GU/Prabhupada 0790 - કેવી રીતે બીજાની પત્ની સાથે મિત્રતા કરવી અને કેવી રીતે બીજાનું ધન કપટથી લઈ લેવું: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0790 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in India, Bombay]]
[[Category:GU-Quotes - in India, Bombay]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0789 - કાર્યક્ષેત્ર, ક્ષેત્રનો માલિક અને ક્ષેત્રની તપાસ કરનાર|0789|GU/Prabhupada 0791 - વ્યક્તિ ભગવાનને માત્ર પ્રેમ અને ભક્તિમય સેવાથી સંતુષ્ટ કરી શકે|0791}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|SKs254Eoosg|કેવી રીતે બીજાની પત્ની સાથે મિત્રતા કરવી અને કેવી રીતે બીજાનું ધન કપટથી લઈ લેવું<br/> - Prabhupāda 0790}}
{{youtube_right|WH5vIsoz_pk|કેવી રીતે બીજાની પત્ની સાથે મિત્રતા કરવી અને કેવી રીતે બીજાનું ધન કપટથી લઈ લેવું<br/> - Prabhupāda 0790}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:44, 6 October 2018



Lecture on SB 6.1.56-57 -- Bombay, August 14, 1975

શિક્ષણ મતલબ મનુષ્ય બનવું. ચાણક્ય પંડિત, તે પણ, જોકે તે રાજનીતિજ્ઞ હતા, પણ બ્રાહ્મણ, તે પણ કહે છે કોણ શિક્ષિત છે. પંડિત. બ્રાહ્મણને પંડિત કહેવાય છે. તો પંડિતનું લક્ષણ શું છે? અહી તેનો સાર છે:

માતૃવત પરદારેશુ
પરદ્રવેશ્યુ લોષ્ટ્રવત
આત્મવત સર્વેભૂતેશુ
ય: પશ્યતિ સ પંડિત:

પંડિત મતલબ માતૃવત પરદારેશુ: "બધી જ સ્ત્રીઓને માતા તરીકે સ્વીકારવું," પરદારેશુ. દાર મતલબ પત્ની, અને પર મતલબ બીજાની. તેની પોતાની પત્ની સિવાય, તેને બધી બહારની સ્ત્રીઓને માતા ગણવી જોઈએ. તેથી, હજુ પણ હિન્દુ સમાજમાં, એક અજાણ્યા માણસ દ્વારા દરેક સ્ત્રીને "માતા" તરીકે સંબોધવામાં આવે છે. તેનો ફરક નથી પડતો જો તે વ્યક્તિ અજાણીતો છે. તે કોઈ પણ સ્ત્રી સાથે વાત કરી શકે, સૌથી પહેલા સંબોધીને, તેને પહેલા સંબોધીને, "માતા," માતાજી. પછી કોઈ અપરાધ નથી. આ શિષ્ટાચાર છે. તે ચાણક્ય પંડિત દ્વારા શીખવવામાં આવે છે. માતૃવત પરદારેશુ. સ્ત્રીને "માતા" તરીકે સંબોધવી જોઈએ. અને પરદ્રવ્યેશુ લોષ્ટ્રવત: અને બીજાની સંપત્તિને રસ્તા પર પડેલા પથરાની જેમ સ્વીકારવી જોઈએ - કોઈ તેની દરકાર નથી કરતું. જો કોઈ પથરા, કોઈ કંકર, રસ્તા પર ફેંકવામાં આવે, કોઈ તેની પરવાહ નહીં કરે. કચરો. તો કોઈ પણ વ્યક્તિએ બીજાની સંપત્તિને સ્પર્શ ના કરવો જોઈએ.

અત્યારે શિક્ષા છે કે બીજાની પત્ની જોડે કેવી રીતે મિત્રતા કરવી, અને કેવી રીતે બીજાનું ધન છળ દ્વારા પ્રાપ્ત કરવું. તે શિક્ષા નથી. શિક્ષા અહી છે: માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોષ્ટ્રવત, આત્મવત સર્વભૂતેશુ. સર્વભૂતેશુ: બધા જીવોમાં... ૮૪,૦૦,૦૦૦ વિભિન્ન પ્રકારના જીવો છે. ઘાસ પણ એક જીવ છે, અને બ્રહ્મા પણ એક જીવ છે. તો એક પંડિત દરેકને જીવ તરીકે સ્વીકારે છે, અને તેમની સાથે વ્યવહાર કરે છે, આત્મવત: "હું જે અનુભવું છું, દુખો અને સુખો, મારે બીજા સાથે તે જ લાગણીથી વ્યવહાર કરવો જોઈએ." તેથી... આધુનિક દિવસોમાં રાષ્ટ્રીયતા મતલબ મનુષ્ય. પણ વાસ્તવમાં પ્રાણીઓ, તેઓ પણ રાષ્ટ્રીય છે. રાષ્ટ્રીય મતલબ જેણે પણ તે દેશમાં જન્મ લીધો છે, તેની વ્યાખ્યા અનુસાર. "રાષ્ટ્રીય" શબ્દ વેદિક સાહિત્યમાં ક્યારેય જોવા નથી મળતો. આ આધુનિક શોધ છે. તો અહી, આત્મવત સર્વભૂતેશુ. તેનો ફરક નથી પડતો કે તે જીવ દેશનો છે કે દેશ બહારનો. સર્વભૂતેશુ. અહી પણ... તે કહ્યું છે, સર્વ ભૂત સુહ્રત (શ્રી.ભા. ૬.૧.૫૬-૫૭). સુહ્રત, મિત્ર, હિતેચ્છુ, સર્વ ભૂત. શા માટે હું માત્ર મારા સગાવહાલા અથવા મારા પરિવારજનોનું જ હિત ઈચ્છું? તે કૃપણ છે, કંજૂસ. એક ઉદાર-મનવાળો બ્રાહ્મણ બધા, દરેકના હિત માટે પ્રવૃત્ત હોવો જોઈએ.

તેથી ચૈતન્ય મહાપ્રભુનું મિશન છે, પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ (ચૈ.ભા. અંત્ય ખંડ ૪.૧૨૬). ચૈતન્ય મહાપ્રભુ ક્યારેય શિક્ષા નથી આપતા કે "તમારે તમારો પ્રચાર સીમિત કરવો જોઈએ તમારા સમાજ અથવા તમારા દેશ સુધી." તેઓ કહી રહ્યા છે, પૃથ્વીતે આછે યત નગરાદી ગ્રામ: "પૃથ્વીના પટ પર જેટલા પણ ગામો અને નગરો છે..." (બાજુમાં:) તે ઠીક છે. વિચલિત ના થાઓ. સર્વત્ર પ્રચાર હઈબે મોર નામ. આ મિશન છે. આ વેદિક જ્ઞાન છે. સર્વ ભૂત સુહ્રત (શ્રી.ભા. ૬.૧.૫૬-૫૭).