GU/Prabhupada 0504 - આપણે શ્રીમદ ભાગવતમનો બધા દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો પડશે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0504 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,15}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in India, Mayapur]]
[[Category:GU-Quotes - in India, Mayapur]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0503 - ગુરુ સ્વીકારવા મતલબ નિરપેક્ષ સત્ય વિષે તેમની પાસે પૃચ્છા કરવી|0503|GU/Prabhupada 0505 - તમે શરીરને બચાવી ના શકો. તે શક્ય નથી|0505}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|BuNViIWfAeY|આપણે શ્રીમદ ભાગવતમનો બધા દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો પડશે<br />- Prabhupāda 0504}}
{{youtube_right|e3TQPiTfc3M|આપણે શ્રીમદ ભાગવતમનો બધા દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો પડશે<br />- Prabhupāda 0504}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/730617SB.MAY_clip1.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730617SB.MAY_clip1.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 17:38, 1 October 2020



Lecture on SB 1.10.2 -- Mayapura, June 17, 1973

આ જગતની રચના કૃષ્ણએ કરી છે, અને તેમની ઈચ્છા છે કે તેનું બરાબર પાલન થાય. અને પાલન કોણ કરશે? તેમના પોતાના પ્રતિનિધિ. રાક્ષસો નહીં. તેથી રાજા કૃષ્ણનો પ્રતિનિધિ હોવો જોઈએ. તે આ જગતનું બરાબર પાલન કરશે. એક વૈષ્ણવ, તે જાણે છે કે કેવી રીતે બધી વસ્તુનો કૃષ્ણ માટે ઉપયોગ કરવો. આ રચનાનો હેતુ છે કે આ બાધ્ય આત્માઓને મુક્તિ માટેનો અવસર પ્રદાન કરવો. તે હેતુ છે. જ્યારે સંપૂર્ણ જગતનો વિનાશ થઈ જશે, ત્યારે બધા જીવ ફરીથી મહાવિષ્ણુના શરીરમાં પ્રવેશશે. પછી, જ્યારે ફરીથી રચના થશે, ત્યારે જીવો ફરીથી બહાર આવશે, તેમના પૂર્વ કર્મો પ્રમાણે. આપણે આ ધૂર્ત સિદ્ધાંત, ડાર્વિનનો, નથી સ્વીકારતા, કે જીવનના નીચલા વર્ગોમાથી... તેવી રીતે ઉત્ક્રાંતિ થઈ, પણ રચનામાં બધુ જ છે. બધી જ ૮૪,૦૦,૦૦૦ યોનીઓ, તેઓ છે જ. જોકે વર્ગો છે. તો પૂર્વકર્મો અનુસાર, કર્મણા દૈવ નેત્રેણ (શ્રી.ભા. ૩.૩૧.૧), દરેક વ્યક્તિ બહાર આવે છે, અલગ પ્રકારનું શરીર મેળવે છે, અને તેનું કાર્ય ચાલુ કરે છે. ફરીથી બીજો અવસર. "હા. તમે મનુષ્યની સમજના બિંદુ સુધી આવો. તમારા કૃષ્ણ સાથેના સંબંધને સમજવાનો પ્રયત્ન કરો અને તમારી જાતને મુક્ત કરો. ઘરે જાઓ, ભગવદ ધામ પાછા જાઓ..." જો તમે આ તક ગુમાવી દેશો - આ રચના તે હેતુ માટે જ બનેલી છે - તો ફરીથી તમે રહેશો. ફરીથી, જ્યારે બધુ સમાપ્ત થઈ જશે, તમે સુષુપ્ત અવસ્થામાં રહેશો, લાખો વર્ષો સુધી. ફરીથી તમારી રચના થશે.

તો એક મહાન વિજ્ઞાન છે. દરેક વ્યક્તિ એ મનુષ્ય જીવનની જવાબદારી શું છે તે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આ જવાબદારી શીખવાડવા, માણસોને રાખવા, માનવ સમાજને, તેમની જવાબદારીમાં, મહારાજ પરિક્ષિત જેવા સારા રાજાની જરૂર હોય છે. તેથી રાજા ભગવાનનો પ્રતિનિધિ હોવો જોઈએ. તો આ રાક્ષસોને માર્યા પછી, કુરુ, કુરોર વંશ દાવાગ્નિ નિર્હતમ સંરોહયિત્વા ભવ ભાવનો હરિ: નિવેશયીત્વા નિજ રાજ્ય ઈશ્વરો યધિષ્ઠિરમ...

જ્યારે તેમણે જોયું, "હવે મહારાજ યુધિષ્ઠિર વિરાજમાન છે દુનિયા પર રાજ કરવા રાજગાદી ઉપર ," તેઓ..., પ્રીત મના બભુવ હ, તેઓ સંતુષ્ટ થયા: "મારો વાસ્તવિક પ્રતિનિધિ છે, અને તે સરસ રીતે કાર્ય કરશે."

તો આ બે વસ્તુઓ ચાલી રહી છે. જેઓ સરકારની શક્તિ પોતાના સ્વાર્થી મહત્વાકાંક્ષા માટે પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે, તેઓ મૃત્યુ પામશે. તેઓ મૃત્યુ પામશે. એક યા બીજી રીતે, તેઓ મૃત્યુ પામશે. અને જે વ્યક્તિઓ કૃષ્ણના પ્રતિનિધિ તરીકે સરકારના પાલનની જવાબદારી લઈ રહ્યા છે, તેઓ કૃષ્ણની કૃપા મેળવશે, અને કૃષ્ણ સંતુષ્ટ થશે. તો વર્તમાન સમયમાં, કહેવાતી લોકશાહી,... કોઈ કૃષ્ણનો પ્રતિનિધિ નથી. દરેક વ્યક્તિ રાક્ષસ છે. દરેક વ્યક્તિ રાક્ષસ છે. તો તમે આ સરકાર હેઠળ શાંતિ અને સમૃદ્ધિની આશા કેવી રીતે રાખી શકો? આ શક્ય નથી. જો તમારે જોઈએ... આપણે રાજનૈતિક રીતે પણ વિચારવું પડે, પણ છેવટે, બધા જીવ કૃષ્ણના અભિન્ન અંશ છે, અને કૃષ્ણ તેમનું કલ્યાણ ઈચ્છે છે જેથી તેઓ ભગવદ ધામ પાછા આવી શકે.

તો તે વૈષ્ણવનું કર્તવ્ય છે કે તે જુએ કે લોકો ધીમે ધીમે કૃષ્ણ ભાવના વિષે શિક્ષિત થાય. તો કદાચ તે સારું થાય, જો આપણે કરી શકીએ, આપણી પાસે પણ રાજનૈતિક શક્તિ હોય. જેમ કે ઘણી બધી પાર્ટીઓ છે, સામ્યવાદી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, આ પાર્ટી, તે પાર્ટી, તો કૃષ્ણની પાર્ટી પણ હોવી જ જોઈએ. કેમ નહીં? તો લોકો સુખી થશે, જો કૃષ્ણની પાર્ટી સત્તા પર આવશે. તરત જ શાંતિ સ્થપાશે. ભારતમાં, ભારતમાં ઘણા બધા કતલખાનાઓ છે. તે છે... તેવું કહ્યું છે કે રોજ દસ હજાર ગાયોની હત્યા થાય છે, તે ભૂમિ પર જ્યાં, (જ્યારે) એક ગાયની હત્યા કરવાની કોશિશ કરવામાં આવે છે, તરત જ મહારાજ પરિક્ષિત તેમની તલવાર લે છે, "તું કોણ છે?" તે ભૂમિ પર, હવે રોજ દસ હજાર ગાયોની હત્યા થાય છે. તો તમે શાંતિની આશા રાખી શકો? તમે સમૃદ્ધિની આશા રાખી શકો? તે શક્ય નથી. તેથી જો કોઈ દિવસ કૃષ્ણના પ્રતિનિધિ સત્તા પર આવશે, તો તે તરત જ આ બધા કતલખાનાઓ બંધ કરાવી દેશે, આ બધા વેશ્યાલય, આ બધા દારૂઘરો. પછી શાંતિ અને સમૃદ્ધિ હશે. ભૂત ભાવન, કૃષ્ણ સંતુષ્ટ થશે, "અહી મારો પ્રતિનિધિ છે."

તો શ્રીમદ ભાગવતમમાથી ઘણી બધી વસ્તુઓ સમજવાની છે, પૂર્ણ જ્ઞાન, બધુજ જ્ઞાન, જે માનવ સમાજ માટે જરૂરી છે. તો આપણે દરેક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો પડશે, ફક્ત ભાવનાથી નહીં. આ છે શ્રીમદ ભાગવતમ.

આપનો ખૂબ ખૂબ આભાર.