ માતા, ગુરો: પત્ની, આધ્યાત્મિક ગુરુની પત્ની...

કાર્ડિનલ ડેનિયલ: હા.

ભગવાન: શું તમે સમજી શકો છો?

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે, ...)

પ્રભુપાદ: આદૌ માતા ગુરો: પત્ની બ્રાહ્મણી, પૂજારીની પત્ની.

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે...)

કાર્ડિનલ ડેનિયલ: (અસ્પષ્ટ)

પ્રભુપાદ: રાજ પત્નિકા, રાજાની પત્ની, રાણી.

કાર્ડિનલ ડેનિયલ: હા.

પ્રભુપાદ: ચાર. આદૌ માતા ગુરો: પત્ની બ્રાહ્મણી રાજ પત્નિકા, ધેનુર. ધેનુ મતલબ ગાય. ધેનુર ધાત્રી. ધાત્રી મતલબ નર્સ. તથા પૃથ્વી. પૃથ્વી મતલબ પૃથ્વી. સાત માતાઓ હોય છે. તો ગાય માતા છે કારણકે આપણે દૂધ પીએ છીએ, ગાયનું દૂધ.

કાર્ડિનલ ડેનિયલ: હા.

પ્રભુપાદ: કેવી રીતે હું નકારી શકું કે તે માતા નથી? કેવી રીતે હું માતાની હત્યાનું સમર્થન કરી શકું?

કાર્ડિનલ ડેનિયલ: હા, હા, તે પ્રેરણા છે. પણ અમે વિચારીએ છીએ કે...

પ્રભુપાદ: તેથી, ભારતમાં, જે લોકો માંસાહારી છે, તેમને સલાહ આપવામાં આવે છે.. તે પણ બીજો પ્રતિબંધ છે. સલાહ આપવામાં આવે છે બીજા નીચલા પ્રાણીઓની હત્યા કરવાનો જેમ કે બકરા, ભેંસ સુધી પણ. પણ ગાયની હત્યા સૌથી મોટું પાપ છે.

કાર્ડિનલ ડેનિયલ: હા, હા, હા, હા. હું આ જાણું છું, હું આ જાણું છું. અને આ છે અમારા માટે મુશ્કેલી, એક મુશ્કેલી...

પ્રભુપાદ: હા, કારણકે ગાય માતા છે.

કાર્ડિનલ ડેનિયલ: હા, હા, તે છે.

પ્રભુપાદ: તમે, તમે માતા પાસેથી દૂધ લો, અને જ્યારે તે વૃદ્ધ થાય, તે તમને દૂધ ના આપી શકે, તેથી તેની હત્યા થવી જોઈએ?

કાર્ડિનલ ડેનિયલ: હા.

પ્રભુપાદ: શું તે બહુ સારો પ્રસ્તાવ છે?

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે)

કાર્ડિનલ ડેનિયલ: હા, હા, હા.

યોગેશ્વર: તે હા કહે છે. તે કહે છે: "હા, તે સારો પ્રસ્તાવ છે."

કાર્ડિનલ ડેનિયલ: જો, જો માણસો ભૂખ્યા છે, માણસોનું જીવન વધુ મહત્વનુ છે ગાયના જીવન કરતાં.

પ્રભુપાદ: તેથી, કારણકે અમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો પ્રચાર કરી રહ્યા છીએ, અમે લોકોને કહીએ છીએ, માંસ ના ખાઓ, કોઈ પણ પ્રકારનું.

કાર્ડિનલ ડેનિયલ: હા, હા.

પ્રભુપાદ: પણ જો, કોઈ સંજોગોમાં, તમને માંસ ખાવાની ફરજ પડે છે, કોઈ બીજા નીચલા પ્રાણીઓનું માંસ ખાઓ. ગાયોની હત્યા ના કરો. તે સૌથી મોટું પાપ છે. અને જ્યાં સુધી વ્યક્તિ પાપી હશે, તે ભગવાન શું છે તે સમજી નહીં શકે. પણ મનુષ્ય, મુખ્ય કાર્ય છે ભગવાનને સમજવું અને તેમને પ્રેમ કરવો. પણ જો તે પાપી રહે છે, ન તો તે ભગવાનને સમજી શકે, અને તેમને પ્રેમ કરવાનો તો પ્રશ્ન જ ક્યાં છે. તેથી, ઓછામાં ઓછું માનવ સમાજમાં, આ ક્રૂર કતલખાનાઓ બંધ થવા જોઈએ.

કાર્ડિનલ ડેનિયલ: (ફ્રેંચમાં પૂછે છે?)

યોગેશ્વર: (ફ્રેંચમાં અનુવાદ કરે છે, ફ્રેંચમાં અનુવાદ કરે છે. ફ્રેંચમાં અનુવાદ કરે છે)

કાર્ડિનલ ડેનિયલ: હા, હા, હા. મને લાગે છે કે, કદાચ આ મહત્વનો મુદ્દો નથી. મને લાગે છે કે આ ક્ષેત્રમાં વિભિન્ન ધર્મોનો ઉપયોગ સારો હોઈ શકે છે. મહત્વનુ છે ભગવાનને પ્રેમ કરવું.

પ્રભુપાદ: હા.

કાર્ડિનલ ડેનિયલ: પણ વ્યવહારિક આજ્ઞા અલગ અલગ હોઈ શકે છે.

પ્રભુપાદ: ના. જેમ કે ભગવાન, જો ભગવાન કહે છે કે: "તમે આ કરી શકો," તે પાપ નથી. પણ જો ભગવાન કહે કે: "તમે તે ના કરી શકો", તે પાપ છે.