GU/Prabhupada 0175 - ધર્મનો મતલબ ધીમે ધીમે કાગડાઓને હંસમાં બદલવા

Revision as of 22:01, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.8.33 -- Los Angeles, April 25, 1972

જે પણ સાહિત્યનુ ભગવાનના જ્ઞાન સાથે કોઈ સંબંધ નથી, તદ, તદ વાયસમ તીર્થમ, તે એવી જગ્યાની જેમ છે જ્યાં કાગડાઓ ભોગ કરે છે. કાગડાઓ ક્યાં ભોગ કરે છે? ગંદી જગ્યાઓમાં. અને હંસો, શ્વેત હંસો, તેઓ સારા, સ્વચ્છ જળમાં આનંદ લે છે, જ્યાં બગીચો છે, જ્યાં પક્ષીઓ છે.

તો, પશુઓમાં પણ, વિભાગો છે. હંસનો વર્ગ અને કાગડાઓનો વર્ગ. પ્રાકૃતિક વિભાજન. કાગડો હંસ પાસે નહીં જાય. હંસ કાગડા પાસે નહીં જાય. તેવી જ રીતે માનવ સમાજમાં પણ, કાગડા વર્ગના માણસ છે અને હંસ વર્ગના માણસ છે. હંસ વર્ગના માણસો અહી આવશે, કારણ કે અહી બધું સરસ છે, સ્વચ્છ છે, સારૂ તત્વજ્ઞાન, સારુ ભોજન, સારુ શિક્ષણ, સારો વેશ, સારૂ મન, બધું સારુ. અને કાગડા વર્ગના માણસો, ફલાણા અને ફલાણા ક્લબમાં જશે, ફલાણી અને ફલાણી પાર્ટીમાં જશે, નગ્ન નૃત્ય, કેટલી બધી વસ્તુઓ. તમે જુઓ છો.

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન હંસ વર્ગના માણસો માટે છે. કાગડા વર્ગના માણસો માટે નથી. ના. પણ આપણે કાગડાઓને હંસોમાં બદલી શકીએ છીએ. તે આપણો સિદ્ધાંત છે. જે પેહલા કાગડો હતો, હવે હંસની જેમ તરે છે. તે આપણે કરી શકીએ છીએ. તે આ કૃષ્ણ ભાવનામૃતનો લાભ છે. તો જ્યારે હંસો કાગડાઓ બની જાય છે, તે ભૌતિક જગત છે. તે કૃષ્ણ કહે છે: યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત (ભ.ગી ૪.૭). તે જીવ ભૌતિક દેહમાં બદ્ધ છે, અને તે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, એક શરીર પછી બીજું, એક શરીર પછી બીજું, એક શરીર પછી બીજું. આ સ્થિતિ છે. અને ધર્મ એટલે કે ધીમે ધીમે કાગડાઓને હંસોમાં બદલવું. તે ધર્મ છે.

જેમ કે એક માણસ ખુબજ અભણ, અસભ્ય હશે, પણ તેને પણ શિક્ષિત, અને સભ્ય માણસમાં બદલી શકાય છે. શિક્ષણથી, તાલીમથી. આ મનુષ્ય જીવનમાં તે શક્યતા છે. હું એક કુતરાને ભક્ત બનવાની તાલીમ નથી આપી શકતો. તે મુશ્કેલ છે. તે પણ કરી શકાય છે. પણ હું એટલો સમર્થ નથી. જેમ કે ચૈતન્ય મહાપ્રભુએ કર્યું હતું. જ્યારે તેઓ ઝારીખંડના જંગલમાંથી પસાર થતા હતા, ત્યાના વાઘ, સર્પ, હરણ, બધા પશુઓ, તેઓ ભક્ત બની ગયા. તેઓ ભક્ત બની ગયા. તો તે ચૈતન્ય મહાપ્રભુ માટે શક્ય હતું... કારણકે તેઓ સ્વયમ ભગવાન છે. તેઓ કઈ પણ કરી શકે છે. આપણે તેવી તે ના કરી શકીએ. પણ આપણે માનવ સમાજમાં કાર્ય કરી શકીએ છીએ. કોઈ વાંધો નથી, એક માણસ કેટલો પણ પતિત હોય. જો તે આપણા ઉપદેશનું પાલન કરશે, તો તે પણ બદલાઈ શકે છે.

તેને ધર્મ કેહવાય છે, ધર્મ એટલે કે વ્યક્તિને તેના મૂળ અવસ્થામાં લાવવું. તે ધર્મ છે. તો વિવિધ સ્તર હોઈ શકે છે. પણ વાસ્તવની સ્થિતિ છે કે આપણે ભગવાનના અંશ છીએ, અને, જ્યારે આપણે સમજીએ કે આપણે ભગવાનના અંશ છીએ, તે આપણા જીવનની સાચી સ્થિતિ છે. તેને કેહવાય છે બ્રહ્મ-ભૂત (શ્રી.ભા. ૪.૩૦.૨૦) સ્તર, તેના બ્રહ્મ સાક્ષાત્કારને, ઓળખને સમજવું.