GU/Prabhupada 1055 - શું તમારા કાર્યો કરવાથી તમે ભગવાનને પ્રસન્ન કર્યા છે



750522 - Conversation B - Melbourne

પ્રભુપાદ: કોઈ પણ વિભાગમાં જ્ઞાનનો વિકાસ, તે ઘણું સારું છે. પણ તેનું લક્ષ્ય શું છે? લક્ષ્ય છે પરમ ભગવાનના ગુણગાન કરવા. જેમ કે તમે વકીલ છો. તમે અમને મુશ્કેલ સમયમાં મદદ કરી. શા માટે? કારણકે તમને ભગવાનના ગુણગાન ગાવા ચાલુ રાખવા હતા કે "આ માણસો સારું કરી રહ્યા છે. શા માટે તે લોકો હેરાન થવા જોઈએ?" તો તેનો મતલબ તમે ભગવાનની મહિમા ગાવા માટે મદદ કરી. તો તે તમારી વકીલ તરીકેની સફળતા છે. તો જે પણ વ્યક્તિ આ આંદોલનને મદદ કરે છે, કે "તે લોકો કૃષ્ણ ભાવનામૃત, ભગવદ ભાવનામૃત ફેલાવી રહ્યા છે. તેમને બધી જ રીતે મદદ કરવી જોઈએ," તે પૂર્ણતા છે. દરેક વસ્તુની જરૂર છે, પણ તેની પરાકાષ્ઠા હોવી જોઈએ પરમ ભગવાનના ગુણગાન કરવા માટે. પછી તે પૂર્ણતા છે. બીજી જગ્યામાં... (બાજુમાં:) આ શ્લોક શોધો:

અત: પુંભીર દ્વિજ શ્રેષ્ઠા
વર્ણાશ્રમ વિભાગશ:
સ્વાનુસ્થિતસ્ય ધર્મસ્ય
સંસિદ્ધિર હરિ તોષણમ
(શ્રી.ભા. ૧.૨.૧૩)

જેમ કે તમે મુશ્કેલ પરિસ્થિતીમાં આ સંસ્થાની મદદ કરી. તેનો મતલબ તમે કૃષ્ણને પ્રસન્ન કર્યા છે. તે તમારી સફળતા છે. મારા ભક્તો મુશ્કેલીમાં છે. તેમને કોઈ કાયદાકીય મદદની જરૂર છે. તમે, એક વકીલ તરીકે, તેમની મદદ કરી, તો તમે કૃષ્ણને, ભગવાનને, પ્રસન્ન કર્યા. તે જીવનનો ધ્યેય છે. કે મારા વિભિન્ન કાર્યવર્તુળો તરીકે - એક વકીલ તરીકે, એક વેપારી તરીકે, અથવા એક વિદ્વાન તરીકે, એક તત્વજ્ઞાની તરીકે, એક વૈજ્ઞાનિક તરીકે, એક અર્થશાસ્ત્રી તરીકે... ઘણી બધી માંગો છે. તેનો ફરક નથી પડતો. પણ તમારે જોવું જોઈએ કે તમે સફળ છો. અને તમારી સફળતાનું ધોરણ શું છે? સફળતાનું ધોરણ છે કે શું તમે ભગવાનને પ્રસન્ન કર્યા છે. (બાજુમાં:) તમે આ વાંચો. અત: પુંભીર દ્વિજ શ્રેષ્ઠ:...

શ્રુતકિર્તિ: અત:..

પ્રભુપાદ: પુંભીર.

શ્રુતકિર્તિ: અત: પુંભીર દ્વિજ શ્રેષ્ઠ:

પ્રભુપાદ: હમ્મ. આ શ્લોક શોધો.

શ્રુતકિર્તિ:

અત: પુંભીર દ્વિજ શ્રેષ્ઠા
વર્ણાશ્રમ વિભાગશ:
સ્વાનુસ્થિતસ્ય ધર્મસ્ય
સંસિદ્ધિર હરિ તોષણમ
(શ્રી.ભા. ૧.૨.૧૩)

"હે દ્વિજ બંધુઓમાં શ્રેષ્ઠ, તેથી તે નિષ્કર્ષ છે કે વ્યક્તિ તેના નિર્દિષ્ટ કર્તવ્યો, ધર્મ, કરીને, કે જે તેની વર્ણાશ્રમ પ્રથા પ્રમાણે હોય, તેના જીવનની જે સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે છે ભગવાન, હરિ, ને પ્રસન્ન કરવા."

પ્રભુપાદ: તે છે. તે હોવું જોઈએ... કે "શું મારા વ્યવસાયથી, મારા વેપારથી, મારી પ્રતિભાથી, મારી કાર્યક્ષમતાથી..." - વિભિન્ન શ્રેણીઓ હોય છે - "શું મે ભગવાનને પ્રસન્ન કર્યા છે?" તો તે સફળ છે. જો તમે તમારા વકીલના વ્યવસાયથી ભગવાનને પ્રસન્ન કર્યા છે - તમે એક અલગ વસ્ત્રમાં છો, તેનો ફરક નથી પડતો. તમે એટલા જ શ્રેષ્ઠ છો જેટલા કે તે લોકો ભગવાનને આખો સમય સેવા આપે છે. કારણકે તેમનું કાર્ય પણ છે ભગવાનને પ્રસન્ન કરવું. તેવી જ રીતે, જો તમે ભગવાનને પ્રસન્ન કર્યા છે, તો તમારી વકીલાત કરીને પણ, તમે સાધુ વ્યક્તિ જેટલા જ શ્રેષ્ઠ છો. તે ધ્યેય હોવો જોઈએ: "શું મે મારા વ્યાવસાયિક કર્તવ્ય દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા છે?" તે ધોરણ છે. લોકોને આ ગ્રહણ કરવા દો. અમે નથી કહેતા કે "તમે તમારી સ્થિતિ બદલો. તમે એક સન્યાસી બની જાઓ અથવા તમે તમારો વ્યવસાય છોડી દો અને મુંડન કરાવી દો." ના, અમે તેવું નથી કહતા (હાસ્ય) અમે સ્વભાવથી છીએ. (હાસ્ય) તો આ કૃષ્ણ ભાવનામરુત, તે તમે તમારી મૂળ સ્થિતિમાં રહો, પણ જુઓ કે શું તમારા કાર્યો કરવાથી તમે ભગવાનને પ્રસન્ન કર્યા છે. પછી બધી વસ્તુ બરાબર હશે.