GU/Prabhupada 1048 - તમે ક્યારેય સુખી નહીં બનો - પૂર્ણ શિક્ષા - જ્યાં સુધી તમે ભગવદ ધામ પાછા નહીં જાઓ
750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia
આપણે જીવનની આ બદ્ધ સ્થિતિમાં છીએ કારણકે આપણે આપણા મૂળ વ્યક્તિ, કૃષ્ણ, થી અલગ છીએ. કારણકે આપણે કૃષ્ણના અંશ છીએ. આપણે આ ભૂલી ગયા છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે અમેરિકા અથવા ભારતના અંશ છીએ. આ મારો ભ્રમ છે. તેઓ રુચિ ધરાવે છે... કોઈ વ્યક્તિ તેના દેશમાં રુચિ ધરાવે છે; કોઈ વ્યક્તિ તેના સમાજ અથવા પરિવારમાં રુચિ ધરાવે છે. આપણે ઘણી બધી વસ્તુઓની રચના કરી છે, કર્તવ્યો. તેથી શાસ્ત્ર કહે છે કે "આ ધૂર્તો જાણતા નથી કે તેનું સાચું સ્વ-હિત શું છે." ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ દુરાશયા (શ્રી.ભા. ૭.૫.૩૧). તે એવી કોઈ વસ્તુની આશા રાખી રહ્યો છે જે ક્યારેય પૂર્ણ નહીં થાય. તેથી તે ધૂર્ત છે. આપણે આ ભૌતિક જગતમાં સુખી બનવા માટે ઘણી બધી વસ્તુઓની ગોઠવણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ધૂર્ત જાણતો નથી કે જ્યાં સુધી તે આ ભૌતિક જગતમાં રહેશે, સુખનો કોઈ પ્રશ્ન જ નથી. આ ધૂર્તતા છે.
કૃષ્ણ કહે છે આ જગત છે દુખાલયમ અશાશ્વતમ (ભ.ગી. ૮.૧૫). આ ભૌતિક જગત, જ્યારે આપણે અત્યારે રહીએ છીએ, એક પછી બીજા શરીરના બદલાવ હેઠળ, તે દુખાલયમ છે. શા માટે મારે મારા શરીરને બદલવું પડે? હું શાશ્વત છું. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). તેથી આપણે શીખવું પડે, આપણે શિક્ષિત થવું પડે, આપણે પૂર્ણ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અને કૃષ્ણ વ્યક્તિગત રીતે, પરમ પૂર્ણ વ્યક્તિ, જ્ઞાન આપી રહ્યા છે. અને જો આપણે એટલા દુર્ભાગ્યશાળી હોઈએ કે આપણે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ના કરીએ - આપણે તર્ક કરીએ, આપણે કલ્પના કરીએ, આપણે આપણો પોતાનો ખ્યાલ બનાવીએ - ત્યારે તે સમજવું જોઈએ કે દુરાશયા. આપણે વિચારીએ છીએ, "હું આ રીતે સુખી થઈશ. હું આમાં સુખી થઈશ..." કશું જ નહીં. તમે ક્યારેય સુખી નહીં થાઓ - આ પૂર્ણ શિક્ષા છે - જ્યાં સુધી તમે ભગવદ ધામ પાછા નહીં જાઓ. જેમ કે એક પાગલ છોકરો, તેણે તેના પિતાનો ત્યાગ કર્યો છે. તેના પિતા ધનવાન માણસ છે, બધી વસ્તુ છે, પણ તે હિપ્પી બની ગયો છે. તો તેવી જ રીતે, આપણે પણ તેવા છીએ. આપણા પિતા કૃષ્ણ છે. આપણે ત્યાં બહુ જ આરામદાયક રીતે રહી શકીએ છીએ, કોઈ પણ ચિંતા વગર, ધન કમાવવાના કોઈ પણ પ્રયાસ વગર, પણ આપણે નક્કી કર્યું છે કે આપણે અહી આ ભૌતિક જગતમાં જ રહીશું. આને ગધેડો કહેવાય છે. આ છે... તેથી મૂઢ.
આપણે જાણતા નથી કે આપણું સ્વ-હિત શું છે. અને આપણે આશાની વિરુદ્ધમાં આશા રાખીએ છીએ, "હું આ રીતે સુખી થઈશ. હું આ રીતે સુખી થઈશ." તેથી આ શબ્દ વપરાયો છે, મૂઢ. તેઓ જાણતા નથી કે તેનું વાસ્તવિક સુખ શું છે, અને તે એક પછી બીજું અધ્યાય, બીજું, એક અધ્યાય, બીજું, "હવે હું સુખી થઈશ." ગધેડો. ગધેડો... ક્યારેક ધોબી તેની પીઠ પર બેસે છે અને ઘાસનો ગુચ્છો લે છે, અને ગધેડાની સામે રાખે છે, અને ગધેડાને ઘાસ ખાવું છે. પણ જેમ તે આગળ જાય છે, ઘાસ પણ આગળ જાય છે (હાસ્ય) અને તે વિચારે છે, "બસ એક ડગલું આગળ, મને ઘાસ મળશે." પણ કારણકે તે ગધેડો છે, તે જાણતો નથી, કે "ઘાસ એવી રીતે છે કે હું લાખો વર્ષો માટે જઈશ, છતાં, મને સુખ નહીં મળે..." આ ગધેડો છે. તે તેના ભાનમાં નથી આવતો કે "લાખો અને કરોડો વર્ષો માટે હું આ ભૌતિક જગતમાં સુખી બનવાનો પ્રયત્ન કરીશ. હું ક્યારેય સુખી નહીં બનું."
તેથી તમારે જ્ઞાન ગુરુ પાસેથી મેળવવાનું છે જે વસ્તુઓ જાણે છે. તેથી ગુરુની પૂજા કરવામાં આવે છે:
- અજ્ઞાન તિમિરાંધસ્ય
- જ્ઞાનાંજન શલાકયા
- ચક્ષુર ઉન્મીલિતમ યેન
- તસ્મૈ શ્રી ગુરવે નમઃ