GU/Prabhupada 1049 - ગુરુ મતલબ ભગવાનનો વિશ્વાસપાત્ર સેવક. તે ગુરુ છે



750712 - Lecture SB 06.01.26-27 - Philadelphia

રાજનેતા અથવા, શું કહેવાય છે, નેતાઓ, અંધ, તેઓ તમને વચન આપશે કે "તમે આ રીતે સુખી રહેશો. તમે મને મત આપો, અને હું તમારા માટે સ્વર્ગ લાવીશ, અને મને મંત્રી બનવા દો. તે છે... તમે ફક્ત રાહ જુઓ, અને જેવો હું મંત્રી અને રાષ્ટ્રપતિ બની જઈશ, હું તમને ફલાણો-અને-ફલાણો લાભ આપીશ." તો તમે શ્રીમાન નિકસોનને પસંદ કરો છો, અને ફરીથી તમે નિરાશ થાઓ છો. પછી આપણે વિનંતી કરીએ છીએ, "શ્રીમાન નિકસોન, તમે જતાં રહો," અને આપણે બીજા મૂર્ખને પસંદ કરીએ છીએ. આ ચાલી રહ્યું છે. આ ચાલી રહ્યું છે... પણ શાસ્ત્ર કહે છે કે તમને તે રીતે સાચી માહિતી નહીં મળે. આ મૂર્ખ માણસો, તેઓ તમને કોઈ વચન આપશે, અને તે તમને સુખી નહીં કરી શકે. તમે ફરીથી નિરાશ થશો, ફરીથી પસ્તાશો. તો શું છે, ક્યાંથી મને સાચી માહિતી મળશે? તે વેદો કહે છે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨): "જો તમને સાચી માહિતી જોઈએ છે, તો તમે ગુરુ પાસે જાઓ." અને ગુરુ કોણ છે? તે ચૈતન્ય મહાપ્રભુ સમજાવે છે, કે આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). તેઓ કહે છે, "તમે ફક્ત મારા આદેશ પર (ગુરુ) બનો." ગુરુ મતલબ જે કૃષ્ણની આજ્ઞા લઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ છે. અથવા જે કૃષ્ણનો સેવક છે, તે ગુરુ છે. કોઈ પણ વ્યક્તિ ગુરુ ના બની શકે જ્યાં સુધી તે પરમ ભગવાનનો આજ્ઞાવાહક ના બને. તેથી તમે જોશો... કારણકે આપણે દરેક ગધેડા છીએ, આપણે જાણતા નથી કે આપણું સ્વ-હિત શું છે, અને કોઈ વ્યક્તિ કહે છે, "હું ગુરુ છું." "તમે કેવી રીતે ગુરુ બન્યા?" "ના, હું આત્મ-પૂર્ણ છું. મને કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી. હું તમને આશીર્વાદ આપવા આવ્યો છું." (હાસ્ય) અને મૂર્ખ ધૂર્તો, તેઓ જાણતા નથી, "કેવી રીતે તમે ગુરુ બની શકો?" જો તે શાસ્ત્ર અથવા પરમ સત્તા, કૃષ્ણ, ને અનુસરતો નથી, કેવી રીતે તે બની શકે? પણ તેઓ સ્વીકારે છે, ગુરુ.

તો આ પ્રકારના ગુરુ ચાલી રહ્યા છે. પણ તમારે જાણવું જોઈએ, ગુરુ મતલબ જે પરમ ભગવાનની આજ્ઞા લઈ જાય છે. તે ગુરુ છે. કોઈ પણ ધૂર્ત જે કોઈ ખ્યાલનું નિર્માણ કરે તે ગુરુ નથી. તરત જ તેને લાત મારો, તરત જ, કે "અહી એક ધૂર્ત છે. આ ગુરુ નથી." ગુરુ અહી છે, જેમ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, આમાર આજ્ઞાય ગુરુ હયા (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). ગુરુ મતલબ ભગવાનનો વિશ્વાસપાત્ર સેવક. તે ગુરુ છે તો તમારે સૌ પ્રથમ કસોટી કરવી પડે કે "શું તમે ભગવાનના વિશ્વાસપાત્ર સેવક છો?" જો તે કહે, "ના, હું ભગવાન છું," ઓહ, તેના મોઢા પર તરત જ લાત મારો. (હાસ્ય) તેને તરત જ લાત મારો, કે "તું ધૂર્ત છે. તું અમને છેતરવા આવ્યો છે." કારણકે કસોટી છે, કે ગુરુ મતલબ ભગવાનનો વિશ્વાસપાત્ર સેવક, સરળ. તમારે મોટી વ્યાખ્યાની જરૂર નથી કે ગુરુ શું છે. તો વેદિક જ્ઞાન તમને ઈશારો આપે છે કે તદ વિજ્ઞાનાર્થમ. જો તમારે આધ્યાત્મિક જીવનનું વિજ્ઞાન જાણવું હોય, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨), તમારે ગુરુ પાસે જવું જ જોઈએ. અને ગુરુ કોણ છે? ગુરુ મતલબ જે ભગવાનનો વિશ્વાસપાત્ર સેવક છે. બહુ જ સરળ વસ્તુ.