GU/Prabhupada 0667 - ખોટી ચેતના આ શરીરને કારણે અસ્તિત્વમાં આવી છે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0667 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 8: Line 8:
[[Category:Gujarati Pages - Yoga System]]

<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0666 - જો સૂર્ય તમારા ઓરડામાં પ્રવેશી શકે, કૃષ્ણ તમારા હ્રદયમાં પ્રવેશી શકે|0666|GU/Prabhupada 0668 - મહિનામાં ઓછામાં ઓછા બે ફરજિયાત ઉપવાસ|0668}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->

<div class="center">
<div class="center">
Line 16: Line 19:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|zrqDXP1eFvU|ખોટી ચેતના આ શરીરને કારણે અસ્તિત્વમાં આવી છે<br /> - Prabhupāda 0667}}
{{youtube_right|9rnu3Hz1ado|ખોટી ચેતના આ શરીરને કારણે અસ્તિત્વમાં આવી છે<br /> - Prabhupāda 0667}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 30: Line 33:
ભક્તો: શ્રી ગૌરાંગનો જય હો.  
ભક્તો: શ્રી ગૌરાંગનો જય હો.  

ભક્ત: શ્લોક સોળ: "ઓ અર્જુન, વ્યક્તિની યોગી બનવાની કોઈ શક્યતા નથી, જો તે બહુ વધુ ખાય છે, અથવા બહુ ઓછું ખાય છે, બહુ વધુ ઊંઘે છે અથવા પૂરતું ઊંઘતો નથી ([[Vanisource:BG 6.16|ભ.ગી. ૬.૧૬]])."  
ભક્ત: શ્લોક સોળ: "ઓ અર્જુન, વ્યક્તિની યોગી બનવાની કોઈ શક્યતા નથી, જો તે બહુ વધુ ખાય છે, અથવા બહુ ઓછું ખાય છે, બહુ વધુ ઊંઘે છે અથવા પૂરતું ઊંઘતો નથી ([[Vanisource:BG 6.16 (1972)|ભ.ગી. ૬.૧૬]])."  

પ્રભુપાદ: હા. આ બહુ સરસ છે. કોઈ પ્રતિબંધ નથી કારણકે છેવટે, તમારે યોગ પદ્ધતિનો અમલ આ શરીરથી કરવાનો છે. એક ખરાબ સોદાનો શ્રેષ્ઠ ઉપયોગ. તમે જોયું? આ ભૌતિક શરીર બધા દુખોનો સ્ત્રોત છે. વાસ્તવમાં આત્માને કોઈ દુખ નથી. જેમ કે જીવની સામાન્ય અવસ્થા છે સ્વસ્થ જીવન. રોગ કોઈ ચોક્કસ દૂષણને કારણે થાય છે, ચેપ. રોગ આપણું જીવન નથી. તેવી જ રીતે ભૌતિક અસ્તિત્વની વર્તમાન અવસ્થા આત્માની રોગી અવસ્થા છે. અને તે રોગ શું છે? રોગ છે આ શરીર. કારણકે આ શરીર મારા માટે નથી, તે મારુ શરીર નથી. જેમ કે તમારું વસ્ત્ર. તમે વસ્ત્ર નથી. પણ આપણે વિભિન્ન રીતે વસ્ત્ર ધારણ કરેલા છીએ. કોઈ લાલ રંગમાં, કોઈ સફેદ રંગમાં, કોઈ પીળા રંગમાં. પણ તે રંગ, હું તે રંગ નથી. તેવી જ રીતે આ શરીર, હું સફેદ માણસ છું, શ્વેત માણસ, ભારતીય, અમેરિકન અથવા આ, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી. આ મારી સ્થિતિ નથી. આ બધી રોગી અવસ્થા છે. રોગી અવસ્થા. તમે રોગથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.  

Line 36: Line 39:
તે યોગ પદ્ધતિ છે. પરમ ભગવાન સાથે ફરીથી જોડાવું. કારણકે હું અંશ છું. તે જ ઉદાહરણ. એક યા બીજી રીતે આંગળી કપાઈ ગઈ છે અને તે જમીન પર પડી છે, તેનું કોઈ મૂલ્ય નથી. મારી આંગળી, જ્યારે તે કપાઈ ગયેલી છે અને તે જમીન પર પડેલી છે, તેનું કોઈ મૂલ્ય નથી. પણ જેવી આંગળી આ શરીર સાથે જોડાય છે, તે લાખો અને કરોડો ડોલરોના મૂલ્યની છે. અમૂલ્ય. તેવી જ રીતે આપણે અત્યારે ભગવાન અથવા કૃષ્ણથી અલગ થયેલા છીએ, આ ભૌતિક સ્થિતિથી. ભૂલી ગયેલા, અલગ થયેલા નહીં. જોડાણ તો છે જ. ભગવાન આપણને બધી જરૂરિયાતો પૂરી પાડે છે, જેમ કે એક રાજ્યનો કેદી નાગરિક વિભાગથી અલગ થઈ ગયેલો છે. તે અપરાધી વિભાગમાં આવ્યો છે. વાસ્તવમાં અલગ નથી. સરકાર હજુ પણ દેખરેખ રાખી રહી છે. પણ કાયદાથી અલગ. તેવી જ રીતે આપણે અલગ છીએ. આપણે અલગ ના થઈ શકીએ, કારણકે કોઈ પણ વસ્તુનું કૃષ્ણ વગર કોઈ અસ્તિત્વ નથી. તો કેવી રીતે હું અલગ થઈ શકું? અલગ છું, તે કૃષ્ણને ભૂલીને, પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવૃત્ત કરવાને બદલે, હું ઘણી બધી બકવાસ ભાવનામાં પ્રવૃત્ત છું. તે રીતે અલગ છીએ. પોતાને ભગવાન અથવા કૃષ્ણના શાશ્વત સેવક તરીકે ગણવાને બદલે, હું પોતાને ગણું છું મારા સમાજના સેવક તરીકે, મારા દેશના સેવક તરીકે, મારા પતિના સેવક તરીકે, મારી પત્નીના સેવક તરીકે, મારા કુતરાના સેવક તરીકે અથવા બીજા ઘણા બધા. તો આ ભૂલકણાપણું છે.  

તો તે કેવી રીતે થયું છે? આ શરીરને કારણે. આખી વસ્તુ. આખી ખોટી ચેતના અસ્તિત્વમાં આવી છે આ શરીરને કારણે. કારણકે હું અમેરિકામાં જન્મેલો છું હું વિચારું છું કે હું અમેરિકન છું. અને કારણકે હું વિચારું છું કે હું અમેરિકન છું, અમેરિકન સરકાર દાવો કરે છે, "હ, તમે આવો અને યુદ્ધ કરો, તમારા પ્રાણ આપો." સેનાની આજ્ઞા. કેમ? આ શરીર. તેથી બુદ્ધિશાળી વ્યક્તિએ જાણવું જોઈએ કે હું મારા જીવનની આ દુખમય સ્થિતિ સહન કરી રહ્યો છું આ શરીરને કારણે. તો આપણે એવી રીતે કાર્ય ના કરવું જોઈએ કે આ ભૌતિક શરીર સાથેની કેદ જન્મ જન્માંતર સુધી ચાલતી રહે. ક્યાં તો અમેરિકન શરીર, ભારતીય શરીર, કુતરાનું શરીર, ભૂંડનું શરીર, ઘણા બધા - ૮૪,૦૦,૦૦૦ શરીરો. આ યોગ કહેવાય છે. કેવી રીતે આ શરીરના ચેપથી બહાર આવવું. પણ પહેલી શિક્ષા છે તે સમજવું કે હું આ શરીર નથી. તે ભગવદ ગીતાની શિક્ષાનો મૂળ સિદ્ધાંત છે. અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાન્શ ચ ભાશસે ([[Vanisource:BG 2.11|ભ.ગી. ૨.૧૧]]). "મારા પ્રિય અર્જુન, તું બહુ સરસ રીતે વાત કરી રહ્યો છે, જેમ કે એક બહુ જ ઉન્નત વિદ્વાન માણસ. પણ તું શારીરિક સ્તર પર વાત કરી રહ્યો છે, બધુ બકવાસ." "હું આનો પિતા છું, તેઓ મારા સંબંધીઓ છે, તેઓ મારા આ છે, તેઓ મારા આ છે, હું કેવી રીતે મારી શકું, હું કેવી રીતે કરી શકું, હું ના કરી શકું...." આખું વાતાવરણ, ચેતના શરીર છે. તેથી કૃષ્ણ, અર્જુને તેમને તેમના ગુરુ સ્વીકાર્યા તેના પછી, તેઓ તરત જ તેની આલોચના કરે છે જેમ એક ગુરુ તેના શિષ્યને સજા કરે છે: "તું અર્થહીન, તું બહુ ડાહી વાતો કરો છે જેમ કે તું ઘણી બધી વસ્તુઓ જાણતો હોય. પણ તારી સ્થિતિ છે આ શરીર."  
તો તે કેવી રીતે થયું છે? આ શરીરને કારણે. આખી વસ્તુ. આખી ખોટી ચેતના અસ્તિત્વમાં આવી છે આ શરીરને કારણે. કારણકે હું અમેરિકામાં જન્મેલો છું હું વિચારું છું કે હું અમેરિકન છું. અને કારણકે હું વિચારું છું કે હું અમેરિકન છું, અમેરિકન સરકાર દાવો કરે છે, "હ, તમે આવો અને યુદ્ધ કરો, તમારા પ્રાણ આપો." સેનાની આજ્ઞા. કેમ? આ શરીર. તેથી બુદ્ધિશાળી વ્યક્તિએ જાણવું જોઈએ કે હું મારા જીવનની આ દુખમય સ્થિતિ સહન કરી રહ્યો છું આ શરીરને કારણે. તો આપણે એવી રીતે કાર્ય ના કરવું જોઈએ કે આ ભૌતિક શરીર સાથેની કેદ જન્મ જન્માંતર સુધી ચાલતી રહે. ક્યાં તો અમેરિકન શરીર, ભારતીય શરીર, કુતરાનું શરીર, ભૂંડનું શરીર, ઘણા બધા - ૮૪,૦૦,૦૦૦ શરીરો. આ યોગ કહેવાય છે. કેવી રીતે આ શરીરના ચેપથી બહાર આવવું. પણ પહેલી શિક્ષા છે તે સમજવું કે હું આ શરીર નથી. તે ભગવદ ગીતાની શિક્ષાનો મૂળ સિદ્ધાંત છે. અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાન્શ ચ ભાશસે ([[Vanisource:BG 2.11 (1972)|ભ.ગી. ૨.૧૧]]). "મારા પ્રિય અર્જુન, તું બહુ સરસ રીતે વાત કરી રહ્યો છે, જેમ કે એક બહુ જ ઉન્નત વિદ્વાન માણસ. પણ તું શારીરિક સ્તર પર વાત કરી રહ્યો છે, બધુ બકવાસ." "હું આનો પિતા છું, તેઓ મારા સંબંધીઓ છે, તેઓ મારા આ છે, તેઓ મારા આ છે, હું કેવી રીતે મારી શકું, હું કેવી રીતે કરી શકું, હું ના કરી શકું...." આખું વાતાવરણ, ચેતના શરીર છે. તેથી કૃષ્ણ, અર્જુને તેમને તેમના ગુરુ સ્વીકાર્યા તેના પછી, તેઓ તરત જ તેની આલોચના કરે છે જેમ એક ગુરુ તેના શિષ્યને સજા કરે છે: "તું અર્થહીન, તું બહુ ડાહી વાતો કરો છે જેમ કે તું ઘણી બધી વસ્તુઓ જાણતો હોય. પણ તારી સ્થિતિ છે આ શરીર."  

તો આખી દુનિયા, તેઓ પોતાને શિક્ષામાં ખૂબ જ ઉન્નત બતાવે છે - વિજ્ઞાન, તત્વજ્ઞાન, આ, તે, રાજનીતિ, ઘણી બધી વસ્તુઓ. પણ, તેમની સ્થિતિ છે આ શરીર. જેમ કે, એક ઉદાહરણ, એક ગીધ. એક ગીધ બહુ ઊંચે ઊડે છે. સાત માઈલ, આઠ માઈલ ઉપર. અદ્ભુત, તમે તે કરી ના શકો. અને તેને અદ્ભુત આંખો પણ હોય છે. નાની આંખો હોય છે, ગીધ, તે એટલી શક્તિશાળી હોય છે કે તે જોઈ શકે છે સાત માઈલના અંતરથી ક્યાં એક શબ, મૃત શરીર, છે. તો તેને સારી યોગ્યતા છે. તે ઊંચે ઊડી શકે છે, તે દૂરથી જોઈ શકે છે. ઓહ, પણ તે વિષય શું છે? એક મૃત શરીર, બસ. તેની સિદ્ધિ છે એક શબ, મૃત શરીર, શોધવું, અને ખાવું, બસ. તો તેવી જ રીતે, આપણે શિક્ષામાં બહુ જ ઊંચે જઈ શકીએ છીએ, પણ આપણો ધ્યેય શું છે, આપણે શું જોઈ રહ્યા છીએ? કેવી રીતે ઇન્દ્રિય ભોગ કરવો, આ શરીર, બસ. અને જાહેરાત? "ઓહ, તે અવકાશયાનની મદદથી સાતસો માઈલ ઉપર ગયો છે." પણ તમે શું કરો છો? તમારું કાર્ય શું છે? ઇન્દ્રિય તૃપ્તિ, બસ. તે પ્રાણી છે. તો લોકો તે જોતાં નથી કે કેવી રીતે તેઓ આ જીવનના શારીરિક ખ્યાલમાં ફસાઈ ગયા છે.  

Latest revision as of 23:23, 6 October 2018

Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969

ભક્તો: શ્રી ગૌરાંગનો જય હો.

ભક્ત: શ્લોક સોળ: "ઓ અર્જુન, વ્યક્તિની યોગી બનવાની કોઈ શક્યતા નથી, જો તે બહુ વધુ ખાય છે, અથવા બહુ ઓછું ખાય છે, બહુ વધુ ઊંઘે છે અથવા પૂરતું ઊંઘતો નથી (ભ.ગી. ૬.૧૬)."

પ્રભુપાદ: હા. આ બહુ સરસ છે. કોઈ પ્રતિબંધ નથી કારણકે છેવટે, તમારે યોગ પદ્ધતિનો અમલ આ શરીરથી કરવાનો છે. એક ખરાબ સોદાનો શ્રેષ્ઠ ઉપયોગ. તમે જોયું? આ ભૌતિક શરીર બધા દુખોનો સ્ત્રોત છે. વાસ્તવમાં આત્માને કોઈ દુખ નથી. જેમ કે જીવની સામાન્ય અવસ્થા છે સ્વસ્થ જીવન. રોગ કોઈ ચોક્કસ દૂષણને કારણે થાય છે, ચેપ. રોગ આપણું જીવન નથી. તેવી જ રીતે ભૌતિક અસ્તિત્વની વર્તમાન અવસ્થા આત્માની રોગી અવસ્થા છે. અને તે રોગ શું છે? રોગ છે આ શરીર. કારણકે આ શરીર મારા માટે નથી, તે મારુ શરીર નથી. જેમ કે તમારું વસ્ત્ર. તમે વસ્ત્ર નથી. પણ આપણે વિભિન્ન રીતે વસ્ત્ર ધારણ કરેલા છીએ. કોઈ લાલ રંગમાં, કોઈ સફેદ રંગમાં, કોઈ પીળા રંગમાં. પણ તે રંગ, હું તે રંગ નથી. તેવી જ રીતે આ શરીર, હું સફેદ માણસ છું, શ્વેત માણસ, ભારતીય, અમેરિકન અથવા આ, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી. આ મારી સ્થિતિ નથી. આ બધી રોગી અવસ્થા છે. રોગી અવસ્થા. તમે રોગથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

તે યોગ પદ્ધતિ છે. પરમ ભગવાન સાથે ફરીથી જોડાવું. કારણકે હું અંશ છું. તે જ ઉદાહરણ. એક યા બીજી રીતે આંગળી કપાઈ ગઈ છે અને તે જમીન પર પડી છે, તેનું કોઈ મૂલ્ય નથી. મારી આંગળી, જ્યારે તે કપાઈ ગયેલી છે અને તે જમીન પર પડેલી છે, તેનું કોઈ મૂલ્ય નથી. પણ જેવી આંગળી આ શરીર સાથે જોડાય છે, તે લાખો અને કરોડો ડોલરોના મૂલ્યની છે. અમૂલ્ય. તેવી જ રીતે આપણે અત્યારે ભગવાન અથવા કૃષ્ણથી અલગ થયેલા છીએ, આ ભૌતિક સ્થિતિથી. ભૂલી ગયેલા, અલગ થયેલા નહીં. જોડાણ તો છે જ. ભગવાન આપણને બધી જરૂરિયાતો પૂરી પાડે છે, જેમ કે એક રાજ્યનો કેદી નાગરિક વિભાગથી અલગ થઈ ગયેલો છે. તે અપરાધી વિભાગમાં આવ્યો છે. વાસ્તવમાં અલગ નથી. સરકાર હજુ પણ દેખરેખ રાખી રહી છે. પણ કાયદાથી અલગ. તેવી જ રીતે આપણે અલગ છીએ. આપણે અલગ ના થઈ શકીએ, કારણકે કોઈ પણ વસ્તુનું કૃષ્ણ વગર કોઈ અસ્તિત્વ નથી. તો કેવી રીતે હું અલગ થઈ શકું? અલગ છું, તે કૃષ્ણને ભૂલીને, પોતાને કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવૃત્ત કરવાને બદલે, હું ઘણી બધી બકવાસ ભાવનામાં પ્રવૃત્ત છું. તે રીતે અલગ છીએ. પોતાને ભગવાન અથવા કૃષ્ણના શાશ્વત સેવક તરીકે ગણવાને બદલે, હું પોતાને ગણું છું મારા સમાજના સેવક તરીકે, મારા દેશના સેવક તરીકે, મારા પતિના સેવક તરીકે, મારી પત્નીના સેવક તરીકે, મારા કુતરાના સેવક તરીકે અથવા બીજા ઘણા બધા. તો આ ભૂલકણાપણું છે.

તો તે કેવી રીતે થયું છે? આ શરીરને કારણે. આખી વસ્તુ. આખી ખોટી ચેતના અસ્તિત્વમાં આવી છે આ શરીરને કારણે. કારણકે હું અમેરિકામાં જન્મેલો છું હું વિચારું છું કે હું અમેરિકન છું. અને કારણકે હું વિચારું છું કે હું અમેરિકન છું, અમેરિકન સરકાર દાવો કરે છે, "હ, તમે આવો અને યુદ્ધ કરો, તમારા પ્રાણ આપો." સેનાની આજ્ઞા. કેમ? આ શરીર. તેથી બુદ્ધિશાળી વ્યક્તિએ જાણવું જોઈએ કે હું મારા જીવનની આ દુખમય સ્થિતિ સહન કરી રહ્યો છું આ શરીરને કારણે. તો આપણે એવી રીતે કાર્ય ના કરવું જોઈએ કે આ ભૌતિક શરીર સાથેની કેદ જન્મ જન્માંતર સુધી ચાલતી રહે. ક્યાં તો અમેરિકન શરીર, ભારતીય શરીર, કુતરાનું શરીર, ભૂંડનું શરીર, ઘણા બધા - ૮૪,૦૦,૦૦૦ શરીરો. આ યોગ કહેવાય છે. કેવી રીતે આ શરીરના ચેપથી બહાર આવવું. પણ પહેલી શિક્ષા છે તે સમજવું કે હું આ શરીર નથી. તે ભગવદ ગીતાની શિક્ષાનો મૂળ સિદ્ધાંત છે. અશોચ્યાન અન્વશોચસ ત્વમ પ્રજ્ઞા વાદાન્શ ચ ભાશસે (ભ.ગી. ૨.૧૧). "મારા પ્રિય અર્જુન, તું બહુ સરસ રીતે વાત કરી રહ્યો છે, જેમ કે એક બહુ જ ઉન્નત વિદ્વાન માણસ. પણ તું શારીરિક સ્તર પર વાત કરી રહ્યો છે, બધુ બકવાસ." "હું આનો પિતા છું, તેઓ મારા સંબંધીઓ છે, તેઓ મારા આ છે, તેઓ મારા આ છે, હું કેવી રીતે મારી શકું, હું કેવી રીતે કરી શકું, હું ના કરી શકું...." આખું વાતાવરણ, ચેતના શરીર છે. તેથી કૃષ્ણ, અર્જુને તેમને તેમના ગુરુ સ્વીકાર્યા તેના પછી, તેઓ તરત જ તેની આલોચના કરે છે જેમ એક ગુરુ તેના શિષ્યને સજા કરે છે: "તું અર્થહીન, તું બહુ ડાહી વાતો કરો છે જેમ કે તું ઘણી બધી વસ્તુઓ જાણતો હોય. પણ તારી સ્થિતિ છે આ શરીર."

તો આખી દુનિયા, તેઓ પોતાને શિક્ષામાં ખૂબ જ ઉન્નત બતાવે છે - વિજ્ઞાન, તત્વજ્ઞાન, આ, તે, રાજનીતિ, ઘણી બધી વસ્તુઓ. પણ, તેમની સ્થિતિ છે આ શરીર. જેમ કે, એક ઉદાહરણ, એક ગીધ. એક ગીધ બહુ ઊંચે ઊડે છે. સાત માઈલ, આઠ માઈલ ઉપર. અદ્ભુત, તમે તે કરી ના શકો. અને તેને અદ્ભુત આંખો પણ હોય છે. નાની આંખો હોય છે, ગીધ, તે એટલી શક્તિશાળી હોય છે કે તે જોઈ શકે છે સાત માઈલના અંતરથી ક્યાં એક શબ, મૃત શરીર, છે. તો તેને સારી યોગ્યતા છે. તે ઊંચે ઊડી શકે છે, તે દૂરથી જોઈ શકે છે. ઓહ, પણ તે વિષય શું છે? એક મૃત શરીર, બસ. તેની સિદ્ધિ છે એક શબ, મૃત શરીર, શોધવું, અને ખાવું, બસ. તો તેવી જ રીતે, આપણે શિક્ષામાં બહુ જ ઊંચે જઈ શકીએ છીએ, પણ આપણો ધ્યેય શું છે, આપણે શું જોઈ રહ્યા છીએ? કેવી રીતે ઇન્દ્રિય ભોગ કરવો, આ શરીર, બસ. અને જાહેરાત? "ઓહ, તે અવકાશયાનની મદદથી સાતસો માઈલ ઉપર ગયો છે." પણ તમે શું કરો છો? તમારું કાર્ય શું છે? ઇન્દ્રિય તૃપ્તિ, બસ. તે પ્રાણી છે. તો લોકો તે જોતાં નથી કે કેવી રીતે તેઓ આ જીવનના શારીરિક ખ્યાલમાં ફસાઈ ગયા છે.

તો વ્યક્તિએ સૌ પ્રથમ જાણવું જોઈએ કે આપણી દુખમય અવસ્થા ભૌતિક અસ્તિત્વની જે છે તે શરીરને કારણે છે. અને તે જ સમયે આ શરીર શાશ્વત નથી. ધારોકે હું બધુ જ આ શરીર સાથે ઓળખાવું છું - પરિવાર, સમાજ, દેશ, આ, તે, ઘણી બધી વસ્તુઓ. પણ ક્યાં સુધી? તે કાયમી નથી. અસન્ન. અસન્ન મતલબ તે રહેશે નહીં. અસન્ન અપિ ક્લેશદ આસ દેહ: (શ્રી.ભા. ૫.૫.૪). ફક્ત કષ્ટદાયી. કાયમી નહીં અને ફક્ત કષ્ટ આપતું. તે બુદ્ધિ છે. કેવી રીતે આ શરીરથી બહાર નીકળવું. લોકો આવે છે, કહે છે કે "મને શાંતિ નથી. હું મુશ્કેલીમાં છું. મારૂ મન શાંત નથી." પણ જ્યારે દવા આપવામાં આવે છે, તેઓ સ્વીકાર કરતાં નથી. તમે જોયું? તેમને કઈક સ્વાદિષ્ટ જોઈએ છે, જે તેણે સમજયું છે, બસ. ઘણા લોકો અમારી પાસે આવે છે, "સ્વામીજી, ઓહ, આ મારી સ્થિતિ છે." અને જેવુ આપણે દવા બતાવીએ છીએ, તેઓ સ્વીકારશે નહીં. કારણકે તેમને કોઈ દવા જોઈએ છે જે તેમના દ્વારા સ્વીકૃત હશે. તો કેવી રીતે અમે આપી શકીએ? તો તમે કોઈ ડોક્ટર પાસે કેમ જાઓ છો? તમે પોતાનો ઈલાજ જાતે કરો? તમે જોયું?