GU/Prabhupada 0109 - અમે કોઈ પણ આળસુ વ્યક્તિને પરવાનગી નથી આપતા

Revision as of 14:57, 28 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0109 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.7.24 -- Vrndavana, September 21, 1976

તમે તમારું કર્તવ્ય ખુબજ સારી રીતે કરો છો. તમારો ધર્મ એટલે કે તમારો વ્યવસાયિક કર્તવ્ય. માનો તમે એન્જીનીર છો,તમે તમારું કર્તવ્ય ખુબજ સરસ રીતે કરો છો. કે તમે વૈદ છો,કે વ્યાપારી,કે કોઈ પણ - બધાને ને કઈ તો કરવું પડે છે. તમે આળસુ બેસીને તમને તમારી જીવનની આજીવિકા મળે તેમ નથી. તમે સિંહ પણ હોવી શકો,છતાં તમને કર્મ કરવું પડે છે. ન હિ સુપ્તસ્ય સિમ્હાસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાહ. આ છે..આ ભૌતિક જગત તેમ છે. જો તમે સિંહની જેમ તાકાતવાર પણ હોવી શકો છો,પણ છતાં તમે સુવી નથી શકતા. તમે એમ વિચારશો કે,"હું સિંહ છું,હું જંગલનો રાજા છું. મને સૂવા દો,અને કોઈ પશુ આવીને મારા મુખમાં પ્રવેશ કરશે." નહિ,તે સંભવ નથી. ભલે તમે પશુ છો,તમને એક પશુને પકડવો પડશે.ત્યારે તમે ખાઈ શકો છો. નહીતર તમને ભૂખો રેહ્વો પડશે. તેથી કૃષ્ણ કહે છે,નિયતઃ કુરુ કર્મ ત્વામ કર્મ જ્યાયો હ્ય અકર્મણ: "તમને તમારો કર્તવ્ય કરવુંજ પડશે." શરીર-યાત્રાપી ચ તે ન પ્રસિદ્ધ્યેદ અકર્મણ: એમ નથી વિચારતા કે..લુચ્ચા લોકો કહે છે કે,"કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને શીખડાવે છે ભાગી જવું.તે બની ગયા છે.." નહિ,તે કૃષ્ણનો ઉપદેશ નથી.અમે કોઈ આળસુ વ્યક્તિને પરવાનગી નથી આપતા. તેને સંલગ્ન રેહવું જોઈએ.તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તે કૃષ્ણની આજ્ઞા છે.નિયતમ કુરુ કર્મ. અર્જુન લડવા માટે ના પાડતો હતો.તે એક અહિંસક સજ્જન બનવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કૃષ્ણે તેને પરવાનગી ન આપી."નહિ,નહિ,તું એવી રીતે કરી નથી શકતો.તે તારી કમજોરી છે." કુટસ ત્વા કશ્મલમ ઈદમ વિષમે સમુપસ્થિતમ."તું પોતાને લુચ્ચો સાબિત કરાસ."આ અનાર્ય જુશ્તમ છે. આ પ્રકારની વાતો અનાર્ય,અસભ્ય લોકો માટે છે.એમ ન કર."તે કૃષ્ણની ... તો એમ ના વિચારતા કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન,જે લોકો કૃષ્ણ ભાવ્નાભાવિત છે, તે આળસુ બની જાય છે અને હરિદાસ ઠાકુરનો અનુકરણ કરે છે. તે કૃષ્ણ ભાવનામૃત નથી. કૃષ્ણ ભાવનામૃત એટલે કે,જેમ કૃષ્ણ શિક્ષા આપે છે,કે તમને ચોવીસ કલાક ખુબજ,ખુબજ વ્યસ્ત રેહવું જોઈએ. તે કૃષ્ણ ભાવનામૃત છે.એમ નથી કે તમે આળસુ બની જાઓ,અને જમીને સુઈ જાઓ.નહિ. તો આ ધર્મસ્ય-ગ્લાનીહ છે. પણ તમને તમારી જોવાની દૃષ્ટિ બદલવી જોઈએ. આ ભૌતિક બદ્ધ અવસ્થા માં તમારો લક્ષ્ય છે કેવી રીતે તમારા ઇન્દ્રિયોને તૃપ્ત કરવું, અને કૃષ્ણ ભાવનામૃત એટલે કે તમને એજ રીતે કાર્ય કરવું જોઈએ. તેજ ઉત્સાહથી,પણ તમને કૃષ્ણને સંતુષ્ટ કરવું જોઈએ. તે આધ્યાત્મિક જીવન છે.એમ નથી કે તમે આળસુ વ્યક્તિ બની જવો. અંતર છે,જેમ લેખક કૃષ્ણદાસે કહેલું છે, આત્મેન્દ્રીય પ્રીતિ વાંચા તારે બલી કામ.(ચૈ.ચ.આદિ ૪.૧૬૫) કામ શું છે?કામ એટલે કે જ્યારે વ્યક્તિ પોતાના ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે ઈચ્છા કરે છે.તે કામ છે. કૃષ્નેન્દ્રીય પ્રીતિ વાંચા ધરે પ્રેમ નામ.અને પ્રેમ શું છે? પ્રેમ એટલે જ્યારે તમે કૃષ્ણના ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે પોતાને સંલગ્ન કરો છો, કેમ ગોપીયો એટલા ઉન્નત છે?કારણ કે તેમનો એકજ પ્રયાસ હતો કેવી રીતે કૃષ્ણના ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવો. તેથી ચૈતન્ય મહાપ્રભુએ ભલામણ આપી છે કે,રમ્યા કાચીદ ઉપાસન વ્રજ-વધુ વર્ગેન વ કલ્પિતા તેમને બીજો કોઈ ધંધો ન હતો.વૃંદાવન એટલે,જે લોકો વૃંદાવન માં છે... જો તેમને વાસ્તવમાં વૃંદાવનમાં રેહવું છે,તેમનું કર્તવ્ય હોવું જોઈએ કેવી રીતે કૃષ્ણના ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવું. તે વૃંદાવન છે.એમ નથી કે,"હું વૃંદાવન માં રહું છું અને મારા ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરું છું." તે વૃંદાવન-વાસી નથી.તે પ્રકારનું જીવન.. કેટલા બધા બંદર,કુતરા અને સુઅર પણ વૃંદાવનમાં છે, શું તમે કેહવા માગો છો કે તે વૃંદાવન માં રહે છે?નહિ. જેને પણ વૃંદાવનમાં તેના ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા છે,તેનો આવતું જન્મ કુતરા,સુઅર અને બંદર નું હશે. તે તમને જાણવું જોઈએ.તો આપણને વૃંદાવનમાં ઇન્દ્રિય-તૃપ્તિ ન કરવું જોઈએ. તે એક મહાન પાપ છે.માત્ર તમે કૃષ્ણના ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરો.