Template:GU/Gujarati Main Page - Vanipedia's Manifesto
↓ Scroll down to read more...
પરિચયશ્રીલ પ્રભુપાદે તેમના ઉપદેશો પર ખૂબ મહત્વ આપ્યું, આ રીતે વાણીપિડિયા ફક્ત તેમના કાર્યને સમર્પિત છે જેમાં પુસ્તકો, રેકોર્ડ કરેલા વ્યાખ્યાનો અને વાર્તાલાપ, પત્રો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણ થઈ જશે, ત્યારે વાણીપિડિયા વિશ્વનું સૌ પ્રથમ વાણી-મંદિર હશે જે એક પવિત્ર સ્થાન અર્પણ કરશે જ્યાં આધ્યાત્મિક માર્ગદર્શન ઝંખનારા લાખો લોકો શ્રીલ પ્રભુપાદના પ્રખ્યાત ઉપદેશોમાંથી પ્રેરણા મેળવશે કે જેની પ્રસ્તુતિ કરવામાં આવી છે શક્ય તેટલી ભાષાઓમાં જ્ઞાનકોશ રૂપે. વાણીપિડિયાનું દ્રષ્ટિ નિવેદનશ્રીલ પ્રભુપાદની બહુભાષી વાણી-ઉપસ્થિતિનું આહવાન કરવા અને પૂર્ણ રીતે પ્રગટ કરવા માટે સહયોગ કરવો,અને આ રીતે કરોડો લોકોને કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને જીવવા માટે અને માનવ સમાજને પુનઃ આધ્યાત્મિક બનાવવા માટે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તન આંદોલનને સહાય કરવી. સહયોગવાણીપિડિયામાં જે સ્તરનો જ્ઞાનકોશ જોવા મળે છે તેની રચના ફક્ત ત્યારે જ શક્ય છે જયારે હજારો ભક્તો સામૂહિક સહયોગથી શ્રીલ પ્રભુપાદના ઉપદેશોનું સંકલન કરે અને ખંતપૂર્વક અનુવાદ કરે. અમે ઇચ્છીએ છીએ કે નવેમ્બર ૨૦૨૭ સુધીમાં શ્રીલ પ્રભુપાદના તમામ પુસ્તકો, વ્યાખ્યાનો, વાર્તાલાપો અને પત્રોનો ઓછામાં ઓછી ૧૬ ભાષાઓમાં અનુવાદ અને ઓછામાં ઓછી ૧૦૮ ભાષાઓમાં અમુક અંશે રજૂઆત થાય. ઓક્ટોબર ૨૦૧૭ સુધીમાં, સંપૂર્ણ બાઇબલનું ૬૭૦ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે, ન્યુ ટેસ્ટામેન્ટનું ભાષાંતર ૧,૫૨૧ ભાષાઓમાં અને બાઇબલના વિભાગો અથવા કથાઓનો ૧,૧૨૧ અન્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે શ્રીલ પ્રભુપાદના ઉપદેશોમાં નોંધપાત્ર વધારો હોવા છતાં, જે રીતે ખ્રિસ્તી અનુયાયીઓ વૈશ્વિક સ્તરે તેમના ઉપદેશોને ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેની તુલનામાં આપણા લક્ષ્યો જરા પણ વધુ મહત્વાકાંક્ષી નથી. સમગ્ર માનવતાના લાભ અર્થે વેબ ઉપર શ્રીલ પ્રભુપાદની બહુભાષી વાણી-ઉપસ્થિતિના આહવાન અને પૂર્ણ રીતે પ્રગટ કરવાના આ ઉમદા પ્રયાસ માટે અમે બધા જ ભક્તોને આમંત્રણ આપીએ છીએ. આહવાન૧૯૬૫ માં શ્રીલ પ્રભુપાદ અમેરિકામાં વગર આમંત્રણે પહોંચ્યા. જોકે, તેમની ભવ્ય વપુની ઉપસ્થિતિના દિવસો ૧૯૭૭ માં સમાપ્ત થયા હતા, તેમ છતાં તેઓ હજુ પણ તેમની વાણીમાં હાજર છે અને આ જ ઉપસ્થિતિ છે જેનું આપણે હવે આહવાન કરવું જોઈએ. શ્રીલ પ્રભુપાદને પ્રગટ થવા માટે વિનમ્ર ભાવે એક ભિક્ષુકની જેમ બોલાવવાથી જ તેઓ આવશે. તેમના પ્રાગટ્ય માટેની ચાવી છે તેમના સંગ માટેની આપણી તીવ્ર ઈચ્છા. સંપૂર્ણ પ્રાગટ્યઆપણે શ્રીલ પ્રભુપાદની આંશિક ઉપસ્થિતિ નથી જોઈતી. આપણે તેમની પૂર્ણ વાણી-ઉપસ્થિતિ જોઈએ છે. તેમના બધા રેકોર્ડ થયેલા ઉપદેશોનું પૂર્ણ રૂપે સંકલન થયેલું હોવું જોઈએ અને ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થયેલો હોવો જોઈએ. આ ગ્રહના લોકોની ભાવિ પેઢીઓને આપણા દ્વારા આ અર્પણ છે - શ્રીલ પ્રભુપાદની ઉપદેશોનો પૂર્ણ આશ્રય. વાણી-ઉપસ્થિતિશ્રીલ પ્રભુપાદની પૂર્ણ વાણી-ઉપસ્થિતિ બે તબક્કામાં દેખાશે. પહેલું - અને સરળ તબક્કો છે - શ્રીલ પ્રભુપાદના બધા ઉપદેશોનું સંકલન અને બધી જ ભાષાઓમાં અનુવાદ કરવો. બીજો - અને વધુ મુશ્કેલ તબક્કો છે - કરોડો લોકો તેમના ઉપદેશોને પૂર્ણ રીતે જીવે. અભ્યાસની વિવિધ પદ્ધતિઓ
એક કરોડ આચાર્યો
ટિપ્પણીશ્રીલ પ્રભુપાદનું આ દ્રષ્ટિ નિવેદન સ્વ-વર્ણનાત્મક છે - લોકો માટે સરળતાથી કૃષ્ણ ભાવનામૃતને સમજવા માટેની પૂર્ણ યોજના. શ્રીલ પ્રભુપાદના એક કરોડ સશક્ત શિક્ષા-શિષ્યો વિનમ્રતા પૂર્વક આપણા સંસ્થાપક-આચાર્યની શિક્ષાઓને જીવે છે અને હંમેશાં પૂર્ણતા અને પરિપક્વતા માટે પ્રયત્નો કરે છે. શ્રીલ પ્રભુપાદ સ્પષ્ટ જણાવે છે "તે સંસ્થા બનાવો". આ દ્રષ્ટિને પૂર્ણ કરવામાં વાણીપિડિયા ઉત્સાહથી મદદ કરી રહ્યું છે. કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાનભગવદ્ ગીતાના નવમા અધ્યાયમાં કૃષ્ણ ભાવનામૃતના આ વિજ્ઞાનને બધા જ્ઞાનનો રાજા, બધી ગુપ્ત બાબતોનો રાજા અને દિવ્ય સાક્ષાત્કારનું પરમ વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. કૃષ્ણ ભાવનામૃત એ દિવ્ય વિજ્ઞાન છે જે તે નિષ્ઠાવાન ભક્તને પ્રગટ કરી શકાય છે જે ભગવાનની સેવા કરવા માટે તૈયાર છે. કૃષ્ણ ભાવનામૃત શુષ્ક દલીલો દ્વારા અથવા શૈક્ષણિક યોગ્યતાઓ દ્વારા પ્રાપ્ત થતું નથી. કૃષ્ણ ભાવનામૃત એ કોઈ આસ્થા નથી, જેમ કે હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ અથવા ઇસ્લામ, પરંતુ તે એક વિજ્ઞાન છે. જો કોઈ શ્રીલ પ્રભુપાદના પુસ્તકો કાળજીપૂર્વક વાંચે છે, તો તે કૃષ્ણ ભાવનામૃતના સર્વોચ્ચ વિજ્ઞાનની અનુભૂતિ કરશે અને તમામ લોકોના વાસ્તવિક કલ્યાણ અર્થે તેને ફેલાવવા માટે વધુ પ્રેરિત થશે. ભગવાન ચૈતન્યનું સંકીર્તન આંદોલનભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સંકીર્તન આંદોલનના પિતા અને ઉદ્ધઘોષક છે. જે વ્યક્તિ સંકીર્તન આંદોલન માટે પોતાનું જીવન, ધન, બુદ્ધિ અને વાણીનું બલિદાન આપીને તેમની પૂજા કરે છે તે ભગવાન દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને તેમના આશીર્વાદથી સંપન્ન છે. બીજા બધાને મૂર્ખ કહી શકાય છે, કારણ કે બધા જ યજ્ઞોમાં કે જેમાં વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ કરે, સંકીર્તન આંદોલન માટે કરવામાં આવેલ યજ્ઞ સૌથી ગૌરવપૂર્ણ છે. સમસ્ત કૃષ્ણ ભાવનામૃત આંદોલન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ઉદ્ઘાટિત કરેલા સંકીર્તન આંદોલનના સિદ્ધાંતો પર આધારીત છે. તેથી જે વ્યક્તિ સંકીર્તન આંદોલનના માધ્યમથી પરમ ભગવાનને સમજવાનો પ્રયાસ કરે છે તે બધું જ પૂર્ણ રીતે જાણે છે. તે સુમેધસ છે, નોંધપાત્ર બુદ્ધિમાન વ્યક્તિ. માનવ સમાજનું પુનઃઆધ્યાત્મિકરણમાનવ સમાજ, વર્તમાન ક્ષણે, વિસ્મૃતિના અંધકારમાં નથી. તેણે સમગ્ર વિશ્વમાં ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી છે. પરંતુ સમાજના માળખામાં ક્યાંક કોઈ વસ્તુ ખૂંચે છે, અને તેથી ઓછા મહત્વના મુદ્દાઓ પર પણ, મોટા-પાયે ઝઘડાઓ થાય છે. માનવતા એક સામાન્ય કારણ સાથે શાંતિ, મિત્રતા અને સમૃદ્ધિ માં એક કેવી રીતે બની શકે તે અંગે ચાવીની જરૂર છે. શ્રીમદ્-ભાગવતમ આ જરૂરિયાત પૂરી કરે છે, કારણ કે તે સમગ્ર માનવ સમાજના પુન:આધ્યાત્મિકરણ માટેની સાંસ્કૃતિક રજૂઆત છે. સામાન્ય રીતે, લોકોનો સમૂહ, આધુનિક રાજકારણીઓ અને લોકોના નેતાઓના હાથમાં કઠપૂતળી છે. જો ફક્ત નેતાઓના હૃદયમાં પરિવર્તન આવે, તો વિશ્વના વાતાવરણમાં ચોક્કસપણે ધડમૂળથી પરિવર્તન આવશે. વાસ્તવિક શિક્ષણનો ઉદ્દેશ આત્મ-સાક્ષાત્કાર, આત્માના આધ્યાત્મિક મૂલ્યોની અનુભૂતિ હોવી જોઈએ. દરેક વ્યક્તિએ વિશ્વની બધી પ્રવૃત્તિઓને આધ્યાત્મિક બનાવવા માટે મદદ કરવી જોઈએ. આવી પ્રવૃત્તિઓ દ્વારા, કાર્ય કરનાર અને કાર્ય બંને આધ્યાત્મિકતાથી તરબોળ થઈ જાય છે અને પ્રકૃતિના ગુણોથી પર થઈ જાય છે. વાણીપિડિયાનું મિશન નિવેદન
અમને વાણીપિડિયાના નિર્માણ માટે શું પ્રેરણા આપે છે?
આમ, શ્રીલ પ્રભુપાદના ઉપદેશોમાં મળેલું સંપૂર્ણ જ્ઞાન અને અનુભૂતિની યોગ્ય સમજ અને વિતરણની સુવિધા માટે વાસ્તવમાં ગતિશીલ મંચ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, જેથી તેનો આનંદપૂર્વક ઉપયોગ થઈ શકે. તે એટલું જ સરળ છે. વાણીપિડિયાની સમાપ્તિથી અમને દૂર કરવાવાળી એકમાત્ર વસ્તુ છે સમય અને વાણીસેવાના ઘણા પવિત્ર કલાકો જે આ દ્રષ્ટિ પ્રત્યે પોતાને સમર્પિત કરવાવાળા ભક્તો દ્વારા પ્રદાન કરવાના બાકી છે. હું મારા ગુરુ મહારાજના આદેશ પ્રતિ મારી ફરજ તરીકે જે હું મારી વિનમ્ર સેવા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તેની કદર કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મારા બધા શિષ્યોને સહકારથી કાર્ય કરવા વિનંતી કરું છું અને મને ખાતરી છે કે આપણું મિશન કોઈ પણ શંકા વિના આગળ વધશે. – તમાલ કૃષ્ણ દાસ (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર - ૧૪ ઓગસ્ટ, ૧૯૭૧ શ્રીલ પ્રભુપાદના ત્રણ પ્રાકૃતિક પદશ્રીલ પ્રભુપાદના ઉપદેશોના ચરણકમળોમાં આશ્રયની સંસ્કૃતિની અનુભૂતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે શ્રીલ પ્રભુપાદના આ ત્રણ પદ તેમના બધા જ અનુયાયીઓના હૃદયમાં જાગૃત થાય છે. શ્રીલ પ્રભુપાદ આપણા પૂર્વ-પ્રસિદ્ધ શિક્ષા-ગુરુ છે
શ્રીલ પ્રભુપાદ ઇસ્કોનના સંસ્થાપક-આચાર્ય છે
શ્રીલ પ્રભુપાદ વિશ્વ-આચાર્ય છે
શ્રીલ પ્રભુપાદની પ્રાકૃતિક પદની સ્થાપના મહત્વપૂર્ણ છે
ટિપ્પણીઅમારું માનવું છે કે શ્રીલ પ્રભુપાદના ઉપદેશોના આપણા જ્ઞાન સાથેના આપણા સંબંધોને પોષવા અને વધારવાના લક્ષ્યથી અભિન્ન, માળખાગત શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમોની રજૂઆતથી આ અવરોધોને સરળતાથી દૂર કરી શકાય છે. જોકે આ ફક્ત ત્યારે જ સફળ થશે જ્યારે શ્રીલ પ્રભુપાદની વાણીમાં ઊંડેથી વસેલી સંસ્કૃતિના નિર્માણ માટે ગંભીર નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા બળ આપવામાં આવે. શ્રીલ પ્રભુપાદનું પ્રાકૃતિક પદ આ રીતે આપમેળે બની જશે અને બધી પેઢીના ભક્તો માટે સ્પષ્ટ રીતે રહેશે. ભક્તો શ્રીલ પ્રભુપાદના અંગો છે, ઇસ્કોન તેમનું શરીર છે, અને તેમની વાણી તેમની આત્મા છે
ટિપ્પણીઆપણે શ્રીલ પ્રભુપાદના અંગો છીએ. તેમની સાથે તેમના સંપૂર્ણ સંતોષ સાથે સફળતાપૂર્વક સહકાર આપવા આપણે તેમની સાથે ચેતનામાં એક થવું પડે. આ પ્રેમાળ એકતા વિકસિત થાય છે તેમની વાણીમાં પૂર્ણ રૂપે મગ્ન બનીને, તેમની વાણીથી આશ્વસ્ત બનીને અને તેમની વાણીનો અભ્યાસ કરીને. આપણી સંપૂર્ણ સફળતાની વ્યૂહરચના છે દરેક માટે શ્રીલ પ્રભુપાદના ઉપદેશોને આત્મસાત કરવા અને હિંમતભેર તેમને પ્રભુપાદના કૃષ્ણ ભાવનામૃત આંદોલન માટે આપણે જે કંઇ કરીએ છીએ તેના હૃદયમાં મુકવા. આ રીતે, શ્રીલ પ્રભુપાદના ભક્તો વ્યક્તિગત રીતે વિકાસ કરી શકે છે, અને તેમની પોતપોતાની સેવાઓનો વિકાસ થઈ શકે છે જેથી ઇસ્કોન એક મજબૂત સંસ્થા બની શકે જે પૂર્ણ વિનાશથી વિશ્વને બચાવવાની પ્રભુપાદની ઈચ્છાને પૂર્ણ કરી શકે છે. ભક્તો જીતે છે, જીબીસી જીતે છે, ઇસ્કોન જીતે છે, વિશ્વ જીતે છે, શ્રીલ પ્રભુપાદ જીતે છે અને ભગવાન ચૈતન્ય જીતે છે. કોઈ હારશે નહીં. પરંપરાના ઉપદેશોનું વિતરણ૧૪૮૬ ચૈતન્ય મહાપ્રભુ વિશ્વને કૃષ્ણ ભાવનામૃત શીખવવા માટે અવતરિત થાય છે – ૫૩૩ વર્ષ પહેલાં ૧૪૮૮ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે સનાતન ગોસ્વામી પ્રગટ થાય છે – ૫૩૧ વર્ષ પહેલાં ૧૪૮૯ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે રૂપ ગોસ્વામી પ્રગટ થાય છે – ૫૩૦ વર્ષ પહેલાં ૧૪૯૫ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે રઘુનાથ ગોસ્વામી પ્રગટ થાય છે – ૫૨૪ વર્ષ પહેલાં ૧૫૦૦ યાંત્રિક છાપકામની પ્રેસ (મિકેનિકલ પ્રિન્ટિંગ પ્રેસ), સમગ્ર યુરોપમાં પુસ્તકોના વિતરણમાં ક્રાંતિ લાવવાનું શરૂ કરે છે – ૫૨૦ વર્ષ પહેલાં ૧૫૧૩ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે જીવ ગોસ્વામી પ્રગટ થાય છે – ૫૦૬ વર્ષ પહેલાં ૧૮૩૪ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે ભક્તિવિનોદ ઠાકુર પ્રગટ થાય છે – ૧૮૫ વર્ષ પહેલાં ૧૮૭૪ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે ભક્તિસિદ્ધાંત સરસ્વતી પ્રગટ થાય છે – ૧૪૫ વર્ષ પહેલાં ૧૮૯૬ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે શ્રીલ પ્રભુપાદ પ્રગટ થાય છે – ૧૨૩ વર્ષ પહેલાં ૧૯૧૪ ભક્તિસિદ્ધાંત સરસ્વતીએ "બૃહદ-મૃદંગ" શબ્દનું નામ આપ્યું – ૧૦૫ વર્ષ પહેલાં ૧૯૨૨ શ્રીલ પ્રભુપાદ પ્રથમ વખત ભક્તિસિદ્ધાંત સરસ્વતીને મળ્યા અને તરત જ અંગ્રેજી ભાષામાં ઉપદેશ આપવા વિનંતી કરે છે - ૯૭ વર્ષ પહેલાં ૧૯૩૫ શ્રીલ પ્રભુપાદને પુસ્તકો છાપવાની સૂચના મળી – ૮૪ વર્ષ પહેલાં ૧૯૪૪ શ્રીલ પ્રભુપાદ ભગવદ્ દર્શન સામાયિક શરૂ કરે છે – ૭૫ વર્ષ પહેલાં ૧૯૫૬ શ્રીલ પ્રભુપાદ પુસ્તકો લખવા માટે વૃંદાવન જાય છે – ૬૩ વર્ષ પહેલાં ૧૯૬૨ શ્રીલ પ્રભુપાદ શ્રીમદ-ભાગવતમનો પોતાનો પ્રથમ ભાગ પ્રકાશિત કરે છે – ૫૭ વર્ષ પહેલાં ૧૯૬૫ શ્રીલ પ્રભુપાદ તેમના પુસ્તકોનું વિતરણ કરવા પશ્ચિમમાં પહોંચે છે – ૫૪ વર્ષ પહેલાં ૧૯૬૮ શ્રીલ પ્રભુપાદ તેમની સંક્ષિપ્ત ભગવદ્ ગીતા - તેના મૂળ રૂપે ને પ્રકાશિત કરે છે – ૫૨ વર્ષ પહેલાં ૧૯૭૨ શ્રીલ પ્રભુપાદ તેમની ભગવદ્ ગીતા - તેના મૂળ રૂપે નું સંપૂર્ણ સંસ્કરણ પ્રકાશિત કરે છે – ૪૭ વર્ષ પહેલાં ૧૯૭૨ શ્રીલ પ્રભુપાદ પોતાના પુસ્તકો પ્રકાશિત કરવા માટે બીબીટીની સ્થાપના કરે છે – ૪૭ વર્ષ પહેલાં ૧૯૭૪ શ્રીલ પ્રભુપાદના શિષ્યો તેમના પુસ્તકોનું ગંભીર વિતરણ શરૂ કરે છે – ૪૫ વર્ષ પહેલાં ૧૯૭૫ શ્રીલ પ્રભુપાદ શ્રી ચૈતન્ય-ચરિતામૃત પૂર્ણ કરે છે – ૪૪ વર્ષ પહેલાં ૧૯૭૭ શ્રીલ પ્રભુપાદ બોલવાનું બંધ કરે છે અને તેમની વાણીને આપણી સંભાળમાં રાખે છે – ૪૨ વર્ષ પહેલાં ૧૯૭૮ ભક્તિવેદાંત આર્કાઈવ્સની સ્થાપના થાય છે – ૪૧ વર્ષ પહેલાં ૧૯૮૬ વિશ્વની ડિજિટલ સંગ્રહિત સામગ્રી વ્યક્તિ દીઠ ૧ સીડી-રોમ જેટલી છે – ૩૩ વર્ષ પહેલાં ૧૯૯૧ વર્લ્ડ વાઇડ વેબ (બૃહદ-બૃહદ-બૃહદ મૃદંગ) ની સ્થાપના થાય છે – ૨૮ વર્ષ પહેલાં ૧૯૯૨ ભક્તિવેદાંત વેદાબેઝ આવૃત્તિ ૧.૦ નું નિર્માણ થાય છે – ૨૭ વર્ષ પહેલાં ૨૦૦૨ ડિજિટલ યુગ આવે છે - વિશ્વવ્યાપી ડિજિટલ સ્ટોરેજ એનાલોગથી આગળ નીકળી જાય છે – ૧૭ વર્ષ પહેલાં ૨૦૦૭ વિશ્વની ડિજિટલી સંગ્રહિત સામગ્રી વ્યક્તિ દીઠ ૬૧ સીડી-રોમ જેટલી છે, જે ૪૨૭ અબજ સીડી-રોમ જેટલી થાય છે (સંપૂર્ણ ભરેલી) – ૧૨ વર્ષ પહેલાં ૨૦૦૭ શ્રીલ પ્રભુપાદનું વાણી-મંદિર, વાણીપિડિયા વેબમાં નિર્માણ થવાનું શરુ થાય છે – ૧૨ વર્ષ પહેલાં ૨૦૧૦ શ્રીલ પ્રભુપાદનું વપુ-મંદિર, વૈદિક પ્લેનેટોરિયમના મંદિરનું બાંધકામ શ્રીધામ માયાપુરમાં શરૂ – ૯ વર્ષ પહેલાં ૨૦૧૨ વાણીપિડિયા ૧,૯૦૬,૭૫૩ અવતરણો, ૧૦૮,૯૭૧ પૃષ્ઠો અને ૧૩,૯૪૬ કેટેગરીમાં પહોંચે છે – ૭ વર્ષ પહેલાં ૨૦૧૩ ઇસ્કોન ભક્તો દ્વારા ૪૮ વર્ષમાં શ્રીલા પ્રભુપાદના ૫,૦૦,૦૦૦,૦૦૦ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે - દરરોજ સરેરાશ ૨૮,૫૩૮ પુસ્તકો - ૬ વર્ષ પહેલાં ૨૦૧૯ ૨૧ મી માર્ચ, મધ્ય યુરોપિયન સમયના ૭.૧૫ વાગ્યે ગૌર પૂર્ણિમાના દિવસે, વાણીપિડિયા શ્રીલ પ્રભુપાદની વાણી-ઉપસ્થિતિનું આહવાન કરવા અને સંપૂર્ણ રીતે પ્રગટ કરવા માટે ભક્તોને સહયોગ માટે આમંત્રણ આપવાના ૧૧ વર્ષ ઉજવે છે. વાણીપિડિયા હવે ૯૩ ભાષાઓમાં પ્રસ્તુત ૪૫,૫૮૮ કેટેગરી, ૨,૮૨,૨૯૭ પૃષ્ઠો, ૨૧,૦૦,૦૦૦ થી વધુ અવતરણો પ્રદાન કરે છે. ૧,૨૨૦ થી વધુ ભક્તો દ્વારા આ પ્રાપ્ત થયું છે જેમણે ૨,૯૫,૦૦૦ કલાકોથી વધુ વાણીસેવા કરી છે. શ્રીલ પ્રભુપાદના વાણી-મંદિરને પૂર્ણ કરવા માટે હજી આપણે ઘણો લાંબો રસ્તો કાપવાનો છે તેથી અમે ભક્તોને આ ભવ્ય મિશનમાં ભાગ લેવા આમંત્રણ આપવાનું ચાલુ રાખીએ છીએ. ટિપ્પણીઆધુનિક કૃષ્ણ ભાવનામૃત આંદોલનની ધ્વજા હેઠળ શ્રી ચૈતન્ય મહાપ્રભુના મિશનનું ઉદઘાટન એ ભક્તિમય સેવા કરવા માટેનો ખૂબ જ રોમાંચક સમય છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક-આચાર્ય શ્રીલ પ્રભુપાદ, તેમના ભાષાંતરો, ભક્તિવેદાંત તાત્પર્યો, પ્રવચનો, વાર્તાલાપ અને પત્રોના રૂપમાં વિશ્વ-દ્રશ્યને માટે એક જીવન-પરિવર્તન કરનાર તત્વ લાવ્યા છે. આ સંપૂર્ણ માનવ સમાજની પુનઃઆધ્યાત્મીકરણની ચાવી છે. વાણી, વ્યક્તિગત સંગ અને વિરહમાં સેવા - અવતરણ
ટિપ્પણીશ્રીલ પ્રભુપાદ નિવેદનોની આ શ્રેણીમાં ઘણાં સત્ય જાહેર કરે છે.
કૃષ્ણનો સંદેશ ફેલાવવા માટે મીડિયાનો ઉપયોગ
ટિપ્પણીપોતાના ગુરુ મહારાજના પગલે ચાલીને કૃષ્ણની સેવા માટે દરેક વસ્તુને જોડવાની કળા શ્રીલ પ્રભુપાદ જાણતા હતા.
આધુનિક પ્રચાર માધ્યમો, આધુનિક તકોશ્રીલ પ્રભુપાદ માટે, ૧૯૭૦ ના દાયકામાં, આધુનિક-માધ્યમો અને સામૂહિક પ્રચાર માધ્યમ શબ્દોનો અર્થ પ્રિન્ટિંગ પ્રેસ, રેડિયો, ટીવી અને ચલચિત્ર હતા. તેમના ગયા પછી, સામૂહિક પ્રચાર માધ્યમોમાં સમાવેશ થાય છે: એન્ડ્રોઈડ ફોન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સ્ટોરેજ, ઈ-બુક રીડર્સ, ઈ-કોમર્સ, ઈન્ટરેક્ટિવ ટીવી અને ગેમિંગ, ઓનલાઇન પ્રકાશન, પોડકાસ્ટ અને આરએસએસ ફીડ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ, સ્ટ્રીમિંગ મીડિયા સેવાઓ, ટચ-સ્ક્રીન ટેકનોલોજી, વેબ-આધારિત સંચાર અને વિતરણ સેવાઓ અને વાયરલેસ ટેકનોલોજી. શ્રીલ પ્રભુપાદના ઉદાહરણને અનુરૂપ અમે ૨૦૦૭ થી શ્રીલ પ્રભુપાદની વાણીનું સંકલન, અનુક્રમણિકા નિર્માણ, વર્ગીકરણ અને વિતરણ માટે આધુનિક સામૂહિક પ્રચાર માધ્યમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ.
ટિપ્પણીશ્રીલ પ્રભુપાદના ઉપદેશોને આજે વિશ્વમાં સુલભ અને અગ્રણી બનાવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. સહયોગી વેબ ટેક્નોલોજી આપણી બધી પાછલી સફળતાઓથી ચડિયાતી બનવાની તક પૂરી પાડે છે. વાણીસેવા - શ્રીલ પ્રભુપાદની વાણીની સેવા કરવાનું પવિત્ર કર્મશ્રીલ પ્રભુપાદે ૧૪ નવેમ્બર, ૧૯૭૭ ના રોજ બોલવાનું બંધ કર્યું, પરંતુ તેમણે આપણને આપેલી વાણી હંમેશા તાજી રહે છે. જો કે, આ ઉપદેશો હજી તેમની મૂળ સ્થિતિમાં નથી, અથવા બધા તેમના ભક્તો માટે સહેલાઇથી સુલભ નથી. શ્રીલ પ્રભુપાદના અનુયાયીઓની તે પવિત્ર ફરજ છે કે તેઓ તેમની વાણીની જાળવણી કરે અને દરેકને તેનું વિતરણ કરે. તેથી અમે તમને આ વાણીસેવા કરવા માટે આમંત્રણ આપી રહ્યા છીએ. હંમેશાં યાદ રાખો કે વિશ્વભરમાં મારા કાર્યને આગળ ધપાવવા માટે મેં નિયુક્ત કરેલા થોડા માણસોમાંના તમે એક છો અને તમારી સામે તમારું મિશન વિશાળ છે. તેથી, કૃષ્ણને હંમેશાં પ્રાર્થના કરો કે તમને શક્તિ આપે જેથી આ મિશનને પૂર્ણ કરવા માટે હું જે પણ કરી રહ્યો છું તે તમે પણ કરી શકો. મારું પ્રથમ કાર્ય એ છે કે ભક્તોને યોગ્ય જ્ઞાન આપવું અને તેમને ભક્તિ સેવામાં સંલગ્ન કરવા, તો તે તમારા માટે બહુ મુશ્કેલ કાર્ય નથી, મેં તમને બધું જ આપ્યું છે, તો પુસ્તકોમાંથી વાંચો અને બોલો અને ઘણા નવા પ્રકાશ બહાર આવશે. આપણી પાસે ઘણી બધી પુસ્તકો છે, તો જો આપણે આવતા ૧,૦૦૦ વર્ષ માટે પણ પ્રચાર કરતા રહીશું, તો પણ પૂરતો જથ્થો છે. – સત્સ્વરૂપ દાસ (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૬ જૂન ૧૯૭૨ જૂન ૧૯૭૨ માં શ્રીલ પ્રભુપાદે કહ્યું "આપણી પાસે ઘણાં પુસ્તકો છે" અને "પૂરતો જથ્થો"છે જે "આગામી ૧,૦૦૦ વર્ષ" માટે પ્રચાર કરવા પૂરતો છે. તે સમયે, ફક્ત ૧૦ શીર્ષકો જ છાપવામાં આવ્યા હતાં, તો શ્રીલ પ્રભુપાદે જુલાઈ ૧૯૭૨ થી નવેમ્બર ૧૯૭૭ સુધી પ્રકાશિત કરેલી બધી જ વધારાની પુસ્તકોની સાથે વર્ષોની સંખ્યાનો જથ્થો સરળતાથી વધારીને ૫૦૦૦ કરી શકાય. જો આપણે આમાં તેમની મૌખિક સૂચનાઓ અને પત્રો ઉમેરીએ, તો પછી જથ્થો ૧૦,૦૦૦ વર્ષ સુધી વિસ્તરિત થાય છે. આ બધી ઉપદેશોને આપણે કુશળતાપૂર્વક તૈયાર કરવાની જરૂર છે જેથી તેઓ સુલભ થઈ શકે અને યોગ્ય રીતે સમજાઈ શકે જેથી તે સમગ્ર સમયગાળા માટે "પ્રચારમાં ઉપયોગમાં આવે". તેમાં કોઈ શંકા નથી કે શ્રીલ પ્રભુપાદ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કરવા માટેનો ઉત્સાહ અને નિશ્ચય ધરાવે છે. તેનો કોઈ ફરક નથી પડતો કે તેમના વપુએ આપણને છોડી દીધા છે. તેઓ તેમની શિક્ષાઓમાં રહે છે, અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા, તેઓ હવે શારીરિક રીતે હાજર હતા તેના કરતા પણ વધુ વ્યાપક પ્રચાર કરી શકે છે. ભગવાન ચૈતન્યની કૃપા પર સંપૂર્ણ નિર્ભરતા સાથે ચાલો આપણે શ્રીલ પ્રભુપાદના વાણી-મિશનને આલિંગન કરીએ, અને પહેલા કરતા વધુ સંકલ્પ સાથે, તેમની વાણીને ૧૦,૦૦૦ વર્ષના પ્રચાર માટે નિપુણતાથી તૈયાર કરીએ. પાછલા દસ વર્ષોમાં મેં માળખું આપ્યું છે અને હવે આપણે બ્રિટીશ સામ્રાજ્ય કરતા વધુ બની ગયા છીએ. બ્રિટીશ સામ્રાજ્ય પણ આપણા જેટલું વિસ્તૃત નહોતું. તેમની પાસે વિશ્વનો માત્ર એક ભાગ છે, અને આપણે હજુ વિસ્તરણ પૂર્ણ કર્યું નથી. આપણે વધુ અને વધુ અમર્યાદિત રૂપે વિસ્તૃત થવું જોઈએ. પણ મારે હવે તમને યાદ કરાવવું જ જોઇએ કે મારે શ્રીમદ-ભાગવતમનો અનુવાદ પૂરો કરવાનો છે. આ સૌથી મોટો ફાળો છે; આપણા પુસ્તકોએ આપણને એક આદરણીય સ્થિતિ આપી છે. લોકોને આ ચર્ચ અથવા મંદિરની મૂર્તિપૂજામાં કોઈ વિશ્વાસ નથી. તે દિવસો વીતી ગયા. અલબત્ત, આપણે મંદિરો જાળવવા પડશે કારણ કે આપણો જોશ ઉંચો રાખવો જરૂરી છે. ફક્ત બુદ્ધિવાદ કામ નહીં કરે, વ્યાવહારિક શુદ્ધિકરણ પણ હોવું જ જોઈએ. તો હું તમને વિનંતી કરું છું કે મને સંચાલનની જવાબદારીઓથી વધુને વધુ રાહત આપો જેથી હું શ્રીમદ્-ભાગવતમનો અનુવાદ પૂર્ણ કરી શકું. જો મારે હંમેશા સંચાલન જ કરવું પડે, તો હું પુસ્તકો પર મારું કાર્ય ન કરી શકું. તે લિખિત પ્રમાણ છે, મારે દરેક શબ્દ ખૂબ જ વિચારીને પસંદ કરવો પડે છે અને જો મારે સંચાલન વિશે વિચારવું પડે તો હું આ કરી શકતો નથી. હું આ બદમાશો જેવો ન બની શકું જે લોકોમાં છેતરપિંડી કરવા માટે કંઈક મનગઢંત તર્કો રજૂ કરે છે. તેથી મારા નિયુક્ત સહાયકો, જીબીસી, મંદિરના પ્રમુખો અને સંન્યાસીઓના સહયોગ વિના આ કાર્ય સમાપ્ત થશે નહીં. મેં મારા શ્રેષ્ઠ માણસોને જીબીસી બનવા માટે પસંદ કર્યા છે અને હું નથી ઇચ્છતો કે જીબીસી મંદિરના પ્રમુખોનો અનાદર કરે. તમે સ્વાભાવિક રીતે મારો સંપર્ક કરી શકો છો, પરંતુ જો મૂળ સિદ્ધાંત નબળો છે, તો વસ્તુઓ કેવી રીતે ચાલશે? તેથી કૃપા કરીને સંચાલનમાં મને સહાય કરો જેથી હું શ્રીમદ્-ભાગવતમ સમાપ્ત કરવા માટે સ્વતંત્ર થઈ શકું જે વિશ્વને આપણું સ્થાયી યોગદાન રહેશે. – બધા સંચાલક મંડળના કમિશનરો (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૯ મે ૧૯૭૬ અહીં શ્રીલ પ્રભુપાદ કહે છે "મારા નિયુક્ત સહાયકોના સહયોગ વિના આ કાર્ય સમાપ્ત થશે નહીં" કે જેથી તેઓ "વિશ્વમાં આપણા સ્થાયી યોગદાન" ની રચના કરી શકે. શ્રીલ પ્રભુપાદના પુસ્તકો જ છે જેમણે "આપણને એક આદરણીય પદ આપ્યું છે" અને તેઓ "વિશ્વને સૌથી મોટું યોગદાન" છે. વર્ષોથી, બીબીટીના ભક્તો, પુસ્તક વિતરકો, શ્રીલ પ્રભુપાદના શબ્દોને દ્રઢપણે પકડી રાખનારા પ્રચારકો અને તેમની વાણીને એક અથવા બીજી રીતે વિતરણ કરવા અને સાચવવા માટે સમર્પિત એવા અન્ય ભક્તો દ્વારા ખૂબ વાણીસેવા કરવામાં આવી છે. પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે. બૃહદ-બૃહદ-બૃહદ મૃદંગ (વર્લ્ડ વાઇડ વેબ) ની ટેક્નોલોજી દ્વારા એક સાથે કામ કરીને હવે આપણી પાસે ખૂબ જ ટૂંકા ગાળામાં શ્રીલ પ્રભુપાદની વાણીની એક અપ્રતિમ અભિવ્યક્તિ નિર્માણ કરવાની તક છે. અમારો પ્રસ્તાવ છે કે આપણે વાણીસેવામાં એક સાથે જોડાઈએ અને ૪ નવેમ્બર, ૨૦૨૭ સુધીમાં વાણી-મંદિર બનાવવું છે, કે જે સમયે આપણે બધા અંતિમ ૫૦ માં સમારોહની ઉજવણી કરીશું. શ્રીલ પ્રભુપાદના વિરહમાં સેવાના ૫૦ વર્ષ. શ્રીલ પ્રભુપાદને આ એક ખૂબ જ યોગ્ય અને સુંદર પ્રેમાર્પણ હશે, અને તેમના ભક્તોની બધી ભાવિ પેઢીને એક ભવ્ય ભેટ હશે. મને ખુશી છે કે તમે તમારા પ્રિન્ટિંગ પ્રેસનું નામ રાધા પ્રેસ રાખ્યું છે. તે ખૂબ જ આનંદકાયક છે. ભગવાન કરે કે તમારું રાધા પ્રેસ જર્મન ભાષામાં આપણા બધા પુસ્તકો અને સાહિત્ય પ્રકાશિત કરવામાં સમૃદ્ધ બને. તે ખૂબ જ સરસ નામ છે. રાધારાણી એ કૃષ્ણના શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ સેવિકા છે, અને કૃષ્ણની સેવા કરવા માટે હાલના સમયે પ્રિન્ટિંગ મશીન સૌથી મોટું માધ્યમ છે. તેથી, તે ખરેખર શ્રીમતી રાધારાણીનું પ્રતિનિધિ છે. મને આ વિચાર ખૂબ જ ગમે છે. – જય ગોવિંદ દાસ (બુક પ્રોડક્શન મેનેજર) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૪ જુલાઈ ૧૯૬૯ ૨૦ મી સદીના વધુ સારા ભાગ માટે, પ્રિન્ટિંગ પ્રેસે ઘણા લોકો પાસેથી સફળ પ્રચાર માટેનાં સાધનો પ્રદાન કર્યા. શ્રીલ પ્રભુપાદે કહ્યું હતું કે સામ્યવાદીઓ તેમના વિતરણ કરેલી પત્રિકાઓ અને પુસ્તકો દ્વારા ભારતમાં પોતાનો પ્રભાવ ફેલાવવામાં કેટલા નિપુણ હતા. શ્રીલ પ્રભુપાદે આ ઉદાહરણનો ઉપયોગ એ વિચાર વ્યક્ત કરવા માટે કર્યો કે તેઓ કેવી રીતે કૃષ્ણ ભાવનામૃત માટે વિશ્વભરમાં તેમના પુસ્તકોનું વિતરણ કરીને એક મોટા પ્રચાર કાર્યક્રમનું નિર્માણ કરવા ઈચ્છતા હતા. અત્યારે, ૨૧ મી સદીમાં, શ્રીલ પ્રભુપાદનું નિવેદન "કૃષ્ણની સેવા કરવા માટે હાલનું સૌથી મોટું માધ્યમ" નિ:શંકપણે ઇન્ટરનેટ પ્રકાશન અને વિતરણની ઘાતાંકીય અને અપ્રતિમ શક્તિ પર લાગુ થઈ શકે છે. વાણીપિડિયામાં, અમે આ આધુનિક સમૂહ વિતરણ મંચ પર યોગ્ય રજૂઆત માટે શ્રીલ પ્રભુપાદના ઉપદેશો તૈયાર કરી રહ્યા છીએ. શ્રીલ પ્રભુપાદે કહ્યું હતું કે જર્મનીમાં તેમના ભક્તોની રાધા પ્રેસ "વાસ્તવમાં શ્રીમતી રાધરાણીની પ્રતિનિધિ" હતી. તેથી અમે નિશ્ચિત છીએ કે તેઓ વાણીપિડિયાને પણ શ્રીમતી રાધરાણીની પ્રતિનિધિ માનશે. ઇસ્કોન ભક્તો દ્વારા ઘણા સુંદર વપુ-મંદિરો પહેલેથી જ બનાવવામાં આવ્યાં છે - ચાલો હવે આપણે ઓછામાં ઓછું એક ભવ્ય વાણી-મંદિર બનાવીએ. વપુ-મંદિરો ભગવાનના વિગ્રહોના પવિત્ર દર્શન આપે છે, અને એક વાણી-મંદિર ભગવાન અને તેમના શુદ્ધ ભક્તોના ઉપદેશોના, જેમ શ્રીલ પ્રભુપાદે પ્રસ્તુત કર્યા છે, પવિત્ર દર્શન આપશે. ઇસ્કોન ભક્તોનું કાર્ય સ્વાભાવિક રીતે વધુ સફળ થશે જ્યારે શ્રીલ પ્રભુપાદના ઉપદેશો તેમની યોગ્ય, પૂજનીય સ્થિતિમાં સ્થિત હશે. હવે તેમના બધા વર્તમાન "નિયુક્ત સહાયકો" માટે એક અદભૂત તક છે કે તેઓ તેમના વાણી-મંદિરના નિર્માણના વાણી-મિશનને સ્વીકારે અને સમગ્ર આંદોલનને તેમાં ભાગ લેવાની પ્રેરણા આપે. જે રીતે શ્રીધામ માયાપુરમાં ગંગાના કાંઠેથી ઉદ્ભવેલું પ્રચંડ અને સુંદર વપુ-મંદિર, સમગ્ર વિશ્વમાં ભગવાન ચૈતન્યની કૃપા ફેલાવવામાં મદદરૂપ થવાનું છે, તેવી જ રીતે શ્રીલ પ્રભુપાદના ઉપદેશોનું વાણી-મંદિર તેમના ઇસ્કોન મિશનને વિશ્વભરમાં ફેલાવવામાં મજબૂતી આપી શકે છે અને આવનારા વર્ષો-વર્ષ સુધી શ્રીલ પ્રભુપાદનું પ્રાકૃતિક પદ સ્થાપિત કરી શકે છે. વાણીસેવા - સેવા આપવા માટે વ્યાવહારિક કર્મ
દાન
સ્પોન્સર: વ્યક્તિ કે જે ઈચ્છા મુજબની રકમ નું દાન આપે છે સપોર્ટિંગ પેટ્રોન: એક વ્યક્તિ અથવા સંસ્થા જે ઓછામાં ઓછું ૮૧ યુરો નું દાન આપે છે સસ્ટેઈનીંગ પેટ્રોન: એક વ્યક્તિ અથવા સંસ્થા જે ઓછામાં ઓછું ૮૧૦ યુરો નું દાન આપે છે જે કે જેમાં ૯૦ યુરોની ૯ માસિક ચુકવણીનો પણ વિકલ્પ છે. ગ્રોથ પેટ્રોન: એક વ્યક્તિ અથવા સંસ્થા જે ઓછામાં ઓછું ૮,૧૦૦ યુરો નું દાન આપે છે જે કે જેમાં ૯૦૦ યુરોની ૯ માસિક ચુકવણીનો પણ વિકલ્પ છે. ફાઉન્ડેશનલ પેટ્રોન: એક વ્યક્તિ અથવા સંસ્થા જે ઓછામાં ઓછું ૮૧,૦૦૦ યુરો નું દાન આપે છે જે કે જેમાં ૯,૦૦૦ યુરોની ૯ માસિક ચુકવણીનો પણ વિકલ્પ છે.
અમે આભારી છીએ - પ્રાર્થનાઅમે આભારી છીએ
આ પ્રાર્થનાની નોંધ લેવા બદલ આભાર ટિપ્પણીફક્ત શ્રીલ પ્રભુપાદ, શ્રી શ્રી પંચ તત્ત્વ અને શ્રી શ્રી રાધા માધવની કૃપાશક્તિ દ્વારા જ આપણે આ અગાધ વિશાળ કાર્ય સિદ્ધ કરવાની આશા રાખી શકીએ છીએ. આ રીતે આપણે તેમની કૃપા માટે સતત પ્રાર્થના કરીએ છીએ. |